________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३३१ यत्तु "व्यापकस्यातिनिर्मलस्य चात्मनः कथं सत्त्वे प्रतिबिम्बनमिति” तन्न, व्यापकस्याप्याकाशस्य दर्पणादावपकृष्टनैर्मल्यवति च जलादावादित्यादीनां प्रतिबिम्बदर्शनात्, स्वस्थितचिच्छायासदृशचिच्छायाऽभिव्यक्तिरूपस्य प्रतिबिम्बस्य प्रतिबिम्बान्तरवैलक्षण्याच्चेति (राजमार्तण्ड-४/२३) भोजः ।। १७।।
इत्थं प्रत्यात्मनियतं बुद्धितत्त्वं हि शक्तिमत् । निर्वाहे लोकयात्रायास्ततः क्वातिप्रसञ्जनम् ।। १८।।
'इत्थमिति । इत्थं उक्तप्रकारेण प्रत्यात्मनियतं आत्मानमात्मानं प्रति नियतफलसम्पादकं बुद्धितत्त्वं हि लोकयात्राया लोकव्यवहारस्य निर्वाहे व्यवस्थापने शक्तिमत्=समर्थम् । ततः क्वातिप्रसञ्जनं योगादेकस्य રૂપે વર્તવા શી રીતે માંડે ? આવા યક્ષ પ્રશનના સમાધાન માટે, અન્ય પ્રતિબિંબ કરતાં આ પ્રતિબિંબ વિલક્ષણ છે (ને તેથી એ મૂળભૂત વસ્તુનું પ્રયોજન સારી શકે છે) એવું જણાવ્યું છે. અથવા દર્પણાદિમાં જે પ્રતિબિંબ પડે છે, તે રૂપી પદાર્થોનું પડે છે. આકાશનું જે પ્રતિબિંબ પડે છે, તે પણ અરૂપી આકાશનું નહીં, પણ આકાશમાં રહેલા ભૂરાવર્ણના પદાર્થનું (ઓઝોનનું) કે સફેદવાદળ વગેરેનું પડે છે. પુરુષ તો સર્વથા અરૂપી છે. એનું બુદ્ધિમાં પ્રતિબિંબ શી રીતે પડે? આવી શંકાનું સમાધાન એ છે કે અન્ય પ્રતિબિંબ કરતાં, સ્વસ્થિતચિતછાયાસમાન ચિતુછાયાની અભિવ્યક્તિરૂપ આ પ્રતિબિંબ વિલક્ષણ છે, માટે અરૂપી એવા પણ પુરુષનું પ્રતિબિંબ પડી શકે છે. (આ બધી વાતો યોગસૂત્રની રાજમાર્તડ ટીકામાં ભોજે કરી છે.) I ૧૧-૧૭ | (બારમી ગાથામાં ગ્રન્થકારે પાતંજલવિદ્વાનોને દોષ આપેલો કે પ્રકૃતિ જો એક જ છે, તો એક પુરુષનો મોક્ષ થવામાં બધાનો મોક્ષ થઈ જશે. અથવા એકનો પણ નહીં થાય. એ દોષનું વારણ કરવા તેઓ પોતાની માન્યતા દર્શાવે છે.
ગાથાર્થ ઃ આમ દરેક આત્મામાં નિયત એવું બુદ્ધિતત્ત્વ લોકયાત્રાનો નિર્વાહ કરવામાં શક્તિમાન છે. તો અતિપ્રસંગ ક્યાં આવે ?
ટીકાર્ય : આમ=ક્તિરૂપે પ્રત્યાત્મનિયત આત્મા-આત્માએ પ્રતિનિયતફળનું સંપાદક બુદ્ધિતત્ત્વ જ લોકયાત્રાનો નિર્વાહ કરવા=લોકવ્યવહારની વ્યવસ્થા કરવા શક્તિમતુ સમર્થ છે. તો પછી યોગથી એકની મુક્તિમાં અન્યની મુક્તિ થઈ જવારૂપ અતિપ્રસંગ ક્યાં છે? કારણ કે પ્રકૃતિ સર્વત્ર=બધા પુરુષો અંગે એક હોવા છતાં બુદ્ધિરૂપ વ્યાપાર જુદા-જુદો હોવાથી ભેદ સંગત થઈ શકે છે. એટલે જ યોગસૂત્ર (૨-૨૨) માં કહ્યું છેकतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात.
વિવેચનઃ બુદ્ધિ તત્ત્વ પુરુષે પુરુષે ભિન્ન છે. તેથી, યોગી પુરુષ માટે એ મોક્ષફળનું સંપાદન કરે ને તેથી એ પુરુષનો મોક્ષ થઈ જાય તો પણ અન્ય પુરુષનું સ્વતંત્ર બુદ્ધિતત્ત્વ એ વખતે ભોગફળનું જ સંપાદન કરતું હોવાથી એ પુરુષનો એ વખતે મોક્ષ થતો નથી, પછી બધાની મુક્તિ થઈ જવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે ? વળી, દરેકનું પોત-પોતાનું બુદ્ધિતત્ત્વ છે.. ને એ બુદ્ધિતત્ત્વ જુદી જુદી રીતે વ્યાપ્ત થાય છે. એટલે કોઈક જીવ સુખીકોઈક વધારે સુખી. કોઈક દુઃખી-કોઈક વધારે દુઃખી. આવો બધો જ લોકવ્યવહાર પણ સંગત થઈ જાય છે, પછી અસંગતિનો પ્રશ્ન જ ક્યાં છે? યોગસૂત્ર (૨-૨૨) નો અર્થ આવો છે યોગસાધનાદ્વારા મુક્ત થયેલો પુરુષ એ કૃતાર્થ. એની પ્રત્યે નષ્ટ એવું પણ પ્રકૃતિતત્ત્વ (અન્યપુરુષ પ્રત્યે) અનષ્ટ હોય છે, કારણ કે (એ પ્રકૃતિતત્ત્વ) તદ્દ (કૃતાર્થ) અને અન્ય (અકૃતાર્થ) બન્ને પ્રકારના પુરુષો અંગે સાધારણ છે. એટલે કે મુક્ત અને અમુક્ત