________________
३१८
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ११ न चैतद्युज्यते किञ्चिदात्मन्यपरिणामिनि । कूटस्थे स्यादसंसारोऽमोक्षो वा तत्र हि ध्रुवम् ।। ११।।
'न चेति । न चैतत् पूर्वोक्तं किञ्चिदपरिणामिन्यात्मनि युज्यते । तत्र-आत्मनि हि कूटस्थे एकान्तैकस्वभावे सति । असंसार: संसाराभाव एव स्यात्, पुष्करपत्रवन्निर्लेपस्य तस्याविचलितस्वभावत्वात् ।
प्रकृतितद्विकारोपहितस्वभावे च तस्मिन् संसारदशायामभ्युपगम्यमाने ध्रुवं=निश्चितममोक्षः =मोक्षाभावो वा स्यात्, मुक्तिदशायां पूर्वस्वभावस्य त्यागे कौटस्थ्यहानिप्रसङ्गात् ।। ११ ।।
આનંદ વસ્તુ કે ક્રિયાથી ઉત્પન્ન થતો નથી, પણ રસથી પેદા થાય છે. ક્રિકેટમાં ભારતીયો પાગલ થઈ જાય છે, અમેરિકનોને કંટાળો આવે છે. તેથી જણાય છે કે જેનો જેમાં રસ તેને તેમાં આનંદ. અને જે વારંવાર
વે એમાં રસ પેદા થાય છે. જીવે અનાદિકાળથી વારંવાર વિષયપ્રવૃત્તિ જ કરી હોવાથી વિષયોમાં - જીવનો અતિગાઢ રસ છે ને તેથી વિષયોમાં જ જીવને આનંદ આવે છે. પણ અપરવૈરાગ્ય જાગ્યા પછી જીવ ચિત્તને વિષયોમાં જતું સંકલ્પ-સંઘર્ષપૂર્વક રુંધે છે. આ રુંધવાથી બહારનું વિષયસુખ તો ગયું. પણ હવે જો અંદર આત્મિકસુખ= ઉપશમભાવનું સુખ સંવેદાય નહીં, તો તો આ વૃત્તિનિરોધની પ્રક્રિયા લાંબુ ટકી શકે નહીં, કારણકે જીવ સુખ વિના રહી શકતો નથી. પણ વૃત્તિઓને બહાર જતી રુંધવાનો વારંવારનો અભ્યાસ, એ રંધવાનો રસ પેદા કરે છે. એ રસ પેદા થવા પર એમાં આનંદનો અનુભવ શરુ થાય છે. આમાં વિષયો તો છે જ નહીં. એટલે વિષયોનો પૌદ્ગલિક આનંદ નથી. વળી ઇન્દ્રિયોના તોફાન નથી. એટલે આ આત્માનો પરમશાન્તરસનો આનંદ છે, એ ઉત્તરોત્તર ક્ષીણ થતો નહીં, પણ વધતો જતો આનંદ છે. અપૂર્વ આનંદ છે. અતિશયિત સુખસાગર સાથે આત્માનું જોડાણ કરનાર આનંદ છે. માટે એ પરમાનંદ છે. આમ અભ્યાસ, શાન્તરસના પરમાનંદનો અનુભવ કરાવીને ચિત્તને નિરોધમાં અતિ દઢ રીતે સ્થિર કરે છે.
આમ પાતંજલ યોગમતને માન્ય યુક્તિઓ સંગતિઓ દર્શાવવાપૂર્વક ‘ચિત્તવૃત્તિનિરોધ એ યોગ'એવા યોગલક્ષણની વ્યાખ્યા કરી. તે ૧૦ // હવે ગ્રન્થકાર એને દૂષિત ઠેરવતા કહે છે
ગાથાર્થ ? જો આત્માને અપરિણામી માનવામાં આવે તો આમાંનું કાંઈપણ સંગત ઠરતું નથી. કારણકે તે આત્મા ફૂટસ્થ નિત્ય હોતે છતે ચોક્કસ એનો અસંસાર થાય અથવા અમોક્ષ થાય.
ટીકાર્થ: આત્મા અપરિણામી હોય તો પૂર્વોક્ત કાંઈ યોગ્ય ઠરતું નથી. કારણકે તે= આત્મા ફૂટસ્થએકાન્ત એક જ સ્વભાવવાળો હોતે છતે સંસારનો અભાવ થાય, કારણકે પુષ્કરપલાશવત્ નિર્લેપ એવો તે અવિચલિત સ્વભાવવાળો છે. એટલે તે આત્મા સંસારદશામાં પ્રકૃતિ અને તેના વિકારોથી ઉપહિત સ્વભાવવાળો હોય છે એવું માનવામાં આવે તો ચોક્કસ એનો મોક્ષાભાવ થાય, કારણ કે મોક્ષઅવસ્થામાં જો પૂર્વ સ્વભાવનો ત્યાગ માનવામાં આવે તો તો કૌટથ્યની હાનિ થઈ જાય.
વિવેચનઃ આત્માને એકાન્ત અપરિણામી માનવો એટલે એમાં કોઈ જ નવો પરિણામ થતો નથી=રૂપાંતરણ થતું નથી. જેવો છે એવો ને એવો સ્થિર એક સ્વભાવવાળો છે. એ સ્વભાવ ક્યારેય બદલાતો નથી એવો માનવો. આને જ કૂટનિત્ય કહે છે. આમાં ફૂટ એટલે લુહારની લુહારશાળામાં રહેલી એરણ.. લોખંડ બદલાય છે, હથોડા બદલાય છે, અરે પેઢી બદલાય એમ લુહાર પણ બદલાય છે, પણ એરણ એવી ને એવી
o
,