________________
३०९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
निद्रा च वासनाऽभावप्रत्ययालम्बना स्मृता । सुखादिविषया वृत्तिर्जागरे स्मृतिदर्शनात् ।। ५।।
निद्रा चेति । अभावप्रत्ययालम्बना भावप्रत्ययालम्बनविरहिता वासना च निद्रा स्मृता, सन्ततमुद्रिक्तत्वात्तमसः समस्तविषयपरित्यागेन या प्रवर्तत इत्यर्थः । तदाह-"अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा" (यो.सू. १-१०) । इयं च जागरे जाग्रदवस्थायां स्मृतिदर्शनात्='सुखमहमस्वाप्स' इति स्मृत्यालोचनात् सुखादिविषया वृत्तिः, स्वापकाले सुखाननुभवे तदा तत्स्मृत्यनुपपत्तेः ।। ५।।
ગાથાર્થ: અભાવપ્રત્યય આલંબનવાળી વાસના નિદ્રા છે. એ સુખાદિવિષણિી વૃત્તિ છે, કારણ કે જાગ્રત અવસ્થામાં સ્મૃતિ જોવા મળે છે.
ટીકાર્થ : 'અભાવપ્રત્યય આલંબનવાળી એટલે કે ભાવપ્રત્યય આલંબન વિનાની વાસના એ નિદ્રા છે. તમોગુણનો સતત ઉદ્રક હોવાથી સમસ્ત વિષયોના પરિહારપૂર્વક જે પ્રવર્તે છે (તે નિદ્રા છે) એમ અર્થ જાણવો. યોગસૂત્ર (૧-૧૦)માં કહ્યું છે કે-સમાવપ્રત્યયાતવના વૃત્તિર્નિદ્રા જાગ્રત અવસ્થામાં, “સુખપૂર્વક સૂતો' વગેરે સ્મરણ જોવા મળે છે. માટે નિદ્રાને સુખાદિવિષયક વૃત્તિરૂપે માનવી જરૂરી છે. કારણ કે નિદ્રાકાળે જો સુખનો અનુભવ ન હોય, તો સ્મરણ અસંગત થઈ જાય.
વિવેચન : (૧) ચિત્તની ત્રણ અવસ્થાઓ છે. જાગ્રતઅવસ્થા, સ્વપ્નાવસ્થા અને નિદ્રાવસ્થા. આમાંથી છેલ્લી નિદ્રાવૃત્તિનો વિચાર કરવાનો છે. બુદ્ધિ ત્રિગુણાત્મક છે. એમાંથી સત્ત્વ અને રજસુનો પરાભવ કરીને, ચક્ષુ વગેરે બધા કરણોનો આવારક ( બધી ઇન્દ્રિયો પર છવાઈ જતો) અતિગાઢ તમોગુણ જ્યારે બળવાન બને છે ત્યારે નિદ્રાવૃત્તિ થાય છે. ચિત્ત ઇન્દ્રિયપ્રણાલિકા દ્વારા ઘટાદિવિષયનો સંપર્ક કરી છૂટાદિ આકારને ધારણ કરતું હોય છે, ને ઘટાદિ એના વિષય બનતા હોય છે. પણ નિદ્રાકાળે બધી ઇન્દ્રિયો તમસ દ્વારા આવરાઈ ગયેલી હોવાથી ચિત્ત ઘટાદિ વિષયાકારને ધારી શકાતું નથી. આ જ સમસ્ત વિષયોનો પરિહાર છે. તે માટે જ નિદ્રાને ભાવપ્રત્યયના આલંબન વિનાની કહી છે.
(૨) આમ તો યોગસૂત્રના આ અધિકારમાં વૃત્તિઓનું વર્ણન ચાલે છે ને એમાં વૃત્તિ શબ્દની અનુવૃત્તિ પૂર્વપૂર્વના સૂત્રથી ચાલુ જ છે. તેથી નિદ્રાને જણાવનાર આ દસમા સૂત્રમાં વૃત્તિ શબ્દની જરૂર નહોતી. તેમ છતાં સૂત્રકારે, જ્ઞાનામાવો નિદ્રા એવા મતનો નિરાસ કરવા માટે એ શબ્દ અહીં ઉચ્ચાર્યો છે. આશય એ છે કે ઘણાની માન્યતા એવી છે કે નિદ્રાકાળે કોઈ જ્ઞાન હોતું નથી. પણ પાતંજલયોગસૂત્રકારનું માનવું એવું છે કે છેવટે નિદ્રા પણ બુદ્ધિનો પરિણામ છે. એ જ્ઞાનશૂન્ય શી રીતે હોઈ શકે ? માટે એને પણ પ્રમાણાદિની જેમ જ્ઞાનાત્મક જણાવવા વૃત્તિ શબ્દનો વિશેષરૂપે ઉચ્ચાર કર્યો છે. ચિત્તની પાંચે પાંચ વૃત્તિઓ જ્ઞાનાત્મક છે.
શંકા : પણ જ્ઞાન તો સવિષયક હોય છે. નિદ્રાકાળે ઘટાદિ કોઈ જ વિષય ભાસતો નથી. તો જ્ઞાન (અનુભવ) શી રીતે માની શકાય?
(૩) સમાધાનઃ જાગ્રત અવસ્થામાં હું સુખેથી સૂતો આવું બધું સ્મરણ થાય છે. અને સ્મરણ અનુભવ વિના સંભવતું નથી, માટે નિદ્રામાં સુખ વગેરેનો અનુભવ માનવો જોઈએ.
શંકા પણ ઘટાદિ કોઈ વિષય સંભવતો નથી. તો આ અનુભવનો વિષય શું માનશો?