________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३०५ તથા ૨ સૂત્ર-તા દ્રપ્ટ: સ્વરૂપા(ડ)વસ્થાનમતિ” (ચો.ફૂ.૭-રૂ) || 9 ||
आपन्ने विषयाकारं यत्र चेन्द्रियवृत्तितः । पुमान भाति तथा चन्द्रश्चलन्नीरे चलन यथा ।। २।।
'आपन्न' इति । यत्र चेन्द्रियवृत्तित: इन्द्रियवृत्तिद्वारा विषयाकारमापन्ने विषयाकारपरिणते सति पुमान्=पुरुषस्तथा भाति यथा चलन्नीरे चलंश्चन्द्रः स्वगतधर्माध्यारोपाधिष्ठानत्वेन प्रतीयत इत्यर्थः । तथा
સૂત્ર “વૃત્તિUમિતરતિ” (યોફૂ.9-૪) II ૨TT અટકે છે. તેથી હું કર્તા છું એવું અભિમાન દૂર થવાથી ચિત્ત વૃત્તિશૂન્ય-અવિકારી થઈ જાય છે. એટલે પુરુષનું પણ પોતાના નિર્વિષય ચિન્માત્ર સ્વરૂપમાં અવસ્થાન થાય છે.
આમ, ચિત્તવૃત્તિનિરોધકાળે પુરુષની અવસ્થા દર્શાવ્યા પછી, હવે, ચિત્તવૃત્તિકાળે પુરુષ કેવો ભાસે છે ? એ ગ્રન્થકારે આપન્ને. ઇત્યાદિ બીજી ગાથામાં દર્શાવ્યું છે.
ગાથાર્થ+ટીકાર્થઃ ઇન્દ્રિયવૃત્તિદ્વારા ચિત્ત વિષયાકારરૂપે પરિણમવા પર પુરુષ પણ તેવો જ=વિષયાકારરૂપે પરિણમેલો ભાસે છે. જેમકે પાણી હાલતું ચાલતું હોય તો એમાં પ્રતિબિંબિત થતો ચન્દ્ર પણ હાલતો ચાલતો ભાસે છે. અર્થાતુ પાણીમાં રહેલા ચલનશીલતા ધર્મના આરોપના અધિષ્ઠાનરૂપે=આધારરૂપે ચન્દ્ર ભાસે છે. યોગસૂત્રમાં કહ્યું જ છે કે ઇતરત્ર=યોગભિન્નકાળે પુરુષમાં વૃત્તિસારૂપ્યsવૃત્તિસાદશ્ય ભાસે છે.
વિવેચનઃ પાતંજલ મતે ચિત્ત-બુદ્ધિ પ્રવાહી જેવી છે અને ઇન્દ્રિય પ્રણાલિકા=નળી જેવી છે. એટલે બુદ્ધિ ઇન્દ્રિયપ્રણાલિકાદ્વારા વિષય સુધી પહોંચે છે તે વિષયાકાર ધારણ કરે છે. બુદ્ધિનું આવું ઘટાકારવગેરેને ધારણ કરવું અને બુદ્ધિનો પરિણામ કહે છે. એને જ ચિત્તવૃત્તિઓ પણ કહે છે. એમાં પુરુષ પ્રતિબિંબિત થતાં એ(ન) જ ઘટાદિજ્ઞાન તરીકે કહેવાય છે. ઇન્દ્રિયને વિષયસન્મુખ થતાં રોકવાથી ચિત્તની વૃત્તિ થતી અટકે છે. એથી વૃત્તિઓનો નિરોધ થવાથી ચિત્ત વૃત્તિશૂન્ય બને છે. વૃત્તિઓ જ તો ચિત્તના પરિણામ છે=વિકાર છે. એટલે વૃત્તિશુન્યચિત્ત નિર્વિકારી બને છે.
અસ્થિરપાણીમાં પ્રતિબિંબાતો ચન્દ્ર અસ્થિર ભાસે છે. એટલે કે પાણીનો અસ્થિરતાધર્મ પ્રતિબિંબાતા ચન્દ્રમાં રહ્યો હોય એવો ભાસે છે. એમ, બુદ્ધિના જ્ઞાનાદિ પરિણામો=ધર્મો, એમાં પ્રતિબિંબાતા ચૈતન્યમાં-પુરુષમાં રહ્યા હોય એવું ભાસે છે. એટલે કે પુરુષ ખુદ જ્ઞાતા વગેરે રૂપે ભાસે છે. જ્ઞાનની જેમ સુખ-દુઃખ-ઇચ્છા-દ્વેષકર્તુત્વ-ભોક્નત્વ-ક્રોધાદિ કષાયો.. આ બધું જ ચિત્તની વૃત્તિઓ છે. ને તે તે વૃત્તિમાં પ્રતિબિંબાતો પુરુષ પણ તેવો તેવો જ ભાસે છે.. આ જ પુરુષમાં રહેલું વૃત્તિસારૂપ્ય વૃત્તિઓનું સાદશ્ય કહેવાય છે.
પુરુષ ચિત્તવૃત્તિઓમાં પ્રતિબિંબાય છે. “એટલે વૃત્તિ જ્યારે ઘટાકારજ્ઞાનાત્મક હોય ત્યારે પુરુષ પણ એ વૃત્તિમાં રહેલો એવો ભાસે છે. એમ પટાકાર જ્ઞાનાદિ જાણવા. એ જ રીતે સુખ-દુઃખાદિ કે ક્રોધાદિ વૃત્તિઓ હોય ત્યારે પુરુષ પણ તે તેમાં રહેલો તેવો તેવો ભાસે છે. વળી ચિત્તની કોઈકને કોઈક વૃત્તિ અસ્તિત્વમાં આવ્યા જ કરતી હોય છે એટલે કે કોઈક ને કોઈક પરિણામ-વિકાર એનો થયા જ કરતો હોય છે. એટલે પુરુષ પણ તે તે કાળે તે-તે વૃત્તિરૂપ જ ભાયા કરે છે. ને તેથી એનું મૂળભૂત સ્વરૂપ–વૃત્તિશૂન્ય સ્વરૂપ ભાસવાનો કોઈ અવકાશ જ હોતો નથી.