________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३२३ स्वाभासं खलु नो चित्तं दृश्यत्वेन घटादिवत् । तदन्यदृश्यतायां चानवस्था-स्मृतिसङ्करौ ।। १४ ।।
स्वाभासमिति । चित्तं खलु नो नैव स्वाभासं स्वप्रकाश्यं, किन्तु द्रष्टुवेद्यं, दृश्यत्वेन = दृग्विषयत्वेन घटादिवत्, यद्यद् दृश्यं तत्तद् द्रष्टुवेद्यमिति व्याप्तेः । तदिदमुक्तं-“न तत्स्वाभासं दृश्यत्वात् (यो.सू.४-१९)” । થઈ શકે છે, પછી ચિત્તના ગ્રહીતા=જ્ઞાતા તરીકે અન્ય એવા પુરુષને માનવાની શી જરૂર છે ? આવા પ્રશ્નના જવાબમાં પાતંજલવિદ્વાનો કહે છે
ગાથાર્થઃ ચિત્ત સ્વાભાસસ્વપ્રકાશ્ય હોતું નથી, કારણ કે દશ્ય છે, જેમકે ઘટાદિ. જો એને અન્યચિત્તથી દશ્ય માનવામાં આવે તો અનવસ્થા અને સ્મૃતિમાં કર્ય દોષ આવશે.
ટીકાર્થ ખરેખર ચિત્ત સ્વાભાસ=સ્વપ્રકાશ્ય નથી જ, કિન્તુ દ્રષ્ટાથી પ્રકાશ્ય છે, કારણ કે ઘટાદિની જેમ દશ્ય છે. તે પણ એટલા માટે કે જે જે દશ્ય હોય તે તે દ્રષ્ટાથી વેદ્ય હોય છે એવી વ્યાપ્તિ છે.
યોગસૂત્ર (૪-૧૯)માં કહ્યું છે- તત્ત્વમાં દૃશ્યત્વ. આની "રાજમાર્તડ ટીકામાં કહ્યું છે કે-(૧) અન્તર્મુખ-બહિર્મુખ.. આવા બે વ્યાપારો વિરુદ્ધ હોવાથી, તથા (૨) તેવા બે વ્યાપારના બે ફળનું સંવેદન થતું ન હોવાથી વળી (૩) બહિર્મુખરૂપે અર્થનિષ્ઠ તરીકે જ ચિત્ત સંવેદાતું હોવાથી.. (આ ત્રણ કારણે) તેનું ફળ અર્થનિષ્ઠ જ માનવું પડે છે, નહીં કે સ્વનિષ્ઠ.
' વિવેચન : પાતંજલમતે પુરુષને ચિત્તવૃત્તિઓના જ્ઞાતા તરીકે સ્વીકાર્યો છે. આ સિવાય તો પુષ્કરપલાશવત્ નિર્લેપ એવા તેના કત્વ-ભોક્નત્વ વગેરે તો કોઈ ગુણ વાસ્તવિક માનવાના નથી. એટલે ચિત્તવૃત્તિઓના જ્ઞાતા તરીકે પણ ચિત્તને જ માની લેવામાં આવે તો પુરુષને માનવાની જરૂર ન રહેવાથી ઘણું લાઘવ થાય એવો પ્રશ્નકારનો આશય છે. એના જવાબમાં પાતંજલવિદ્વાનો કહે છે-ચિત્ત સ્વપ્રકાશ્ય નથી, કારણ કે દૃશ્ય છે. જેમકે, ઘટ. આમાં વ્યાપ્તિ આવી છે-જે જે દૃશ્ય હોય તે દ્રષ્ટાથી વેદ્ય હોય છે.
(૧) અન્તર્મુખવ્યાપાર એટલે અંદરના જ્ઞાનાદિને વિષય બનાવતો વ્યાપાર.. બહિર્મુખ વ્યાપાર એટલે બહારના ઘટાદિઅર્થોને વિષય બનાવતો વ્યાપાર... આ બંને પરસ્પર વિરુદ્ધ છે એ સ્પષ્ટ જ છે. વળી આ બન્નેનું ફળ છે ક્રમશઃ સ્વપ્રકાશ અને પરપ્રકાશ.. પણ આ બંને ફળ ઉત્પન્ન થતા હોય એવો અનુભવ થતો નથી. એટલે કે બેમાંથી એક વ્યાપાર જ માની શકાય અને એક જ વ્યાપાર માનવાનો હોય, તો તો બહિર્મુખવ્યાપાર જ માનવો પડે છે, કારણ કે બહિર્મુખરૂપે ચિત્ત ઘટાદિ અર્થનિષ્ઠ હોવું સંવેદાય છે. તે પણ એટલા માટે કે સંવેદન
યં ઘટ ઘટમર્દ નાનમ વગેરે રૂપે થાય છે. આમ એનું ફળ બાહ્યાર્થનિષ્ઠ હોવાથી સ્વનિષ્ઠ હોતું નથી. એટલે કે બાહ્યાર્થ ચિત્તપ્રકાશ્ય છે, પણ ચિત્ત સ્વયં સ્વપ્રકાશ્ય નથી.
ટીકાર્થ: “છતાં ચિત્તને અન્ય ચિત્તથી પ્રકાશ્ય માનો ને' આવા પ્રશ્નના ઉત્તરમાં પાતંજલવિદ્વાનો કહે છે?
કિનારે તારી મારા ઘરે
7. ૧૪મી ગાથાના અન્વયાર્થમાં, કેમ ચિત્ત પ્રકાશક નથી ? તેમાં પતંજલિઋષિ યુક્તિ બતાવે છે-(શબ્દશઃ વિવેચનકારે) આવી અવતરણિકા કરીને તદ્રુશ્યતા... વગેરે અધિકારનો અર્થ જણાવ્યો છે. પણ એ અધિકાર તો ચિત્ત કેમ ચિત્તાન્તરદશ્ય નથી ? એમાં યુક્તિ બતાવનાર છે. શ્લોકાર્યમાં પણ આ જ ભૂલ રીપીટ કરી છે.