________________
३०२
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १ | અથ પાતિગ્નયોર્તિલપáિશિવા / 99 स्वकीयं योगलक्षणमन्यदीययोगलक्षणे विचारिते सति स्थिरीभवतीति तदर्थमयमारम्भःचित्तवृत्तिनिरोधं तु योगमाह पतञ्जलिः । द्रष्टुः स्वरूपावस्थानं यत्र स्यादविकारिणि ।।१।।
चित्तेति । पतञ्जलिस्तु चित्तवृत्तिनिरोधं योगमाह । तथा च सूत्रं-“योगश्चित्तवृत्तिनिरोधः (योगसूत्र१२)” इति । तत्र चित्तपदार्थं व्याचष्टे-द्रष्टुः पुरुषस्य स्वरूपे=चिन्मात्ररूपतायामवस्थानं (=स्वरूपावस्थान) यत्र यस्मिन् स्यादविकारिणि व्युत्पन्नविवेकख्यातेश्चित्सङ्क्रमाभावात् कर्तृत्वाभिमाननिवृत्तौ प्रोन्मुक्तपरिणामे ।
અવતરણિતાર્થ : અન્યદર્શનકારે આપેલ યોગલક્ષણ વિચારવાથી પોતાનું યોગલક્ષણ સ્થિર થાય છે. એટલે એને સ્થિર કરવાના પ્રયોજનથી આ અગ્યારમી પાતંજલયોગલક્ષણનામની બત્રીશીનો આરંભ કરાય છે.
વિવેચનઃ દસમી બત્રીશીની છેલ્લી બત્રીશમી ગાથામાં ગ્રન્થકારે, અન્યોએ કહેલા યોગલક્ષણની પરીક્ષા કરવાનું કહ્યું હતું. એટલે આ અગ્યારમી બત્રીશીમાં એ પરીક્ષા કરવાની છે. આ પરીક્ષા કરીને “અમે સાચા અને તમે ખોટા એમ અભિમાન પોષવું છે?” એવી સંભવિત શંકાને વારવા માટે અહીં વૃત્તિકાર કહે છે કે “મોક્ષનો મુખ્ય હેતુ બનતો ધર્મવ્યાપાર એ યોગ છે” આવું સ્વકીય યોગલક્ષણ સ્થિર થાય એ માટે અન્યનું યોગલક્ષણ વિચારવાનું છે. આશય એ છે કે સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજે લોકતત્ત્વનિર્ણય ગ્રન્થમાં, (અમને પ્રભુવીર પ્રત્યે કોઇ પક્ષપાત નથી કે અન્ય દર્શનકાર કપિલવગેરે પ્રત્યે દ્વેષ નથી, પણ જેમનું વચન યુક્તિસંગત હોય તેમનો સ્વીકાર કરવો આવું જણાવનારા) પક્ષપાતો ન જે વીરે શ્લોક દ્વારા સ્પષ્ટ સૂચન કર્યું છે કે નિર્મળ સમ્યક્તી જીવ પરીક્ષા કર્યા વગર સાચા ખોટાનો નિર્ણય કરતો નથી. અને પરીક્ષા દ્વારા જે સત્ય પુરવાર થાય એને અત્યંત દ્રઢ શ્રદ્ધા દ્વારા અસ્થિમજ્જાવત્ સ્થિર કરી દે છે. એટલે યોગલક્ષણને પણ આ રીતે સ્થિર કરવા માટે અન્યોક્તલક્ષણને વિચારવું જરૂરી બને છે. માટે, પ્રસ્તુત બત્રીશીમાં શ્રીપતંજલિઋષિએ કહેલા યોગલક્ષણની વિચારણા કરવામાં આવશે. એમાં સૌ પ્રથમ એ લક્ષણને ગ્રન્થકાર જણાવે છે.
ગાથાર્થ : પતંજલિઋષિએ ચિત્તવૃત્તિનિરોધને યોગ કહ્યો છે. જે અવિકારી થવા પર દ્રષ્ટા પુરુષનું સ્વરૂપઅવસ્થાન થાય છે અને ઇન્દ્રિયવૃત્તિ દ્વારા જે વિષયાકાર પામ્ય છતે પુરુષ પણ તેવો ભાસે છે, જેમકે ચાલતા પાણીમાં ચન્દ્ર પણ ચાલતો દેખાય છે (તે ચિત્ત છે.).
ટીકાર્થ : શ્રી પતંજલિઋષિએ તો ચિત્તવૃત્તિનિરોધને યોગ કહ્યો છે. વોત્તવૃત્તિનિરોધઃ એવું યોગસૂત્ર (૧-૨) છે. એમાં ચિત્ત પદાર્થની વ્યાખ્યા કરે છે-દ્રષ્ટા પુરુષનું સ્વરૂપમાં= ચિન્માત્રરૂપતામાં અવસ્થાન, જે અવિકારી થવા પર થાય છે, તે ચિત્ત છે. વિવેકખ્યાતિ થવા પર ચિતસંક્રમ અટકી જવાના કારણે કર્તુત્વનું અભિમાન રવાના થાય છે. એ રવાના થતાં જ ચિત્તના વિવિધ પરિણામો વિલીન થવાના કારણે ચિત્ત અવિકારી થાય છે. આ વાતને તવા દ્રષ્ટ્ર સ્વરૂપI()વસ્થાતિ એવું યોગસૂત્ર (૧-૩) જણાવે છે.
વિવેચનઃ (૧) આત્માની બે અવસ્થા છે. શુદ્ધ અવસ્થા અને અશુદ્ધ અવસ્થા.. શુદ્ધ અવસ્થા મોક્ષમાં હોય છે, અશુદ્ધ સંસારમાં. સંસારમાં જીવ પુદ્ગલ (શરીર) સાથે શરીરની જેમ એકમેક હોવાના કારણે રૂપ-રસ