________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३०७ आसां क्रमेण लक्षणमाह - मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिभ्रमः । पुंसश्चैतन्यमित्यादौ विकल्पोऽवस्तुशाब्दधीः ।।४।।
मानमिति । मानं यथार्थ तद्वति तदवगाहि ज्ञानं स्यात् । तदाह-"अविसंवादि ज्ञानं प्रमाणमिति” (रा.मा. ૧/૭) / મોડસ્મિત્તવમાવતિ તન્મતિઃ, વાદ-વિપર્યયો મિથ્યાજ્ઞાનમતકૂપતિષ્ઠમ્ (ચો.ફૂ.9-૮)” | संशयोऽपि 'स्थाणुर्वा पुरुषो वे'त्यतद्रूपप्रतिष्ठत्वादत्रैवान्तर्भवति । पुंसश्चैतन्यमित्यादौ [अवस्तुशाब्दधीः=] अवस्तुविषया शाब्दधीः विकल्प: । अत्र हि 'देवदत्तस्य कम्बलम्' इतिवच्छब्दजनिते ज्ञाने षष्ठ्यर्थो भेदोऽध्यवसीयते, અવસ્થાઓ રાગ-દ્વેષાદિ ક્લેશોથી સંકળાયેલી છે, તે ક્લિષ્ટવૃત્તિઓ છે. એ કર્મબન્ધકારક છે. રાગ-દ્વેષાદિક્લેશોનો નાશ કરતી મુક્તિફલક વૃત્તિઓ અક્લિષ્ટ વૃત્તિઓ છે. તે ચિત્ત અને પુરુષના ભેદને વિષય કરનારી હોય છે. સામાન્યથી અનાદિકાળથી ચિત્તની ક્લિષ્ટ વૃત્તિઓ જ સતત પ્રવર્યા કરે છે. એટલે કે પ્રમાણાદિવૃત્તિથી જ્ઞાત થતો વિષયોમાં રાગાદિક્લેશ અને તગ્નિમિત્તક બંધ જ ચાલ્યા કરે છે. જ્ઞાત તથો વિષય ઇષ્ટ હોય તો રાગ અને અનિષ્ટ હોય તો દ્રષ. આ પ્રવાહ અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. પણ વિવેકખ્યાતિ થયા બાદ આમાં બદલાવ આવે છે. આ પ્રવાહમાં, વચ્ચે વચ્ચે, અભ્યાસ અને વૈરાગ્યના પ્રભાવે, આ રાગ-દ્વેષને રુંધનારી, અક્લિષ્ટ વૃત્તિઓ પરિણમતી રહે છે. આ અક્લિષ્ટ વૃત્તિઓ પોતાના સંસ્કાર ઊભા કરે છે. એટલે કે ઇષ્ટ-અનિષ્ટ વિષય ઉપસ્થિત થવા પર સહજ રીતે પ્રવર્તમાન રાગ-દ્વેષને રુંધવાના સંસ્કાર ઊભા કરે છે. રાગ-દ્વેષથી પર રહેવાના વારંવારના અભ્યાસથી આ સંસ્કાર ગાઢ બનતા જાય છે. ગાઢ બનેલા આ સંસ્કારો, અનાદિકાળથી પ્રવૃત્ત રાગદ્રષજનક ક્લિષ્ટ સંસ્કારોનો નિરોધ કરીને રાગ-દ્વેષમય ક્લિષ્ટ વૃત્તિઓનો પણ નિરોધ કરે છે. એનાથી એ સંસ્કારો વધારે પ્રબળ બને છે કે તેથી વધારે પ્રબળ રીતે ક્લિષ્ટ વૃત્તિઓને ઇંધે છે. એમ ઉત્તરોત્તર આગળ વધતાં એક અવસ્થા એવી આવે છે કે હવે ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ બધી જ રુંધાઈ ગયેલી હોય છે. માત્ર અક્લિષ્ટ વૃત્તિઓ જ અવશિષ્ટ હોય છે. પછી પરવૈરાગ્યદ્વારા એ અક્લિષ્ટ વૃત્તિઓ પણ સ્વયં રુંધાઈ જાય છે. ચિત્તનું અસ્તિત્વ આ ક્લિષ્ટ કે અક્લિષ્ટવૃત્તિઓ રૂપે જ સંભવિત છે. એ બંને જ રુંધાઈ ગઈ એટલે હવે અસ્તિત્વ સંભવિત ન રહેવાથી ચિત્ત વિલીન થઈ જાય છે. ચિત્તનું આ વિલીન થવું એ જ પુરુષનો મોક્ષ છે. તે ૧૧-૩ / પ્રમાણ વગેરે વૃત્તિઓનું ક્રમશઃ લક્ષણ કહે છે –
ગાથાર્થ માન એટલે યથાર્થ જ્ઞાન. અતદ્રુપ પદાર્થને તદ્રુપે જાણવો એ ભ્રમ છે. પુરુષનું ચૈતન્ય' વગેરેમાં અવસ્તુવિષયક શાબ્દબોધ એ વિકલ્પ છે.
ટીકાર્થઃ વિવણિતધર્મથી યુક્ત પદાર્થ (eતદ્વાન) અંગે વિવણિતધર્મને (ત) જણાવતું જ્ઞાન એ યથાર્થજ્ઞાન છે, એ માન=પ્રમાણ છે. યોગસૂત્રની રાજમાર્તડવૃત્તિમાં કહ્યું છે કે અવિસંવાદીજ્ઞાને એ પ્રમાણ છે. વિવક્ષિતધર્મથી રહિત પદાર્થ (=સદભાવવાન) અંગે વિવક્ષિતધર્મને ( તને) જણાવતું જ્ઞાન એ ભ્રમ છે. યોગસૂત્ર (૧-૮) વિપર્વ મિથ્યાજ્ઞાનતિકૂપત્તિનું આ પ્રમાણે જણાવે છે. “આ ઠુંઠું છે કે માણસ” આવો સંશય પણ ‘અકૂપમાં પ્રતિષ્ઠિત હોવાથી ભ્રમમાં જ અન્તભૂત જાણવો. “પુરુષનું ચૈતન્ય' વગેરેમાં જે અવસ્તુવિષયક શાબ્દબોધ થાય છે, તે વિકલ્પ છે. “દેવદત્તની કામળી” વગેરેની જેમ શબ્દજન્ય જ્ઞાનમાં ષષ્ઠી વિભક્તિના અર્થ