________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३०१ મંકોડો ઉપર જતો જાય છે, મિત્ર રેશમનો તાંતણો છોડતો જાય છે. ઉપર મંત્રીએ પણ જોયું કે નીચે કાંઈ હિલચાલ ચાલે છે. જરૂર મારી પત્ની ને મિત્ર જ હશે. મંકોડો ઉપર પહોંચ્યો. એની ટાંગ પર રેશમનો દોરો જોઈ મંત્રીએ સાચવીને પકડી લીધો.. એકદમ કોમળ હાથથી.. ધીરતા પૂર્વક ને સ્થિરતાપૂર્વક એ ધીમે ધીમે દોરો ખેંચવા માંડ્યો. ક્યાંય તૂટી ન જાય એની ભારે કાળજીપૂર્વક દોરો જેમ જેમ ઉપર ખેંચાવા લાગ્યો. તેમ તેમ નીચેથી મિત્રે પછી રેશમનો ડબલ દોરો. ત્યાર બાદ સૂતરનો પાતળો દોરો. પછી થોડો જાડો દોરો.. લગાડ્યો. એમ છેવટે દોરડું ઉપર પહોંચી ગયું જેના સહારે મંત્રી નીચે આવીને સજામુક્ત થઈ ગયો.
ગીતાર્થ ગુરુ ભગવંત એ છે જે સામા જીવમાં રહેલા એક લાખમાં ભાગના અત્યંત સૂક્ષ્મ શુભભાવને પણ નગણ્ય ન કરે.. પણ એ જ શુભભાવના આલંબને જીવને ક્રમશઃ સમ્યક્ત-દેશવિરતિ-સર્વવિરતિ .. વગેરે સુધી પહોંચાડે. એટલે, અચરમાવર્તમાં પણ જો બીજનો પ્રાદુર્ભાવ–શુભ અનુબંધ . સંભવિત હોય, તો એ કાળમાં જીવને ઉપદેશને અયોગ્ય માની શકાય નહીં, કારણ કે એવું માની એને એના ભાગ્યના ભરોસે છોડી દેવામાં ગુરુભગવંતની કરુણા ઊભી રહી શકતી નથી. પણ એને અયોગ્ય માન્યો તો છે જ. માટે અચરમાવર્તમાં બીજ પ્રાદુર્ભાવ વગેરે હોતા નથી એ નિઃશંક છે.
વળી, એ વખતે એ જીવનો સહજમળ ઘટ્યો હોય કે નહીં? જો ઘટ્યો હોય તો એ જીવ અપુનર્બન્ધક જ હોવાથી ચરમાવર્તમાં જ હોય. અને ન ઘટ્યો હોય તો એ જીવનો તીવ્રભવાભિમ્પંગ અક્ષત હોવાથી આત્મહિતકર પરિણામ સંભવી શકે જ નહીં.
શંકા પણ જો આ રીતે અચરમાવર્તમાં બીજનો પ્રાદુર્ભાવ અસંભવિત હોય તો ગિરિષણને એ શી રીતે સંભવિત બન્યો ? કારણકે એ વખતે એને હજુ અસંખ્ય પુદ્ગલપરાવર્ત સંસાર બતાવ્યો જ છે.
સમાધાન : ત્યાં અશુદ્ધિ માનવી જોઈએ. અસંખ્ય પુદ્ગલપરાવર્ત નહીં પણ અસંખ્ય કાળચક્ર સમજવા જોઈએ. અથવા એવી અશુદ્ધિ માનવા મન ન માનતું હોય તો આ રીતે ઘટના કરવી કે શાસ્ત્રોમાં પુદ્ગલપરાવર્ત અનેક પ્રકારના બતાવ્યા છે. એમાં પરસ્પર અનંતગુણ હીનાધિક્ય પણ છે. ચરમાવર્ત તરીકે કાળપુદ્ગલપરાવર્ત કે ક્ષેત્ર પુગલપરાવર્ત લેવાનો હોય છે. ક્યાંક એ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત લેવાની વાત પણ કરી છે. એટલે, સમરાઇચકહામાં જે અસંખ્ય પુદ્ગલપરાવર્ત કહ્યા છે, તે અનંતમાં ભાગનો જ કાળ ધરાવનારા પુદ્ગલ પરાવર્ત હોય ને તેથી એવા અસંખ્ય પુદ્ગલ પરાવર્ત ભેગા થાય તો પણ ચરમાવર્તમાં જ સમાવિષ્ટ હોય, જેથી ગિરિષણની બીજપ્રાપ્તિ પણ ચરમાવર્તમાં જ હોવી સિદ્ધ થઈ જાય. આવી કોઈપણ રીતે આ વાતની સંગતિ કરવી એ ઉચિત છે, પણ અનેક ગ્રન્થોમાં ગાઈ વગાડીને ચરમાવર્તમાં જ આત્મકલ્યાણના પ્રારંભની જે વાત કરી છે, એની કદર્થના કરવી ઉચિત નથી.
• નવનીતાવિરૂદ્ધવરાવર્તિ રૂષ્યતે | ત્રેવ વિમાનો માવઃ... ૧૦-૧૮ાા. જેમ ઘીનું કારણ નવનીત વગેરે છે એમ યોગપરિણામનું કારણ શરમાવર્ત છે. આ ચરમાવર્તમાં જ નિર્મળભાવ પ્રગટ થાય છે. કારણ કે ભવાભિમ્પંગનો અભાવ હોય છે.