________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३१३ पुनः पुनस्तथात्वेन चेतसि निवेशनरूपः । तदाह-“तत्र स्थितौ यत्नोऽभ्यास इति” (यो.सू. १-१३) । स च
વિવેચનઃ બધા જ જીવો અનાદિકાળથી વિષયો પ્રત્યે ગાઢ આસક્તિ-રાગ ધરાવે છે. જે ચિત્તવૃત્તિઓને હંમેશ બહાર ધકેલવાનું કામ કર્યા જ કરે છે. પણ, વિષયોના દારૂણ વિપાકોને ચિંતવવા પર વિષયો પ્રત્યે વૈરાગ્ય પેદા થાય છે. એ થાય તો જ પછી, જીવ ચિત્તવૃત્તિઓને રુંધવાનો પ્રયાસ કરે છે, એ વગર નહીં. માટે ચિત્તવૃત્તિનિરોધમાટે વૈરાગ્ય જરૂરી છે.
આશય એ છે કે નિમિત્ત મળ્યું.. વૃત્તિઓ સળવળી.. હવે બહાર આવવા તોફાન મચાવી રહી છે. છતાં એની સામે ઝુક્યા વગર, સંઘર્ષ કરીને પણ એને રુંધવી એ સહેલી વાત નથી. કારણ કે એ વૃત્તિઓને જીવે જ આનંદપૂર્વક અનંતાનંતવાર બહાર ધસી જવાનો છૂટો દોર આપ્યો હોવાથી એનું જોર ખૂબ-ખૂબ-અતિખૂબ વધેલું છે. વિષયોના દારૂણ વિપાક ચિંતવીને વૈરાગ્ય પ્રગટે તો જ આ વૃત્તિઓને રુંધવાની પ્રામાણિક ઇચ્છા પેદા થાય છે. વળી આ ઇચ્છા જો માયકાંગલી હોય તો તો, વૃત્તિઓ અને ગણકારતી જ નથી, ને ધરાર જીવને તાબે કરીને વિષયપ્રવૃત્તિ કરાવી જ દે છે. એટલે માત્ર માયકાંગલી ઇચ્છા નહીં, દઢ સંકલ્પ જોઈએ છે. એ માટે વૈરાગ્યને પણ વારંવાર ચિંતવીને ખૂબ દઢ કરવો જરૂરી હોય છે. તેથી અભ્યાસ જરૂરી છે. વળી, આ રીતે સંઘર્ષ કરીને ચિત્તવૃત્તિને એકવાર રુંધી. પણ કામ પતી જતું નથી. ફરીથી વિષય મળવા પર ચિત્તવૃત્તિઓ વિષયમાં ધસી જવા ધમપછાડા કરે જ છે. છતાં મક્કમતાપૂર્વક જો એને તાબે ન થતાં રુંધવામાં આવે. વળી ત્રીજીવાર, વળી ચોથી વાર.. આવો સંઘર્ષ સતત ચાલુ રાખવો પડે છે. આ અભ્યાસ છે. એ દીર્ઘકાળ સુધી ચાલુ રાખવો પડે છે. એના બદલે જરાક પણ જો ગફલત થઈ જાય, તો વૃત્તિઓ પાછી જીવ પર ચડી જ બેસે છે, જીવને ફરીથી વિષયપ્રવૃત્તિ કરાવી પોતાનું જોર ફરીથી વધારવા માંડે છે. માટે અભ્યાસ નિરંતર જોઈએ છે. બે ચાર
2. અહીં પ્રશ્ન થાય કે કોઈપણ અભ્યાસ ચિરકાળ સેવન કરી શકાય, પરંતુ નિરંતર એનું સેવન કરવું હોય તો અન્ય સર્વ પ્રવૃત્તિ થઈ શકે નહિ... તેથી આ અભ્યાસ નિરંતર કઈ રીતે થઇ શકે ?તેનું સમાધાન એ છે કે જો સાધક યોગી દિવસમાં સવાર, બપોર અને સંધ્યાએ સતત ચિત્તને વાસિત કરવાનો યત્ન કરે, તો રોષકાળમાં અન્ય પ્રવૃત્તિ થતી હોય ત્યારે પણ શ્રત, શીલ અને સમાધિના ભાવોનો વ્યાઘાત ન થાય તે રીતે તેમની પ્રવૃત્તિ થાય છે.... શબ્દશઃ વિવેચનમાં જણાવેલો આવો બધો ભાવાર્થ ભૂલ ભરેલો છે. મૂળમાં, નિરંતરનો અર્થ “કાળનું બિલકુલ અંતર પડવું ન જોઈએ' આવો કર્યો એટલે આ પ્રશ્ન ઊભો થયો કે-નિરોધનો અભ્યાસ નિરંતર એટલે ચોવીસે કલાક એમાં જ મચી પડવાનું હોય તો નિદ્રા, ગોચરી, પ્રતિક્રમણ વગેરે અન્ય પ્રવૃત્તિઓ કરી જ નહીં શકાય.. ને એ અન્ય પ્રવૃત્તિઓ કરવા જઈએ તો અભ્યાસમાં અંતર પડી જાય... પણ આ રીતના અશક્ય વિધાનો ક્યારેય હોઇ શકે નહીં. વાસ્તવિકતા એ છે કે બહિતિ અને અન્તઃસ્થિતિ... આ બન્ને પ્રકારના નિરોધનો અભ્યાસ નિરંતર કરવાનો છે, એટલે કે જ્યારે જ્યારે નિમિત્ત મળે ત્યારે આ અભ્યાસ કરવાનો છે.. એક વાર વિષય ઉપસ્થિત થયો. બહિતિ કે અન્તઃસ્થિતિ રૂપે ઇન્દ્રિયને એમાં જતી $ધી.. એ પછી બીજીવાર ચાર કલાકે કે ચોવીશ કલાકે. જ્યારે પણ વિષય ઉપસ્થિત થાય. ફરીથી ઇન્દ્રિયને એમાં પ્રવર્તાવી નહીં. એટલે નૈરન્તર્ય જળવાયેલું જ છે. ભલે ને વચ્ચે કાળનું કલાકોનું અંતર પડી ગયું હોય. એ જ રીતે ક્રોધનું નિમિત્ત મળ્યું.. છતાં ચિત્તને ક્રોધમાં પ્રવર્તાવ્યું નહીં.. ફરીથી જ્યારે નિમિત્ત મળે.. ત્યારે ત્યારે ગુસ્સો કરવાનો જ નહીં.. એમાં વચ્ચે એકાદવાર ગુસ્સો કર્યો તો નરન્તર્ય જળવાયેલું ન કહેવાય. પણ એવી ભૂલ (ગુસ્સો) જો ન કરીએ તો વચ્ચે કાળનું અંતર ગમે એટલું પડે, નરન્તર્ય જળવાયેલું જ છે.