________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३२५ ज्ञातुमशक्यत्वात् । तदाह-“एकसमये चोभयानवधारणं (यो.सू. ४-२०) । चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः મૃતિસંરતિ” || 9 ||
नन्वेवं कथं विषयव्यवहारः ? इत्यत्राहअङ्गाङ्गिभावचाराभ्यां चितिरप्रतिसङ्कमा । द्रष्ट-दृश्योपरक्तं तच्चित्तं सर्वार्थगोचरम् ।। १५ ।।
'अङ्गे'ति । चिति: पुरुषरूपा चिच्छक्तिरङ्गाङ्गिभावचाराभ्यां परिणाम-परिणामिभावगमनाभ्यामप्रतिसङ्क्रमा अन्येनासङ्कीर्णा । यथा हि गुणाः स्वबुद्धिगमनलक्षणे परिणामेऽङ्गिनमुपसङ्क्रामन्ति = तद्रूपतामिवापद्यन्ते, यथा चा(वा)ऽऽलोकपरमाणवः प्रसरन्तो विषयं व्याप्नुवन्ति, नैवं चितिशक्तिः, तस्याः सर्वदैकरूपतया स्वप्रतिष्ठितत्वेन व्यवस्थितत्वादित्यर्थः । चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसङ्करश्चेति.
વિવેચનઃ “આ રૂપસ્મૃતિ છે” આ રસસ્મૃતિ છે” એવું જાણી શકાતું ન હોવાથી રૂપસ્મૃતિ રસસ્મૃતિ બની જાય કે રસવિષયકસ્મૃતિ રૂપવિષયકસ્મૃતિ બની જાય એવું પણ બને.. આ સ્મૃતિમાંર્થ દોષ છે. (બાકીની વાતો-બુદ્ધિની પ્રાહિકા અનંત બુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તથા સ્મૃતિનો વિષય જાણી ન શકાય એ.. આ બે વાતો કઈ રીતે ઘટાવવી એ મને સ્પષ્ટ થયું નથી.) યોગસૂત્રનો અર્થ આ છે-વટાદિઅર્થનું જ્ઞાન અને એ જ્ઞાનાત્મકચિત્તનું જ્ઞાન.. આ બંનેનું એક સાથે અવધારણ થઈ શકતું નથી. જો ચિત્તને ચિત્તાન્તરગ્રાહ્ય માનવામાં આવે તો બુદ્ધિની ગ્રાહક બુદ્ધિઓનો અતિપ્રસંગદોષ-અનવસ્થાદોષ થાય તથા સ્મૃતિમાંર્યદોષ થાય. / ૧૧-૧૪ | જો આ રીતે ચિત્ત સ્વગ્રાહ્ય નથી અને ચિત્તાન્તરગ્રાહ્ય પણ નથી, તો વિષયનો વ્યવહાર શી રીતે થશે ? એવા પ્રશ્નનો જવાબ કહે છે -
ગાથાર્થ : અંગાંગભાવ અને ગમન દ્વારા ચિતિશક્તિ અપ્રતિસંક્રમા છે. તેથી દ્રષ્ટા અને દૃશ્યથી ઉપરક્ત ચિત્ત સર્વઅર્થવિષયક હોય છે.
ટીકાર્થ : ચિતિ એટલે પુરુષરૂપ ચિતુશક્તિ. અંગગીભાવ એટલે પરિણામ-પરિણામી ભાવ. એ ભાવ તથા ગમન આ બન્ને દ્વારા ચિતિશક્તિ અપ્રતિસંક્રમા હોય છે=અન્યથી સંકીર્ણ બનતી નથી. જેમ ગુણો (સ્વબુદ્ધિગમનરૂપે) અંગ-અંગીભાવરૂપ પરિણામ થયે અંગીમાં ઉપસંક્રાન્ત થાય છે, અર્થાત્ જાણે કે તદ્રુપ બની
9. તદ્રુપતાની જેમ-અંગિરૂપતાની જેમ પામે છે. (શબ્દશઃ વિવેચનકારનો) આ અર્થ ખોટો છે, કારણકે એમાં શું પામે છે ? એ તો ભગવાનું જાણે .. વસ્તુતઃ અહીં સુવ “જેમ' અર્થમાં નથી પણ “જાણે કે અર્થમાં છે. એટલે કે, “જાણે કે તદ્રુપતાને=અંગીરૂપતાને પામે છે' એવો અહીં અર્થ છે.
અર્થાત્ ઘટ પરિણામી છે અને પરિણામી એવો ઘટ શ્યામરૂપમાંથી રક્તરૂપે પરિણમન પામે છે, તે વખતે અંગી એવા ઘટરૂપતાની જેમ તે રક્તરૂપ પ્રાપ્ત થાય છે અર્થાત્ પૂર્વમાં અંગી એવા ઘટરૂપતાસ્વરૂપ જે શ્યામરૂપ હતું તે હવે ઘટરૂપતાની જેમ રક્તસ્વરૂપ પ્રાપ્ત થાય છે.. ધન્ય છે પંડિતના મહાપંડિતાઈ ભરેલા આવા વાક્ય પ્રયોગને.. આમાં અંગી એવા ઘટરૂપતાની જેમ. અંગી એવા ઘટરૂપતાસ્વરૂપ જે શ્યામરૂપ .. આવા બધા અંશોનો અર્થ કરવામાં મા સરસ્વતી પણ ગોથાં ખાઈ જાય એવું નથી લાગતું ?