________________
३२६
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १५ तत्-तस्मात् चित्सन्निधाने बुद्धेस्तदाकारताऽऽपत्तौ चेतनायामिवोपजायमानायां बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्तायाश्च चिच्छक्तेर्बुद्ध्यविशिष्टतया सम्पत्तौ स्वसम्बुद्ध्युपपत्तेरित्यर्थः ।।
(द्रष्ट-दृश्योपरक्तं=) द्रष्ट्र-दृश्याभ्यामुपरक्तं द्रष्टुरूपतामिवापन्नं गृहीतविषयाकारपरिणामं च चित्तं
જાય છે, અથવા જેમ પ્રકાશ પરમાણુઓ ફેલાતા ફેલાતા વિષયને વ્યાપી જાય છે. આવું ચિતિશક્તિ માટે બનતું નથી, કારણ કે તે હંમેશા એક રૂપવાળી હોવાથી સ્વપ્રતિષ્ઠિત તરીકે જ વ્યવસ્થિત છે.
વિવેચન : પ્રતિસંક્રમ બે પ્રકારે થાય છે. પરિણામ-પરિણામીભાવરૂપે અને વિષયદેશમાં ગમનરૂપે. આમાંનું પ્રથમનું ઉદાહરણ-ગુણો એટલે સત્ત્વ, રજસું અને તમસુ... એ સામ્યવસ્થાપન્ન હોય ત્યારે પ્રકૃતિ છે. આ પ્રકતિનો બુદ્ધિ એ પરિણામ છે. આ સત્ત્વાદિ ગુણો વિષમાવસ્થા પામે ત્યારે બુદ્ધિરૂપે પરિણમે છે. એટલે કે વિષમાવસ્થાપન્ન સત્ત્વાદિ ગુણો એ અંગ છે અને બુદ્ધિ એ અંગી છે. (અંગ એટલે કારણ=પરિણામ. અંગી એટલે કાર્ય અર્થાતું પરિણામી. તેથી મૂળમાં રહેલ અંગ-અંગિભાવ શબ્દનો ટીકામાં પરિણામ -પરિણામિભાવ અર્થ કર્યો છે.) એટલે અર્થ આવો મળે છે કે-જેમ સત્ત્વાદિગુણો સ્વબુદ્ધિરૂપ પરિણામ થયે છતે અંગીમાં બુદ્ધિમાં ઉપસંક્રાન્ત થાય છે, એટલે કે જાણે કે બુદ્ધિરૂપ બની જાય છે.. અથવા બીજા પ્રકારના પ્રતિસંક્રમણનું ઉદાહરણ-) જેમ આલોકના=પ્રકાશના પરમાણુઓ ફેલાતા ફેલાતા ઘટાદિવિષય સુધી પહોંચી વિષયને વ્યાપી જાય છે. પણ આવો બે પ્રકારનો પ્રતિસંક્રમ ચિતિશક્તિ માટે શક્ય નથી. કારણ કે એ તો સર્વદા એકરૂપ છે. (આમ કહીને અંગાંગીભાવરૂપ પ્રતિસંક્રમનો નિષેધ કર્યો. તે આ રીતે- “સર્વદા એકરૂપ છે' એનો અર્થ જ એનું કોઈ રૂપાંતરણ થતું નથી. એટલે કે એના કોઈ પરિણામ નથી. જો એવા કોઈ પરિણામ હોત તો તો એ તેતે પરિણામરૂપને ધારણ કરત.. ને એ પરિણામથી સંકીર્ણ થાત. પણ એ શક્ય નથી, કારણ કે ચિતિશક્તિ સર્વદા એકરૂપ જ=કૂટસ્થનિત્ય=સ્થિરક સ્વભાવ છે. (અને એટલે જ જેમ એના કોઈ પરિણામ નથી, એમ એ ખુદ કોઈના પરિણામરૂપ નથી, કારણ કે પરિણામ સ્થિર હોતા નથી. માટે પુરુષનો પરિણામ-પરિણામિભાવ મનાયો નથી.) વળી એ સ્વપ્રતિષ્ઠિત છે. સર્વદાનો અન્વય અહીં પણ કરવાનો છે. એટલે કે ચિતિશક્તિ હંમેશા સ્વમાં જ પ્રતિષ્ઠિત છે. અર્થાત્ એ વિષયદેશ તરફ ગમન કરતી નથી.' (આમ કહીને બીજા પ્રકારના પ્રતિસંક્રમનો નિષેધ કર્યો.) વિષય પાસે જતી નથી, એટલે વિષયને વ્યાપતી નથી.. ને તેથી વિષયાકારને અપનાવતી નથી. આમ પરિણામરૂપ અન્યથી અને વિષયાકારરૂપ અન્યથી ચિતિશક્તિ સંકીર્ણ બનતી નથી.
ટીકાર્થ: તત્તેથી ચિતુપુરુષના સન્નિધાનમાં બુદ્ધિ તદાકારતાને પામે છતે ચેતના જેવી બને છે. વળી બુદ્ધિની વૃત્તિમાં પ્રતિબિંબિત થતી ચિત્શક્તિ બુદ્ધિથી અભિન્ન જેવી ભાસે છે. આ બે કારણે સ્વસબુદ્ધિ સંગત
10. તેમ ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી... શબ્દશઃ વિવેચનકાર પંડિતે કરેલ આ અર્થ પણ ગલત જાણવો, કારણ કે ચિતિશક્તિ (પુરુષ) સદા સન્નિહિત જ છે. બુદ્ધિ કાંઈ અન્ય દેશમાં રહી હોતી નથી કે જેથી ચિતિશક્તિએ એના સ્થાને જવાનો પ્રશ્ન ઊભો થાય. ઘટાદિ વિષય અન્ય દેશમાં રહેલ હોય છે. એટલે પ્રશ્ન થાય કે ચિતિશક્તિ વિષયદેશમાં ગમન કરે છે ? અને પછી એના જવાબરૂપે એ સદા સ્વપ્રતિષ્ઠિત હોવાથી ગમન કરતી નથી... વગેરે જણાવ્યું છે.