________________
३१७
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ प्रवृत्त्यभावलक्षणमुत्पाद्य वैराग्यमुपयुज्यते उपकाराधायकं भवति ।। ९ ।।
निरोधे पुनरभ्यासो जनयन् स्थिरतां दृढाम् ।। परमानन्दनिष्यन्दशान्तश्रोतःप्रदर्शनात् ।। १०।।
'निरोध' इति । निरोधे-चित्तवृत्तिनिरोधेऽभ्यासः पुनर्दृढां=अतिशयितां स्थिरतां अवस्थितिलक्षणां जनयन् परमानन्दनिष्यन्दस्य अतिशयितसुखार्णवनिर्झरभूतस्य शान्तश्रोतसः= शान्तरसप्रवाहस्य प्रदर्शनात् (=परमानन्दनिष्यन्दशान्तश्रोतःप्रदर्शनात्) उपयुज्यत इत्यन्वयः, तत्रैव सुखमग्नस्य मनसोऽन्यत्र गमनायोगात् । इत्थं च चित्तवृत्तिनिरोध इति योगलक्षणं सोपपत्तिकं व्याख्यातम् ।।१०।। अथैतद्दषयन्नाह - અલબત્ વૃત્તિકારોએ વધારાનો “વિવેક' શબ્દ ઉમેરીને ગુણ-પુરુષના વિવેકની ખ્યાતિ એવો અર્થ કર્યો છે ખરો, છતાં અહીં વિવેકખ્યાતિના બદલે વપરાયેલ પુરુષખ્યાતિ શબ્દ, પુરુષનો બોધ'-પુરુષના વાસ્તવિક શુદ્ધસ્વરૂપનો બોધ' એવો અર્થ જરૂર સૂચવી શકે છે. અને આવો અર્થ કરવામાં પોતાનો-ઘરનો “વિવેક' શબ્દ ઘુસાડવાની જરૂર રહેતી નથી. પુરુષના આ શુદ્ધ સ્વરૂપમાં રહેલ ક્ષાયિકગુણો નજર સામે તરવરતા હોય તો ક્ષાયોપથમિક ગુણોનું આકર્ષણ છૂટી ન જાય એ સ્પષ્ટ છે.
“આ ઘટ છે” “આ પટ છે' વગેરે ક્ષાયોપથમિક જ્ઞાન, પૌલિક સુખ, દુઃખ, વિષયવાસના, ક્રોધાદિ કષાયો, હાસ્ય-રતિ વગેરે લાગણીઓ.. આ બધું જ પાતંજલમતે બુદ્ધિના પરિણામો છે. એ જ રીતે અપકૃષ્ટ એવા અપૌદ્ગલિકસુખ-વિષયવૈમુખ્ય-ક્ષમાદિ ભાવો વગેરે પણ પાતંજલમતે ચિત્તની વૃત્તિઓ જ છે. પ્રથમ અપરવૈરાગ્યથી વિષયવૈમુખ્ય (એના ઉપલક્ષણથી કષાયવૈમુખ્ય પણ લેવાનું) દ્વારા ક્લિષ્ટવૃત્તિઓનો નિરોધ થાય છે અને બીજા પરવૈરાગ્યથી ગુણવૈતૃણ્યદ્વારા અક્ષાયિક ક્ષમારિરૂપ અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. આમ બંને વૈરાગ્ય ઉપકારક છે. ૧૧-૯ I (ચિત્તવૃત્તિનિરોધમાં વૈરાગ્ય કઈ રીતે ઉપકારક બને છે એ જણાવ્યું. હવે, અભ્યાસ કઈ રીતે ઉપકારક બને છે ? એ જણાવે છે-).
ગાથાર્થ : વળી અભ્યાસ, પરમાનંદના ઝરણાસ્વરૂપ શાન્તરસના પ્રવાહને દેખાડવા દ્વારા દૃઢ એવી સ્થિરતાને ઉત્પન્ન કરતો થકો ચિત્તવૃત્તિનિરોધમાં ઉપયોગી બને છે.
ટકાર્થ : વળી અભ્યાસ દૃઢ અતિશયિત અવસ્થાનરૂપ સ્થિરતાને ઉત્પન્ન કરતો (ઉત્પન્ન કરવા દ્વારા) નિરોધમાં ચિત્તવૃત્તિનિરોધમાં ઉપયોગી બને છે. (“ઉપયોગી બને છે” એટલો અંશ નવમી ગાથામાંથી લાવીને અન્વય કરવો.) અભ્યાસ, પરમાનંદ નિણંદના=અતિશયિતસુખસાગરના ઝરણાભૂત શાન્તરસના પ્રદર્શન દ્વારા=અનુભવ કરાવવા દ્વારા દઢ સ્થિરતાને ઉત્પન્ન કરે છે. કારણ કે તેમાં જ સુખમગ્ન બની ગયેલું મન અન્યત્ર
ક્યાંય જતું નથી. આ રીતે શ્રીપતંજલિઋષિએ આપેલા ‘ચિત્તવૃત્તિનિરોધ એ યોગ” એવા યોગલક્ષણની સંગતિઓ દર્શાવવાપૂર્વક વ્યાખ્યા થઈ.
વિવેચનઃ અહીં નવમી અને દસમી.. આ બે ગાથાઓ યુગ્મ છે. નવમી ગાથાના પૂર્વાર્ધમાં પરવૈરાગ્યની વાત કરી. એના ઉત્તરાર્ધમાં, ચિત્તવૃત્તિ નિરોધના બે ઉપાયોમાંના એક ઉપાયભૂત વૈરાગ્ય બહિર્વમુખ્ય ઉત્પન્ન કરવા દ્વારા નિરોધમાં ઉપયોગી બને છે એ જણાવ્યું. અને આ દસમી ગાથા દ્વારા એના બીજા ઉપાયભૂત અભ્યાસ દઢસ્થિરતા ઉત્પન્ન કરવા દ્વારા નિરોધમાં ઉપયોગી બને છે એ જણાવ્યું છે.