________________
३२८
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १५ रूपमङ्गितया सत्त्वं निश्चलप्रदीपशिखाकारं सदैवैकरूपतया परिणममानं चिच्छायाग्रहणसामर्थ्यादामोक्षप्राप्तेरवतिष्ठते ।। १५ ।। यथाऽयस्कान्तसन्निधाने लोहस्य चलनमाविर्भवति, एवं चिद्रूपपुरुषसन्निधाने सत्त्वस्याभिव्यङ्ग्यमभिव्यज्यते चैतन्यमिति । इत्थं च द्विविधा चिच्छक्तिरित्याह
ફાળો મુખ્ય હોવાથી એ દ્રષ્ટ્રવેદ્ય કહેવાય છે.
યોગસૂત્ર (૪-૨૨, ૨૩) નો અર્થ આ છે-બંને પ્રકારના પ્રતિસંક્રમ વિનાની ચિતિશક્તિ તદાકાર પામ્ય છતે સ્વબુદ્ધિનું સંવેદન થાય છે. દ્રષ્ટા અને દશ્યથી ઉપરક્ત ચિત્ત સર્વાર્થનું ગ્રહણ કરવા સમર્થ છે.
ચિતિશક્તિ કોઈના પરિણામ કે પરિણામરૂપ નહીં હોવાથી પરિણામ-પરિણામી ભાવરૂપે એનો સંક્રમ નથી. વળી એ ક્યાંય ગમન કરતી નથી. તેથી ગમનરૂપે પણ એનો પ્રતિસંક્રમ નથી. એટલે એનો પ્રતિબિંબરૂપે જ પ્રતિસંક્રમ માનવાનો રહે છે. આ સંક્રમ શી રીતે થાય છે? એ હવે વૃત્તિકાર જણાવે છે -
ટીકાર્થ : જેમ નિર્મળ સ્ફટિક કે દર્પણ વગેરેમાં જ પ્રતિબિંબ પડી શકે છે, એમ રજસું અને તમસુથી અનભિભૂત એવા સત્ત્વમાં જ સત્ત્વગુણપ્રધાન ચિત્તમાં જ પુરુષની છાયા પડી શકે છે, અશુદ્ધ એવા રજસુતમસુમાં નહીં. એટલે જે ચિત્તમાં રજસું અને તમસું ગૌણ બની ગયા છે એવું અંગી=અવયવી રૂપ બનેલું સત્ત્વપ્રધાન અંતઃકરણ સ્થિરદીપકની જ્યોતની જેમ હંમેશા એક જ રૂપે પરિણમતું ચિતછાયાનું ગ્રહણ કરવાના સામર્થ્યવાળું જ રહે છે, અને મોક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ એવું ટકી રહે છે.
વિવેચનઃ ટીકાર્ય સુગમ છે. પુરુષનો મોક્ષ ત્યારે જ થાય છે જ્યારે ચિત્તવૃત્તિઓનો સર્વથા નિરોધ થઈ ગયો હોય .. અને એ નિરોધ થવા પર ચિત્ત તો પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. માટે એને મોક્ષ સુધી જ અવસ્થાન કહ્યું છે.
શંકા જો અંતઃકરણ હંમેશા સત્ત્વપ્રધાન જ રહે છે તો તો રાજસુતામસુભાવો ક્યારેય અસ્તિત્વ ધરાવી જ નહીં શકે..
સમાધાન : આનું સમાધાન એ હોઈ શકે કે પાતંજલદર્શન સાંખ્યદર્શનને તુલ્ય છે. તેઓએ બુદ્ધિના ( ચિત્તના) ત્રણ અંશ માન્યા છે. મનેવું વર્તવ્ય આવા અધ્યવસાયમાં જે મન અંશ છે, તે પુરુષોપરાગ છે. જે ä અંશ છે, તે વિષયોપરાગ છે અને જે સૂર્તવ્ય અંશ છે, તે વ્યાપારાંશ છે. આમાં જે પુરુષોપરાગ છે, તે અંશ હંમેશા સત્ત્વપ્રધાન અતિનિર્મલ રહે છે, બાકીના અંશમાં સત્ત્વ જ પ્રધાન હોવાનો નિયમ નથી. એટલે રાજસુતામસુભાવો અસંભવિત બનતા નથી. એમ અહીં નિશ્ચલપ્રદીપ શિખાકારની જેમ સદા એકરૂપે પરિણામ જે કહ્યો છે, તે પણ પુરુષની છાયા ઝીલતા અંશની અપેક્ષાએ જ. બાકી ચિત્તનો વિષયો પરાગ અંશ તો ઘટ-પટાદિ અલગ અલગ વિષયાકાર પરિણામને ધારણ કરે જ છે. / ૧૫ . (હવે પછીનો યથાશયાન્ત... વગેરે અધિકાર પૂર્વના સંપાદકોએ-વિવેચનકારોએ ૧૫મી ગાથાની જ ટીકારૂપે લીધો છે. પણ એ ગાથાના અધિકાર સાથે એનો સંબંધ જણાતો નથી. ને આગળ ૧૯મી ગાથા, પૂર્વના સંપાદકોએ પણ એ ૧૬મી ગાથાની આપેલી અવતરણિકા.. આ બંને સાથે એનો સંબંધ જણાય છે. માટે ૧૭મી ગાથાની અવતરણિકારૂપે જ એ અધિકાર અહીં લેવામાં આવ્યો છે-)
અવતરણિકાર્થ: (‘પુરુષના પ્રભાવે બુદ્ધિ પણ જાણે કે ચેતન જેવી બની જાય છે” એવું જે કહ્યું છે, તે