________________
३०६
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ३ तच्चित्तं वृत्तयस्तस्य पञ्चतय्यः प्रकीर्तिताः । मानं भ्रमो विकल्पश्च निद्रा च स्मृतिरेव च ।। ३।।
'तदिति । तच्चित्तम् । तस्य वृत्तिसमुदायलक्षणस्यावयविनोऽवयवभूताः पञ्चतय्यो वृत्तयः प्रकीर्तिताः । तदुक्तं-“वृत्तयः पञ्चतय्यः क्लिष्टाक्लिष्टाः” (यो.सू. १-५ सां.सू. २ ।३३) । क्लिष्टाः= क्लेशाक्रान्तास्तद्विपरीता अपि तावत्य एव । ता एवोदिशति-मान-प्रमाणं, भ्रमो, विकल्प: (च), निद्रा च स्मृतिरेव च । तदाह-प्रमाणવિપર્યય-વિરુત્વ-નિદ્રા-મૃતય ચો..9-૬) / રૂા.
પણ જ્યારે વૃત્તિનિરોધ થાય છે. એટલે કે ચિત્ત વૃત્તિશૂન્ય બને છે, ત્યારે પુરુષનું વૃત્તિઓમાં પ્રતિબિંબરૂપે અવસ્થાન શક્ય ન બનવાથી સ્વરૂપમાં અવસ્થાન થાય છે. વળી, ઘટાકાર-પટાકાર વગેરે તો બુદ્ધિના=વૃત્તિના હોય છે. અને હવે કોઈ વૃત્તિ છે નહીં. એટલે કોઈ વિષય સંભવતો ન હોવાથી નિર્વિષયક ચિન્માત્ર બચે છે.. જે પુરુષનું પોતાનું સ્વરૂપ છે ને એમાં જ હવે પુરુષનું અવસ્થાન થાય છે, એટલે કે એ જ હવે સતત સ્કુરાયમાણ રહે છે.
જેમ સ્ફટિકની પાછલ લાલ-પીળું વગેરે કાંઈપણ હોય, ત્યાં સુધી એ સ્ફટિક લાલ-પીળો વગેરે જ ભાસે છે. પણ જ્યારે એવું કશું જ ન હોય, ત્યારે સ્ફટિકનું પોતાનું મૂળભૂત સ્વરૂપ ભાસે છે, એમ પ્રસ્તુતમાં જાણવું. વળી લાલ-પીળી વસ્તુ હોવાથી સ્ફટિક ભલે લાલ-પીળો ભાસે.. છતાં એ વખતે પણ સ્ફટિક સ્વયં તો જેવો હોય એવો જ રહે છે, એ લાલાશ-પીળાશ વગેરેને સ્વયં પકડતો નથી. એમ, પુરુષ ભલે તે તે વૃત્તિરૂપે ભાસે છે, પણ એ વૃત્તિની કોઈ અસર ઝીલતો નથી, એ ખુદ તો પુષ્કરપલાશવત્ નિર્લેપ જ રહે છે.
એટલે, ચિત્તવૃત્તિનિરોધો યોગ એ સૂત્રમાં રહેલા ચિત્તની વ્યાખ્યા આવી મળી કે જે નિર્વિકારી હોય, ત્યારે પુરુષનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન થાય છે, અને જે તે તે વૃત્તિરૂપે પરિણમે છતે પુરુષ પણ તે તે વૃત્તિસદશ ભાસે છે તે ચિત્ત છે. (આમાં “તે ચિત્ત છે' આટલો અંશ ત્રીજી ગાથામાંથી લેવો.) / ૧૧-૨ //.
ગાથાર્થ: તે ચિત્ત છે. તેની વૃત્તિઓ પાંચ પ્રકારે કહેવાયેલી છે. માન, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.
ટીકાર્થ તે ચિત્ત છે. વૃત્તિઓના સમુદાય સ્વરૂપ-અવયવીભૂત તે ચિત્તના અવયવસ્વરૂપ વૃત્તિઓ પાંચ પ્રકારે કહેવાયેલી છે. યોગસત્ર (૧-૫)માં કહ્યું છે-વત્તય: પન્નતમ્બ વિસ્તક્ટવિત્ત (સાંખ્યસત્ર ૨-૩૩). આમ ક્લિષ્ટ એટલે ક્લેશથી વણાયેલી. અક્લિષ્ટ એનાથી વિપરીત હોય છે. એ પણ એટલી જ=પાંચ જ છે. તે પાંચવૃત્તિઓનો જ ઉલ્લેખ કરે છે-માન=પ્રમાણ, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. યોગસૂત્ર (૧-૩) આવું છેप्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः
વિવેચન : ચિત્ત એ વૃત્તિઓના સમુદાયસ્વરૂપ છે, એટલે કે વૃત્તિઓ અવયવ છે ને ચિત્ત અવયવી છે.
શંકા ? અવયવો તો સમાનકાલીન હોય છે. હાથ-પગ વગેરે સમાનકાલીન અવયવોના અવયવી તરીકે જ શરીર મળી શકે છે. બાળ-કિશોર-યુવા-વૃદ્ધ શરીરરૂપ ભિન્ન-ભિન્ન કાલીન અવસ્થાઓ કાંઈ થોડી શરીરના અવયવરૂપ છે ?
સમાધાનઃ તમારી વાત સાચી છે. અહીં અવયવશબ્દ અવસ્થા(પરિણામ) અર્થમાં સમજવો જોઈએ. ચિત્ત આવી અવસ્થાઓના સમુદાયરૂપ છે. આ અવસ્થાઓ રૂપ ચિત્ત બે પ્રકારે છે-ક્લિષ્ટ અને અશ્લિષ્ટ. જે