________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३१५ येति । दृष्टः इहैवोपलभ्यमानः शब्दादिः । आनुश्रविकश्चार्थः देवलोकादिः, अनुश्रूयते गुरुमुखादित्यनुश्रवः = वेदः, ततः प्रतीयमान आनुश्रविक इति व्युत्पत्तेः । तयोः (=दृष्टानुश्रविकार्थयोः) परिणामविरसत्वदर्शनात् वितृष्णस्य विगतगर्द्धस्य या वशीकारसंज्ञा="ममैवैते वश्या नाहमेतेषां वश्यः" इत्येवं विमर्शात्मिका (स्यात्) तदपरं वक्ष्यमाणपरवैराग्यात्पाश्चात्यं वैराग्यं स्यादनधीनता=फलतः पराधीनताऽभावरूपम् । तदाह"दृष्टानुश्रविकविषयवितृष्ण्यस्य वशीकारसंज्ञा वैराग्यमिति” (यो.सू.१-१५) ।। ८ ।।
तत्परं जातपुंख्यातेर्गुणवैतृष्ण्यसंज्ञकम् ।
बहिर्वैमुख्यमुत्पाद्य वैराग्यमुपयुज्यते ।। ९ ।। __ तदिति । जातपुंख्याते. उत्पन्नगुणपुरुषविवेकख्यातेः । गुणवैतृष्ण्यसंज्ञकं-गुणेष्वपि तृष्णाऽभावलक्षणं यथार्थाभिधानं परं प्रकृष्टं तत् वैराग्यम् । तदाह-“तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यमिति (यो.सू.१-१६)” ।
ગાથાર્થ : વૈરાગ્ય એટલે અનધીનતા.. વિષયાદિને આધીન ન રહેવું તે. દૃષ્ટ અને આનુશ્રવિક વિષયમાં તૃષ્ણારહિત બનેલા જીવને વશીકારનામનો અપરવૈરાગ્ય હોય છે.
ટકાર્થ: દષ્ટ=અહીં જ પ્રાપ્ત થતા શબ્દાદિ વિષયો. આનુશ્રવિક અર્થ એટલે દેવલોકવગેરે પારલૌકિક વિષયો. ગુરુમુખથી જેનું અનુશ્રવણ થાય તે અનુશ્રવત્રવેદ. વેદદ્વારા જણાતો પદાર્થ એ આનુશ્રવિક. આવી આનુગ્રવિક શબ્દની વ્યુત્પત્તિ હોવાથી એનો અર્થ દેવલોકાદિ થાય છે. આ બંનેમાં પરિણામે વિરસતા દારૂણતા જોવાથી વિતૃષ્ણ=ગૃદ્ધિરહિત બનેલા જીવને જે વશીકારસંજ્ઞા થાય છે-એટલે કે જે “આ વિષયો જ મને આધીન છે, હું એમને આધીન નથી" આવો વિચાર આવે છે તે, આગળ કહેવાનાર પર વૈરાગ્યની અપેક્ષાએ અપર એવો અપર વૈરાગ્ય છે. આ ફળતઃ પરાધીનતાના અભાવરૂપ હોવાથી અનધીનતા છે. યોગસૂત્ર (૧-૧૫)માં કહ્યું छे-दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यमिति.
વિવેચનઃ (૧) એટલે કે જે રીતે આત્મહિત થાય એ રીતે તે તે વિષયનો ઉપયોગ હું કરી લઉં. પણ વિષયો મને ગુલામ બનાવીને જેમ તેમ નચાવી શકે નહીં.
(૨) અલબતું હજુ આચરણમાં કંઈક વિષયપ્રવૃત્તિ છે ને તેથી સ્વરૂપતઃ અનધીનતા નથી. પણ એ વિષયપ્રવૃત્તિ એવી છે કે જે જીવના વિષયાકર્ષણને ફટકો મારવા દ્વારા ક્રમશઃ ખતમ કરે છે. ને તેથી જીવની વિષયાધીનતા દૂર થવાથી અનધીનતાવૈરાગ્ય પેદા થાય છે. ૧૧-૮ (અપરવૈરાગ્યને જણાવી હવે પર વૈરાગ્યને જણાવે છે-).
ગાથાર્થ : જેને પંખ્યાતિ થઈ ગઈ છે, તેવા પુરુષને ગુણવૈતૃશ્યનામનો પર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્ય બહિર્વિમુખતા પેદા કરીને નિરોધમાં ઉપયોગી બને છે. : ટીકાર્થ : જાતપંખ્યાતિ એટલે જેને ગુણ=પ્રકૃતિ અને પુરુષના વિવેકનો=ભેદનો બોધ થઈ ગયો છે એવો પુરુષ. એવા પુરુષને ગુણો અંગે પણ વૈતૃશ્ય-તૃષ્ણા ન હોવારૂપ યથાર્થ નામવાળો પર પ્રકૃષ્ટ તે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. યોગસૂત્ર (૧-૧૯)માં કહ્યું છે-તત્પરં પુરુષવ્યાખવૈતૃતિ . પહેલો અપરવૈરાગ્ય વિષયો અંગે હતો, બીજો પરવૈરાગ્ય ગુણો અંગે છે. બંને વચ્ચેનો આ ભેદ જાણવો. આ વૈરાગ્ય બાહ્ય વિષયમાં દોષદર્શન