________________
३३०
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १७ सत्त्व इति । सत्त्वे बुद्धेः सात्त्विकपरिणामे पुंस्थिता या चिच्छाया तत्समा (=पुंस्थितचिच्छायासमा) याऽन्या सा स्वकीयचिच्छाया (तदुपस्थितिः=) तस्या उपस्थितिः अभिव्यक्तिः प्रतिबिम्बात्मको भोगः । अन्यत्रापि हि प्रतिबिम्बे (आदर्श) प्रतिबिम्ब्यमानच्छायासदृशच्छायान्तरोद्भव एव प्रतिबिम्बशब्देनोच्यते । पुंसि पुनरयं =भोगो भेदाग्रहात अत्यन्तसान्निध्येन विवेकाग्रहणाद् व्यपदिश्यते ।।
પ્રતિબિંબ હોય તેની છાયા જેવી અન્ય છાયાનો ઉદ્ભવ જ પ્રતિબિંબ કહેવાય છે. વળી, આ ભોગનો, ભેદના અગ્રહના કારણે=અત્યંત સાન્નિધ્યના કારણે વિવેકના અગ્રહના કારણે પુરુષમાં ઉલ્લેખ થાય છે. વ્યાપક અને અતિનિર્મળ એવા આત્માનું સત્ત્વમાં શી રીતે પ્રતિબિંબ પડે ? આવી શંકા બરાબર નથી, કારણ કે વ્યાપક એવા પણ આકાશનું દર્પણાદિમાં અને સૂર્ય વગેરેનું અપકૃષ્ટ નર્મલ્યવાળા જળ વગેરેમાં પ્રતિબિંબ જોવા મળે જ છે. તથા (૨) સ્વસ્થિતચિતૃછાયા સદશ ચિતૃછાયાની અભિવ્યક્તિરૂપ પ્રતિબિંબ અન્ય પ્રતિબિંબ કરતાં વિલક્ષણ હોય છે?. આ પ્રમાણે ભોજરાજર્ષિએ કહ્યું છે.
- વિવેચનઃ પાતંજલમતે સ્થિરેકસ્વભાવપુરુષ ભોક્તા નથી. એટલે ભોગનો જે અનુભવ થાય છે, એ શી રીતે થાય છે ? એ આ અધિકારમાં દર્શાવાયું છે. વૃક્ષનું જ્યારે દર્પણમાં પ્રતિબિંબ પડે છે ત્યારે, દર્પણમાં વૃક્ષનો આકાર-વર્ણ વગેરે જોવા મળે છે, આ આકાર વગેરે કાંઈ વૃક્ષના દર્પણમાં પ્રવેશી ગયા હોતા નથી, કારણ કે એ જ વખતે બહાર પણ વૃક્ષના એ આકારાદિ જોવા મળે જ છે. એટલે જણાય છે કે એ આકાર વગેરે દર્પણમાં ઉદ્ભવ પામ્યા છે. એમ પુરુષનું પ્રતિબિંબ પડવા પર બુદ્ધિમાં જે ચિતુછાયા જણાવે છે, એ બુદ્ધિની પોતાની ઉદ્ભવ પામેલી=અભિવ્યક્ત થયેલી ચિટૂછાયા છે. વળી, બુદ્ધિએ ઇન્દ્રિયપ્રણાલિકા દ્વારા વિષયાકારને ધારણ કર્યો છે. આ વિષયો પરાગ અને પુરુષની ચિટૂછાયારૂપ પુરુષોપરાગ આ બેના કારણે બુદ્ધિ વિષયનો ઉપભોગ કરે છે. વળી પુરુષ બુદ્ધિને અતિ સંનિહિત હોવાથી એ બે વચ્ચેના ભેદનો ગ્રહ=બોધ નથી. એટલે, પુરુષ ભોગ કરે છે એવો ઉલ્લેખ થાય છે.
પાતંજલમતે આત્મા વિભુ સર્વવ્યાપક છે, એટલે એનું સત્ત્વમાં પ્રતિબિંબ શી રીતે ઝીલાય? આ પ્રશ્ન ઊભો થયો. એટલે અતિવ્યાપક એવા આકાશનું નાના દર્પણમાં પ્રતિબિંબ પડે છે એમ દૃષ્ટાંતદ્વારા એ સમજાવ્યું. વળી આત્મા તો અતિનિર્મળ છે, જ્યારે, રજસું અને તમન્નુ ગૌણ થઈ ગયા હોવા છતાં સત્ત્વ એટલે નિર્મળ તો નથી જ. તો પછી આવા અપકૃષ્ટ (ઓછા) નર્મલ્યવાળા સત્ત્વમાં પુરુષનું પ્રતિબિંબ કેવી રીતે પડે ? આવા પ્રશ્નનું નિરાકરણ કરવા અપકૃષ્ટ નિર્મળતાવાળા જળમાં સૂર્ય વગેરેનું પ્રતિબિંબ પડી શકે છે એ દૃષ્ટાંત આપ્યું.
દર્પણમાં વૃક્ષનું પ્રતિબિંબ પડે એટલા માત્રથી કાંઈ એ પ્રતિબિંબ વૃક્ષનું કાર્ય કરવા રૂપે ફળ આપવા માંડતું નથી, કે નદીનું પ્રતિબિંબ પડતું હોય તો એ પ્રતિબિંબવાળા દર્પણાદિમાં સ્નાનાદિ કે ઠંડકનો અનુભવ વગેરે થઈ શકતા નથી. એમ જડ એવી બુદ્ધિમાં પુરુષની ચિતૂછાયા ભલે પડે, એટલા માત્રથી એ ચેતન જેવી બની ભોગ કરવા માંડે એ શી રીતે શક્ય બની જાય ? પ્રતિબિંબ એ છેવટે પ્રતિબિંબ જ છે, એ પ્રતિબિંબૂમાન મૂળભૂત વસ્તુ
12. તેમ દર્પણાદિમાં આત્માનું પ્રતિબિંબ પડી શકે નહીં. આવું શબ્દશઃ વિવેચન યોગ્ય નથી. કારણકે પ્રસ્તુતમાં બે હેતુની વાત છે. ને બીજા હેતુનો શબ્દથી સમુચ્ચય કર્યો છે. એટલે પ્રથમ હેતુ જો પ્રતિબિંબ પડવા અંગે છે તો બીજો હેતુ પણ એ અંગે જ હોય, પ્રતિબિંબ ન પડવા અંગે નહીં.