________________
३०८
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ४ तमिहाविद्यमानमपि समारोप्य प्रवर्ततेऽध्यवसायः । वस्तुतस्तु चैतन्यमेव पुरुष इति । तदाह-"शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः (यो.सू. १-९)” इति । भ्रमविशेष एवायमस्त्विति चेत् ? न, तथाविधशब्दजन्यजनकभावेनास्य विलक्षणत्वात्, विषयाभावज्ञानेऽपि प्रवृत्तेश्च । यद् भोज:-“वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स વિ7 રૂત્યુચ્યતે” (યો.ફૂ.9/રનમાર્ત૬) કૃતિ | ૪ || તરીકે ભેદ ભાસે છે. પ્રસ્તુતમાં અવિદ્યમાન એવા પણ ભેદનો સમારોપ કરીને “પુરુષનું ચૈતન્ય એવો અધ્યવસાય થાય છે. વસ્તુતઃ તો ચૈતન્ય (પોતે) જ પુરુષ છે. યોગસૂત્ર (૧-૯)માં કહ્યું છે કે શબ્દજન્ય જ્ઞાનમાં ભાસતો વસ્તુશુન્ય બોધ એ વિકલ્પ છે.
શંકા-આને ભ્રમવિશેષ જ માની લ્યો ને ? સમાધાન : ના, તથાવિધ શબ્દ સાથે આનો જન્ય-જનક ભાવ હોવાથી એ વિલક્ષણ હોવાના કારણે તેમજ વિષયના અભાવની જાણકારી હોવા છતાં પ્રવર્તતો હોવાના કારણે આ વિકલ્પ ભ્રમવિશેષરૂપ નથી. યોગસૂત્ર (૧-૯) ની રાજમાર્તડટીકાના કર્તા ભોજે કહ્યું છે કે વસ્તુ જેવી ભાસે છે) તેવી હોવી જોઈએ એવી અપેક્ષા વિનાનો જે અધ્યવસાય એ વિકલ્પ કહેવાય છે.
વિવેચન : (૧) અકૂપપ્રતિષ્ઠ-જે તદ્રુપ નથી (એટલે કે ધારો કે રજતરૂપ નથી) એમાં તદ્રુપે પ્રતિષ્ઠિત થયેલ તદ્રુપે બોધ કરાવનાર (રજતરૂપે બોધ કરાવનાર) “á ' વગેરે મિથ્યાજ્ઞાન એ વિપર્યય છે. શક્તિ રજતરૂપ નથી. છતાં એમાં રૂટું રખાં જ્ઞાન સ્વવિષયતા સંબંધથી રહે તો એ મિથ્યાજ્ઞાન છે, વિપર્યય છે.
(૨) સંશયમાં પણ બોધ અતદ્રુપ પ્રતિષ્ઠ તો છે જ. કારણ કે સામો પદાર્થ જો સ્થાપ્યું છે તો એ પુરુષ નથી જ. ને છતાં એમાં પુરુષત્વ પણ ભાસી રહ્યું છે. માટે એ પણ એક પ્રકારનો ભ્રમ જ છે.
(૩) “દેવદત્તની કામળીમાં દેવદત્ત કરતાં કામની ભિન્ન છે. એમ પુરુષનું ચૈતન્ય' એવું તો જ કહી શકાય જો પુરુષ કરતાં ચૈતન્ય ભિન્ન હોય. પણ પાતંજલમતે પુરુષ કરતાં ચૈતન્ય ભિન્ન નથી. પુરુષ પોતે જ ચૈતન્ય છે. એટલે પુરુષભિન્ન ચૈતન્ય એ આકાશકુસુમની જેમ અવસ્તુ છે. છતાં પુરુષનું ચૈતન્ય આવા શબ્દો પુરુષભિન્ન ચૈતન્યરૂપ અવસ્તુને જણાવે છે. માટે એ વિકલ્પ નામની ચિત્તવૃત્તિ છે.
(૪) શંકા : પુરુષઅભિન્નચૈતન્યનો પુરુષમિત્ર તરીકેનો બોધ અતદ્રુપ પ્રતિષ્ઠ હોવાથી મિથ્યાજ્ઞાનરૂપ હોવાના કારણે એક ચોક્કસ પ્રકારનો ભ્રમ જ છે ને ! પછી એને વિકલ્પરૂપે સ્વતન્ત્ર વૃત્તિ માનવાની શી જરૂર?
સમાધાનઃ ભ્રમ તો કોઈપણ ઇન્દ્રિયજન્ય સંભવે છે, જ્યારે વિકલ્પ માત્ર શબ્દજન્ય હોય છે. ખપુષ્પ, ખરવિષાણ, ષષ્ઠભૂત વગેરે માત્ર શબ્દના જ વિષય છે, ચક્ષુ વગેરેના નહીં. વક્તાના મનમાં ખપુષ્પ વગેરે અવસ્તુ વિષયક વિકલ્પ ઉત્પન્ન થાય છે. બાહ્ય વસ્તુ તેવી ન હોવા છતાં આ વિકલ્પના આધારે વક્તા પુષ્પ વગેરે શબ્દો બોલે છે. એટલે કે વક્તાગત વિકલ્પ જનક છે ને એના શબ્દો જન્ય છે. એના આ શબ્દો સાંભળીને શ્રોતાના મનમાં વિકલ્પ પેદા થાય છે. એટલે વક્તાના શબ્દો જનક બન્યા ને શ્રોતાનો વિકલ્પ જન્ય બન્યો. આમ શબ્દ અને વિકલ્પ વચ્ચે પરસ્પર જન્ય-જનક ભાવ છે, જે ભ્રમ સાથે નથી. માટે વિકલ્પ ભ્રમથી વિલક્ષણ છે.
વળી, “ખરને વિષાણ હોતા નથી આવી ખબર હોવા છતાં વરવિવાળમ્ એવો વિકલ્પાત્મક અધ્યવસાય થાય છે. ભ્રમમાં આવું હોતું નથી. “સામો પદાર્થ રજત નથી' એમ ખબર હોય તો તો રૂä રનત એવો ભ્રમ થઈ શકતો જ નથી. માટે પણ વિકલ્પ ભ્રમથી વિલક્ષણ છે. ને તેથી એનો ભ્રમમાં સમાવેશ થઈ શકતો ન હોવાથી એ સ્વતંત્ર ચિત્તવૃત્તિરૂપ છે એ જાણવું. / ૧૧-૪ II (હવે ક્રમ પ્રાપ્ત નિદ્રાવૃત્તિનું નિરૂપણ-)