________________
३२४
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १४ 'अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधात्, तन्निष्पाद्यफलद्वयस्यासंवेदनाच्च बहिर्मुखतयैवार्थनिष्ठत्वेन चित्तस्य संवेदनादर्थनिष्ठमेव तत्फलं न स्वनिष्ठमि' ति (यो.सू.४/१९ रा.मा.) राजमार्तंडः ।।
तथापि चित्तान्तरदृश्यं चित्तमस्त्वित्यत आह-तदन्यदृश्यतायां च=चित्तान्तरदृश्यतायां च चित्तस्याभ्युपगम्यमानायामनवस्था-स्मृतिसङ्करौ स्याताम् । तथाहि-यदि बुद्धिर्बुद्धयन्तरेण वेद्येत तदा साऽपि बुद्धिः स्वयमबुद्धा बुद्ध्यन्तरं प्रकाशयितुमसमर्थेति तस्या ग्राहकं बुद्ध्यन्तरं कल्पनीयं, तस्याप्यन्यदित्यनवस्थानात् पुरुषायुषः सहस्रेणार्थप्रतीतिर्न स्यात् । न हि प्रतीतावप्रतीतायामर्थः प्रतीतो भवति । ___ तथा स्मृतिसङ्करोऽपि स्यात्, एकस्मिन् रूपे रसे वा समुत्पन्नायां बुद्धौ तद्ग्राहिकाणामनन्तानां बुद्धीनामुत्पत्तेः तज्जनितसंस्कारैर्युगपद् बह्वीषु स्मृतिषूत्पन्नासु ‘कस्मिन्नर्थे स्मृतिरियमुत्पन्ना ?' इति
ચિત્ત ચિત્તાન્તરગ્રાહ્ય હોય તો અનવસ્થા અને સ્મૃતિમાં કર્ય એમ બે દોષ આવે છે. તે આ રીતે જો બુદ્ધિનું સંવેદન અન્ય બુદ્ધિથી થાય તો એ અન્ય બુદ્ધિ પણ સ્વયં જણાયેલી ન હોવાથી બુદ્ધયન્તરને (=મૂળ બુદ્ધિને) પ્રકાશિત કરવામાં અસમર્થ રહેશે. એટલે એ અન્યબુદ્ધિની ગ્રાહક તરીકે વળી કોઈ અન્ય બુદ્ધિ માનવી પડશે. વળી એની ગ્રાહક તરીકે ઓર કોઈ અન્ય બુદ્ધિ... આમ અનવસ્થા ચાલશે.. અને તો પછી માનવીના હજારો આયુષ્ય પસાર થવા છતાં અર્થબોધ નહીં થાય, કારણ કે ગ્રાહક બુદ્ધિનું ગ્રહણ ન થાય તો અર્થની પ્રતીતિ પણ થતી નથી.
વિવેચન : ચિત્તને ચિત્તાન્તરગ્રાહ્ય માનવામાં આવતા બે દોષમાંથી પ્રથમ અનવસ્થા દોષ આ રીતે આવે છે-ગ્રાહક ચિત્ત (બુદ્ધિ) જ્યાં સુધી ગૃહીત ન થાય ત્યાં સુધી એ સ્વવિષયની પણ પ્રતીતિ કરાવી શકતું નથી. એટલે ઘટાદિઅર્થનું ગ્રાહક ચિત્ત ખુદ ગૃહીત ન થાય ત્યાં સુધી ઘટાદિઅર્થની પણ પ્રતીતિ થઈ શકતી નથી. વળી ઘટાદિગ્રાહક આ ચિત્ત સ્વપ્રકાશ્ય તો નથી એ ઉપર આવી ગયું. એટલે એનું ગ્રહણ જો બીજા કોઈ ચિત્તથી કરવાનું હોય તો એ બીજા ચિત્તનું ગ્રહણ પણ જરૂરી તો બનશે જ, કારણ કે એ વિના એ ઘટાદિગ્રાહક પ્રથમચિત્તની પ્રતીતિ નહીં કરાવી શકે. તેથી, આ બીજા ચિત્તને ગ્રહણ કરતું વળી કોઈ ત્રીજું ચિત્ત જોઈશે. વળી એ પણ અગૃહીત રહીને તો બીજા ચિત્તનું ગ્રહણ કરી શકતું ન હોવાથી એના ગ્રાહક તરીકે કોઈ ચોથું ચિત્ત જોઈશે. વળી ચોથા માટે પાંચમું, પાંચમા માટે છઠું, આમ નવા-નવા ચિત્તની કલ્પના કરવાનો પાર જ નહીં આવે. અને એ પાર ન આવવાથી ઉત્તરોત્તર ચિત્ત ગૃહીત નહીં થવાના કારણે પૂર્વ-પૂર્વનું ચિત્ત પણ ગૃહીત નહીં થવાથી છેવટે અર્થ પણ ગૃહીત થઈ શકશે નહીં જ, ભલે ને માનવીના હજારો આયુષ્ય પસાર થઈ જાય. (નવી-નવી કલ્પનાનો અંત ન આવવાથી પૂર્વ-પૂર્વનો નિશ્ચય પણ અટકવો.. આ અનવસ્થા દોષ છે.) માટે ચિત્તને ચિત્તાન્તરગ્રાહ્ય માની શકાતું નથી.
ટીકાર્થ : તથા સ્મૃતિમાંર્થ પણ થશે. કારણ કે એક રૂપ કે રસ અંગે બુદ્ધિ ઉત્પન્ન થયે છતે તે બુદ્ધિની ગ્રાહિકા અનન્ત બુદ્ધિઓ ઉત્પન્ન થાય છે. એટલે તે અનંતબુદ્ધિઓથી અનંત સંસ્કાર ઉત્પન્ન થાય છે. ઉલ્બોધક મળવા પર આ બધા સંસ્કારો એક સાથે જાગ્રત થઈને અનંત સ્મૃતિઓને ઉત્પન્ન કરે છે. એટલે આ સ્મૃતિ કયા વિષયઅંગે ઉત્પન્ન થઈ છે એ જાણી શકાતું નથી. યોગસૂત્ર (૪-૨૦/૨૧)માં કહ્યું છે-સમયે રોયડન વધારાનું |
. તેને ગ્રહણ કરનારી તે રૂપ કે રસને ગ્રહણ કરનારી... અહીં અર્થ તે રૂપ કે રસ વિષયક બુદ્ધિને ગ્રહણ કરનારી એવો જોઈએ.