________________
३००
योगलक्षणद्वात्रिंशिका १० - ३२ છે એમ કહી શકાય. ઊલટું આ અધિકાર તો એમ જ જણાવે છે કે અચરમાવર્તમાં કશ્ચિદ્ જે ધર્મ કરે તે લોકપંક્તિથી જ. પછી આત્મિકલાભ તો ઊડી જ ગયો ને ?
(૩) આ ગિરિષણનો શુભપરિણામ નાશ થઈ ગયેલો કે નહીં ? હિંસક-પાપમય જીવન જીવનાર, ઉચ્ચકક્ષાના મહાત્માની હત્યાનો પ્રયાસ કરનાર ગિરિષણનો અચરમાવર્તકાલીન શુભભાવ જો સમ્યક્ત સુધી પહોંચાડી શકે છે, તો લાખો પૂર્વ સુધી સતત નિરતિચાર સંયમ પાળનારનો શુભભાવ કેમ ન પહોંચાડી શકે ? પણ આવું તો લાખોમાં એકાદ જીવને જ બને છે. બાકીના તો બધાનો શુભભાવ નાશ જ પામી જાય છે, માટે ધર્મના અનધિકારી કહેવાય છે. આવી દલીલ જો કરશો, તો ચરમાવર્તમાં પણ અનધિકારી કહેવા પડશે. કારણકે સમ્યક્ત પામ્યા પછી પણ મોટાભાગના જીવો સમ્યક્તભ્રષ્ટ થઈને અનંતકાળ સંસારમાં ભમીને પછી જ મોક્ષે જાય છે. નંદીષેણ અવશ્ય સંયમભ્રષ્ટ થવાના છે એ જાણતાં હોવા છતાં પ્રભુવીરે દીક્ષા આપી જ હતી. કારણકે આત્માને લાભ થવાનું જાણ્યું હતું. એમ ભલે ને શુભભાવ નષ્ટ થઈ જવાનો હોય, જો આત્મિકલાભ શક્ય છે તો અચરમાવર્તમાં પણ જીવ અધિકારી હોય જ.
(૪) આ શી રીતે ? ગમે તેવો ગાઢ અને વ્યાપક અંધકાર હોય, અને પ્રકાશનું તો એક જ કિરણ હોય. તો પણ એ પોતાના સામર્થ્ય મુજબ અંધકારનો કંઈક ને કંઈક અંશે પ્રતિકાર જ કરશે, અંધકારના અંશભૂત કાંઈ બની જાય નહીં... બાકી ઉપર (૩)માં કહેલી બધી વાતો અહીં પણ સમાન છે. ગિરિષણનો શુભભાવ જો ભવાભિનંદીપણાંનો અંશ ન બન્યો હોય તો સંયમપાલનાદિનો શુભભાવ પણ શી રીતે એનો અંશ બની જાય?
(૫) પોતે ખુદ આત્મિકલારૂપ છે એ ઓછું છે ? પછી બીજું ફળ ક્યારે મળે છે ? એ શું વિચારવાનું? એમ તો સમ્યક્ત પણ મોટાભાગના જીવોને અનંતકાળ પછી જ વિરતિરૂપ સ્વફળ આપે છે. તો શું એ અંગે પણ જીવોને અનધિકારી માનવા ?
() ધનવાન કહેવાતા નથી, એ બરાબર.. પણ એટલા માત્રથી ધનવાન મટી જતા નથી. કુશળ પરોપકારી એ છે કે એના ૧ રૂપિયાને નજરમાં રાખીને એ પ્રમાણે એને આયોજન કરી આપે કે રૂપિયાનો સવારૂપિયો થાય.. સવાનો દોઢ થાય. ને એમ આગળ વધતાં વધતાં એ પણ ધનવાન બની જાય.. અમારી પાસે લાખો રૂપિયા છે. તારી પાસે તો એક જ રૂપિયો છે.. એ કશી વિસાતમાં નથી. એટલે અમે કાંઈ તારો હાથ ઝાલીએ નહીં, તારું જે થવાનું હોય તે થાઓ.. આવો અભિગમ અપનાવનારો દયાળુ નહીં, પણ નિર્દય જ કહેવાય. રોગની માત્ર લાખમા ભાગની જ સાધ્યતા હોય તો પણ એનો લાભ ઊઠાવી જે સાધ્યતા વધારતો જાય... અને એક દિવસ દર્દીને બિલકુલ નિરોગી બનાવી દે.. એ જ કુશળવૈદ છે. ખાલી આટલી જ સાધ્યતા છે, તો અમે કેસ હાથમાં લઈએ જ નહીં, દર્દીને કુદરતના ભરોસે છોડી દઈએ. પછી ભલે એ મરી જાય. આવું કહેનાર-કરનારને વૈદ શી રીતે કહેવાય ?
એક વાત આવે છે. મંત્રીના કોઈક ગુનાને આગળ કરીને રાજાએ સજા ફરમાવી : નગરના સર્વોચ્ચટાવરની ટોચે તને ચડાવી દેવામાં આવશે. પછી સીડી ખસેડી લેવામાં આવશે. તારી બુદ્ધિથી તું છૂટી જાય તો છૂટવાની છૂટ.. નહીંતર આયખું ત્યાં જ પૂરું કરજે. કોઈને ખબર ન પડે એ રીતે મંત્રીએ પત્નીને કહી દીધું કે તું કોઈ પણ રીતે મારા સુધી રેશમનો દોરો પહોંચાડજે. સૈનિકો મંત્રીને લઈ ગયા. ટાવરની ટોંચે ચડાવી સીડી ખેંચી લીધી. પત્નીએ પતિના મિત્રને વાત કરી. એ બુદ્ધિશાળી હતો. એક મંકોડાના પાછલા પગે રેશમનો તાંતણો બાંધ્યો. મૂછ પર મધનું ટીપું લગાડ્યું. ને મંકોડાને ટાવરની દિવાલ પર ઉપર તરફ મૂકી દીધો. મધની ગંધથી