________________
રૂ99
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
तथेति । तथाऽनुभूतविषयस्य प्रमाण-विपर्यय-विकल्प-निद्राऽनुभूतार्थस्यासम्प्रमोषः =संस्कारद्वारेण बुद्धावुपारोहः (=तथाऽनुभूतविषयासम्प्रमोषः) स्मृतिः स्मृता । तदाह-"अनुभूतविषयासम्प्रमोषः स्मृतिरिति” (यो.सू.१-११) । आसां=उक्तानां पञ्चानामपि वृत्तीनां हेतौ स्वकारणे शक्त्या= शक्तिरूपतयाऽन्तः =बाह्याऽभिनिवेशनिवृत्त्यान्तर्मुखतया स्थिति:= अवस्थानं बहिर्हतिः प्रकाश-प्रवृत्ति-नियमरूपविघातः । एतदुभयं નિરોધ વધ્યતે Tદ્દ .
ગાથાર્થ : તથા, અનુભૂતવિષયનો અસ...મોષ એ સ્મૃતિ કહેવાયેલી છે. આ વૃત્તિઓનું સ્વકારણમાં શક્તિરૂપે રહેવું અને બહારમાં ન જવું. આ બંને નિરોધ છે.
ટીકાર્થ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ અને નિદ્રા. આ ચાર વૃત્તિઓ વડે અનુભૂત વિષયનો અસંપ્રમોષ સંસ્કાર દ્વારા બુદ્ધિમાં ઉપસ્થિતિ એ સ્મૃતિ છે. યોગસૂત્ર (૧-૧૧) માં કહ્યું છે-અનુમૂતવિષયાસ...મોષઃ સ્મૃતિરિતિ | આ પાંચેય વૃત્તિઓ બાહ્યઅભિનિવેશ છોડીને અન્તર્મુખ બનીને પોતાના કારણમાં શક્તિરૂપે અવસ્થાન કરે એ તથા બહિતિ=પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમરૂપ બહિર્મુખતાનો વિઘાત કરે એ.. આ બંને નિરોધ કહેવાય છે.
વિવેચનઃ (૧) ચિત્તવૃત્તિનિરોધ એ યોગ છે. આમાં પહેલાં ચિત્તનું અને પછી પાંચ પ્રકારની ચિત્તવૃત્તિઓનું નિરૂપણ થઈ ગયું. એટલે હવે એ વૃત્તિઓના નિરોધનું નિરૂપણ ઉત્તરાર્ધથી ચાલુ થાય છે. આ નિરોધ બે પ્રકારે છે-અન્તઃસ્થિતિ અને બહિતિ.
(૨) બહાર દોડી જવાનું ગાઢ વળગણ એ બાહ્યઅભિનિવેશ છે. આ વળગણને છોડીને પોતાના કારણભૂત ચિત્તમાં અંતઃકરણમાં શક્તિરૂપે=યોગ્યતારૂપે અન્તર્મુખ થઈને વૃત્તિઓ રહે તે અન્તઃસ્થિતિનામે નિરોધ છે. તથા વૃત્તિઓની પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમરૂપ બહિર્મુખતાનો વિઘાત કરવો એ બહિતિનામે નિરોધ
શંકા: બહિર્મુખતાને રુંધવામાં આવે એટલે અન્તર્મુખતા જ થઈ જાય ને ! તો પછી નિરોધના બે પ્રકાર ક્યાં રહ્યા ? બહિતિ કરો એટલે અન્તઃસ્થિતિ આવી જ જાય ને.
સમાધાન : ના, આ બન્ને નિરોધ સ્વતંત્ર જ છે. એ સમજવા માટે પહેલાં બહિતિ નામના નિરોધને સમજીએ. ચિત્તે અનંતભૂતકાળમાં અનંતી વાર બહાર ધસી જઈને, કોણ આવ્યું ? કોણ ગયું? કોણ શું કરે છે? કઈ વસ્તુ છે? કેવી છે ? ક્યાં છે? વગેરે વગેરે કુતૂહલને પોષ્યા છે. એના કારણે, નવું નવું જાણવા માટે બહાર ધસી જવાના ગાઢ-અતિ અતિ ગાઢ સંસ્કાર પડેલા છે. આ સાત્ત્વિકવૃત્તિની બહિર્મુખતા છે. આને પ્રકાશ કહે છે. એટલે જ્યારે જ્યારે એવો અવસર ઉપસ્થિત થાય કે તરત ચિત્ત તે તે ઇન્દ્રિયરૂપી નાલિકા દ્વારા તે તે વિષયતરફ ધસી જવા લાલાયિત થઈ જ જાય છે ને કોઈ પ્રતિબંધક ન હોય તો એ બહાર ધસી જઈ તે તે વિષયાકારને ધારણ કરી લે છે, જાણકારી મેળવી લે છે ને તે તે કુતૂહલને પોષી જ લે છે. ચિત્તવૃત્તિ આ રીતે બહાર ધસી જવા માટે લાલાયિત થઈ ગઈ હોવા છતાં, એ વૃત્તિઓ સાથે સંઘર્ષ કરીને પણ, મક્કમ બનીને એને બહાર જતી રોકવી એ આ વૃત્તિનો નિરોધ છે.
એમ અનાદિકાળથી દેહાધ્યાસ–દેહની મમતા વળગેલી છે. તથા ઇન્દ્રિયોની પરવશતા પોષાયેલી છે. એટલે દેહ-ઇન્દ્રિયને અનુકૂળ વિષયો ઉપસ્થિત થવા પર એ તરફ ધસી જવું ઇન્દ્રિયોને તેમાં પ્રવૃત્ત કરવી, આવું પણ અનાદિકાલીન વળગણ ચિત્તને વળગેલું છે. આ રાજસવૃત્તિની બહિર્મુખતા છે. એને પ્રવૃત્તિ કહે છે.