________________
३३२
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १९ मुक्तावन्यस्यापि मुक्त्यापत्तिरूपम् ? प्रकृतेः सर्वत्रैकत्वेऽपि बुद्धिव्यापारभेदेन भेदोपपत्तेः । तथा च सूत्रं"कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वादिति” (यो.सू.२-२२) ।। १८ ।। यच्चोक्तं 'जडायाश्च पुमर्थस्ये'त्यादि तत्राह
कर्तव्यत्वं पुमर्थस्यानुलोम्य-प्रातिलोम्यतः । प्रकृतौ परिणामानां शक्ती स्वाभाविके उभे ।। १९ ।।
कर्तव्यत्वमिति । पुमर्थस्य कर्तव्यत्वं प्रकृतौ परिणामानां महदादीनामानुलोम्य-प्रातिलोम्यत उभे शक्ती स्वाभाविके-तत्त्वतः स्वभावसिद्धे, पुमर्थे सतीति शेषः । न त्वन्यत् ।
___ महदादि-महाभूतपर्यन्तः खल्वस्या बहिर्मुखतयाऽनुलोमः परिणामः, पुनः स्वकारणानुप्रवेशद्वारेणास्मितान्तः प्रतिलोमः परिणामः । इत्थं च पुरुषस्य भोगपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृतार्था प्रकृतिः, न पुनः परिणाममारभते । एवंविधायां च पुरुषार्थकर्तव्यतायां प्रकृतेर्जडत्वेन कर्तव्याध्यवसायाभावेऽपि न काचिदनुपपत्तिरिति ।। १९ ।। ननु यदि प्रतिलोमशक्तिरपि सहजैव प्रधानस्यास्ति तत्किमर्थं योगिभिर्मोक्षार्थं यत्नः
બન્ને પ્રકારના પુરુષો પ્રત્યે પ્રકૃતિ તો એક જ છે. એમાંથી મુક્ત પ્રત્યે એ નષ્ટ=બુદ્ધિરૂપ વ્યાપારથી રહિત થયું હોવા છતાં એ અનન્ટ જ હોય છે. અર્થાત્ બુદ્ધિરૂપ વ્યાપારથી સવ્યાપાર જ હોય છે, કારણ કે અમુક્ત પુરુષોની પોત પોતાની બુદ્ધિ હજુ પ્રવૃત્તિશીલ હોય છે. (મુક્ત પુરુષો કરતાં અમુક્ત અનંતાનંત છે, માટે અહીં નષ્ટ પણ અનષ્ટ છે એમ કહ્યું છે. જો ઉંધું હોત તો અનષ્ટ પણ નષ્ટ છે એમ કહેત.) || ૧૧-૧૮ |.
અવતરણિતાર્થ બારમી ગાથાના ઉત્તરાર્ધમાં નડાયાગ્ન પુનર્થસ્થ.. વગેરે દ્વારા ગ્રન્થકારે જડ એવી પ્રકૃતિનું પુરુષપ્રયોજન એ કર્તવ્ય શી રીતે હોય શકે ? એવો જે દોષ આપેલો, એનો જવાબ આપવા પાતંજલદર્શનકાર કહે છે -
ગાથાર્થ પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની આનુલોમથી અને પ્રાતિલોમ્યથી આવી જે બે સ્વાભાવિક તત્ત્વતઃ સ્વભાવસિદ્ધ શક્તિઓ પુમર્થની પુરુષના પ્રયોજનની હાજરીમાં હોય છે, એ જ એનું પુમર્થકર્તવ્યત્વ છે, એ સિવાય બીજું કશું નહીં. પ્રકૃતિનો મહતુથી શરુ કરીને મહાભૂત સુધીનો જે બહિર્મુખરૂપે પરિણામ થાય છે, તે અનુલોમ પરિણામ છે અને સ્વકારણમાં અનુપ્રવેશદ્વારા અસ્મિતા સુધીનો જે અન્તર્મુખરૂપે પરિણામ થાય છે, તે પ્રતિલોમ પરિણામ છે. આમ પુરુષના ભોગની પરિસમાપ્તિ થવાથી આ બન્ને સહજશક્તિઓનો ક્ષય થવાના કારણે કૃતાર્થ થયેલી પ્રકૃતિ પછી (એ પુરુષને આશ્રીને) નવા કોઈ પરિણામનો આરંભ કરતી નથી. પુરુષાર્થની કર્તવ્યતા આવા પ્રકારની હોવાના કારણે, પ્રકૃતિની જડતાના લીધે કર્તવ્ય અધ્યવસાય ન હોવા છતાં કોઈ અસંગતિ નથી.
વિવેચન : પાતંજલ દર્શનની પ્રક્રિયા આવી છે. સામ્યવસ્થાપન્ન સત્ત્વ-રજસ્તમજું એ પ્રકૃતિ છે. એમાંથી, સત્ત્વાદિ વિષમાવસ્થાપન્ન બને ત્યારે બુદ્ધિ-મહતુ-ચિત્ત-અંતઃકરણ ઉત્પન્ન થાય છે. બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થાય છે. આ અહંકારના પણ સાત્ત્વિક વગેરે ત્રણ અંશ છે. એમાંથી સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય (સ્પર્શન, રાસન, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર) ઉત્પન્ન થાય છે. રાજસ અહંકારમાંથી હાથ-પગ વગેરે પાંચ કર્મેન્દ્રિય