________________
३१०
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ६ तथाऽनुभूतविषयासम्प्रमोषः स्मृतिः स्मृता । आसां निरोधः शक्त्याऽन्तःस्थितिर्हेतौ बहिर्हतिः ।।६।।
સમાધાન ઘટાદિ બાહ્યવિષય ભલે નથી. આ સુખ વગેરે જ એના વિષય છે ને ! પાતંજલમતની માન્યતા એ છે કે નિદ્રાવૃત્તિ સુખ, દુઃખ અને મોહ વિષયક હોવી સંભવે છે. આમ તો તમોગુણના અતિપ્રાબલ્યથી નિદ્રા આવે છે. તેમ છતાં જો એમાં સત્ત્વ ગુણની કંઈક પણ છાયા હોય તો જાગ્રત અવસ્થામાં હું સુખે સૂતો' એવું સ્મરણ થાય છે', ને તેથી નિદ્રાવૃત્તિનો વિષય સુખ માનવો પડે છે. જો રજોગુણની છાયા હોય છે તો જાગ્રત અવસ્થામાં “હું દુઃખે સૂતો' એવું સ્મરણ થતું હોવાથી દુઃખને વિષય માનવું પડે છે. પણ સત્ત્વ-રજોગુણની બિલકુલ છાયા નહીં, એકાન્ત તમો ગુણ જ છવાઈ ગયો હોય, તો જાગ્યા પછી “હું ગાઢ મૂઢપણે સૂતો' એવું સ્મરણ થતું હોવાથી મોહને વિષય માનવો પડે છે. આ સુખ, દુઃખ અને મોહ એ ઘટાદિની જેમ બાહ્ય પદાર્થ નથી. એટલે, ચિત્ત ઇન્દ્રિયપ્રણાલિકાદ્વારા બહાર જતું ન હોવા છતાં, ને તેથી અન્તર્મુખ રહેતું હોવા છતાં સુખાદિવિષયક વૃત્તિરૂપે પરિણમે છે. | (શંકા : નિદ્રાકાળે આમ ચિત્ત જો અન્તર્મુખ બને છે. વળી એ વખતે બાહ્ય કોઈ વિષયનો વિક્ષેપ ન હોવાથી એકાગ્રતા પણ કેળવાય છે. તો તો નિદ્રા યોગીઓને ઉપાદેય બનવી જોઈએ.
સમાધાનઃ હા, નિદ્રાકાળે ચિત્તની વૃત્તિઓ અન્તર્મુખ થાય છે ને એકાગ્ર થાય છે, તેમ છતાં તામસભાવ હોવાથી યોગીઓએ નિદ્રાવૃત્તિનો પણ નિરોધ કરવાનો હોય છે. ૧૧-પી.
(હવે છેલ્લી સ્મૃતિવૃત્તિને જણાવીને, આ ચિત્તવૃત્તિઓના નિરોધને જણાવતા કહે છે -
1, પરંતુ નિદ્રાકાળમાં કોઈ પદાર્થને હું જાણતો નથી તેવી પ્રતીતિ વર્તે છે... આવો ભાવાર્થ ખોટો છે, કારણ કે (૧) નિદ્રામાં આવી પ્રતીતિ થતી હોય એવો કોઈને જ અનુભવ નથી. (૨) આ પ્રતીતિનો અર્થ છે પવાર્થવિષયઋજ્ઞાનામાવવાનું સાદું એવો બોધ. આ બોધનો એ વિષય હોવાથી આ ભાવપ્રત્યયઆલંબના જ બને છે જેનો ગ્રન્થકારે નિષેધ કર્યો છે. (૩) જેવો અનુભવ (બોધ) હોય એવી જ સ્મૃતિ થાય એવો નિયમ છે. એટલે જો નિદ્રાકાળે આવો બોધ હોય તો ઊડ્યા પછી સ્મૃતિ પણ આવી જ થવી જોઈએ. “હું સુખપૂર્વક સૂતો' વગેરે નહીં. (૪) નિદ્રાકાળે આવી કોઈ પ્રતીતિ હોતી નથી જ, માટે તો સુખવિષયક જે વૃત્તિ એ કાળમાં માનવી છે એનું જાગ્રત અવસ્થામાં થતા “હું સુખપૂર્વક સૂતો' વગેરે સ્મરણ પરથી અનુમાન કરવાનું જણાવ્યું છે.
જ્યારે નિદ્રાકાળમાં હું કોઈ ભાવાત્મક વસ્તુને જાણતો નથી' એવા પ્રકારની વાસના પડે તેવો મંદ મંદ બોધ વર્તે છે. આથી સૂઈને ઊડ્યા પછી નિદ્રાકાળમાં “મને કોઈ વસ્તુનો બોધ ન હતો' તેવા અભાવપ્રત્યયવાળી સ્મૃતિ થાય છે.
જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે નિદ્રાનું આવું બધું જ સ્વરૂપ એ શબ્દશઃ વિવેચનકારે દર્શાવ્યું છે, તે પણ મનઘડંત પૂર્વાપરવિરુદ્ધ કલ્પનાઓ સિવાય બીજું કશું નથી. કારણ કે (૧) નિદ્રા એ સર્વઘાતી પ્રકૃતિ છે. પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિને હણે છે. પોતે પણ તેથી નિદ્રાકાળમાં નિદ્રાના આપાદકકર્મના ઉદયથી ચક્ષુદર્શન કે અચસુદર્શન હણાયેલ હોવાથી.. વગેરે રૂપે આ વાત જણાવેલી જ છે પછી જે મંદ મંદ બોધ વર્તે છે એ કયું દર્શન છે ? (૨) મંદ મંદ બોધના સંસ્કાર પડી શકે જ નહીં.. ને સંસ્કાર ન પડ્યા હોય તો સ્મરણ શી રીતે થાય ? (૩) ગ્રન્થમાં, ઊઠ્યા પછી હું સુખે સૂતો' વગેરે સ્મૃતિની વાત છે, “મને કોઈ વસ્તુનો બોધ ન હતો” આવી સ્મૃતિનો કોઈ અણસાર સુધ્ધાં છે નહીં. (૪) ગ્રન્થમાં અભાવપ્રત્યયવાળી જે કહી છે તે “નિદ્રા' છે, સૂઈને ઊઠ્યા પછી થતી “મૃતિ' નથી.