________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३१९
प्रकृतेरपि चैकत्वे मुक्ति: सर्वस्य नैव वा ।
जडायाश्च पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् ।। १२ ।।
प्रकृतेरिति । प्रकृतेरपि चैकत्वेऽभ्युपगम्यमाने सर्वस्य मुक्तिः स्यात्, नैव वा कस्यचित् स्यात् । एकं प्रति विलीनोपधानायास्तस्याः सर्वान्प्रति तथात्वात् एकं प्रत्यतादृश्याश्च सर्वान् प्रत्यतथात्वात् । अन्यथा स्वभावभेदे प्रकृतिभेदप्रसङ्गात् ।
किञ्चात्मनोऽव्याप्रियमाणस्य भोगसम्पादनार्थमेव प्रकृतिः प्रवर्तत इति भवतामभ्युपगमः । तदुक्तं“द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः (यो.सू.२-२०) । तदर्थ एव दृश्यस्यात्मेति” (यो.सू.२-२१) । जडायाश्च तस्याः पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् । “पुरुषार्थो मया कर्तव्य" इत्येवंविधाध्यवसायो हि पुरुषार्थकर्तव्यता, तत्स्वभावे च प्रकृतेर्जडत्वव्याघात इति ।। १२ ।।
રહે છે. આમ ફૂટની જેમ જે હંમેશા બદલાયા વિના રહે તે ફૂટસ્થ નિત્ય.
પાતંજલમતે આત્મા પુષ્કરપલાશવત્ નિર્લેપ છે. સંસાર અવસ્થા દરમ્યાન પણ જો એ આવો જ નિર્લેપ હોય... તો એ વખતે પણ એ મુક્ત જ શા માટે ન કહેવાય ? કારણકે નિર્લેપતા તો મુક્તાત્મામાં માનવી ઉચિત છે. નિર્લેપતા હોવા છતાં જો એને સંસારી માનવાનો હોય તો એને મોક્ષમાં પણ સંસારી જ માનવાનો રહેશે, કારણ કે આત્મામાં તો કોઈ જ ફેરફાર થયો નથી. અને તો પછી મોક્ષનો અભાવ થઈ જશે...
શંકા : સક્રિય એવી પ્રકૃતિનું સંનિધાન હોવું-પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિના સંનિધાનથી પુરુષોપરાગ થવો એ પુરુષનો સંસા૨પર્યાય છે. અને એ ખસી જવો એ મોક્ષપર્યાય છે. આશય એ છે કે સ્ફટિકના સ્વરૂપમાં કોઈ જ ફેરફાર ન હોવા છતાં લાલ વસ્ત્રના સંનિધાનથી એ લાલ જણાય છે અને એ કપડું હટી જવા પર લાલ જણાતો નથી. એમ બુદ્ધિના સંનિધાનના કારણે પુરુષ વિવિધવૃત્તિઓવાળો ભાસવો એ જ એની સંસા૨અવસ્થા, અને બુદ્ધિના ખસી જવા ૫૨ એ સ્વસ્વરૂપમાં ભાસવો એ જ એની મોક્ષાવસ્થા. પછી સંસાર કે મોક્ષનો અભાવ થવાનો પ્રશ્ન જ ક્યાં છે ?
સમાધાન : સંસારદશામાં પ્રકૃતિ કે તેના વિકારથી ઉપહિત હોવાનો જે સ્વભાવ માનો છો એને પુરુષ મોક્ષદશામાં છોડે છે કે નહીં ? જો છોડી દેશે તો એનામાં જે કૂટસ્થનિત્યત્વ માન્યું છે તે ઊડી જશે. અને જો નથી છોડતો, તો મોક્ષનો અભાવ થવો સ્પષ્ટ છે જ. ॥ ૧૧-૧૧ || (પાતંજલમાન્યતામાં અન્યદોષ પણ દર્શાવે છે-)
ગાથાર્થ : પ્રકૃતિ જો એક જ હોય તો કાં તો બધા જીવોની મુક્તિ થઈ જાય, કાં તો કોઈની નહીં થાય. વળી જડ એવી પ્રકૃતિનું પુરુષના પ્રયોજનનું કર્તવ્યત્વ માનવું યુક્તિ અસંગત છે.
ટીકાર્થ : 'પ્રકૃતિને એક માનવામાં આવે તો બધા જીવોની મુક્તિ થઈ જાય અથવા કોઈની નહીં થાય, કારણ કે એક જીવ પ્રત્યે જ જો એનું ઉપધાન વિલીન થઇ ગયું છે તો સર્વજીવો પ્રત્યે તેવું થઈ જ ગયું હોય... અને જો એક જીવ પ્રત્યે એ તેવું ન થયું હોય તો બધા જ પ્રત્યે થયું ન હોય. અન્યથા સ્વભાવભેદ માનવામાં પ્રકૃતિનો ભેદ થઈ જશે.
વળી, આત્મા તો કશો વ્યાપાર કરતો નથી. એટલે એને ભોગનો અનુભવ કરાવવા માટે પ્રકૃતિ પ્રવૃત્ત