________________
२९८
योगलक्षणद्वात्रिंशिका १० - ३२ પૂર્વપક્ષ: “અચરમાવર્તકાળમાં સ્વદોષદર્શન-પરગુણપ્રમોદ વગેરે પરિણામ સંભવે નહીં. આ વાત બરાબર નથી, કારણ કે અચરમાવર્તવર્તી એવા પણ અગ્નિશર્માએ બે વાર પારણું ચૂકવવા છતાં ગુણસેનરાજાના ગુણોનું અને પોતાના દોષનું જ દર્શન કર્યું હતું એ વાત પ્રસિદ્ધ છે. એટલે જ “અચરમાવર્તકાળમાં ગુણપક્ષપાતરૂપ બીજનો પ્રાદુર્ભાવ અસંભવિત છે આ વાત પણ નિરસ્ત જાણવી, કારણકે સમરાદિત્ય મહાત્માને ઉપસર્ગ કરવાના પ્રસંગે અગ્નિશર્માના જીવ ગિરિષણને પ્રશસ્તવિષયના ચિન્તનથી ગુણપક્ષપાતાત્મક બીજની પ્રાપ્તિ થયેલી, અને એ વખતે એ અચરમાવર્તવત હતો એવું સમરાદિત્યકથામાં કહેલ છે. ત્યાં સમરાદિત્યકેવલીએ વેલન્ધરદેવને ગિરિષણ અંગે કહ્યું છે કે અસંખ્ય પુગલ પરાવર્ત વીત્યે છતે તિર્યંચગતિમાં શાર્દૂલસેનરાજાનો પ્રધાન અશ્વ થઈને (આ ગિરિષણ) સમ્યક્ત પામશે, કારણકે આણે મને ઉદ્દેશીને “અહો ! આ મહાનુભાવ છે” એવું ચિંતન કર્યું છે. આ પ્રશસ્તવિષયના ચિન્તનથી એના આત્મામાં ગુણપક્ષપાતબીજ પડી ગયું છે. અને એ પરંપરાએ સમ્યત્ત્વનું કારણ છે. (સમરાદિત્યકથા ભવ. ૯ પૃ. ૯૭૮) આનાથી એ પણ જણાય છે કે અનુબંધ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત સુધી પણ ટકી શકે છે.
આ હકીકતથી એ એકાન્તનું નિરાકરણ થઈ જાય છે કે-અચરમાવર્તકાળમાં ભવ્યજીવ પ્રવ્રજ્યાનું જે વિધિશુદ્ધ પાલન કરે છે તે પણ અધ્યાત્મલાભની અપેક્ષાએ એકાન્ત નિષ્ફળ જ હોય. આવો એકાન્ત નિરાકરણ કરવા માટે જ ગ્રન્થકારે (ઉપાધ્યાયજી મહારાજે) અહીં (૧૦૪ માં) “ફિત્ એવો શબ્દ જણાવેલ છે.
શંકાઃ જો આવું જ હોય તો અચરમાવર્તવર્તી જીવને પણ દીક્ષાદિનો અધિકારી માનવો પડશે.
સમાધાન (પૂર્વપક્ષ)ઃ ના, નહીં માનવો પડે, કારણ કે (૧) અચરમાવર્તકાળમાં મહામહેનતે ઉપાર્જિત કરેલ શુભપરિણામાદિનો પણ તજ્જ ન્ય પુણ્યના વિપાકાદિ કાળે ભોગતૃષ્ણાદિની પરવશતાથી ઘણું ખરું નાશ થઈ જાય છે. (૨) વળી પોતાનો અત્યંત પ્રદીર્ઘકાળમાં ફેલાયેલો જે ભવાભિનંદીપર્યાય, તેમાં જ આ અત્યંતઅલ્પકાલીન શુભ પરિણામોદિ અન્તભૂત હોવાથી ઘણું ખરું એ ભાવાભિનંદીપણાંના જ અશંભૂત બની જતા હોય છે. અને (૩) અચરમાવર્તકાલીન ગુણપક્ષપાતાત્મક બીજ વગેરે પણ અચરમાવર્તકાળમાં પસ્વફળ આપવામાં અસમર્થ હોય છે. માટે અચરમાવર્તકાળમાં જીવને ધર્મનો અનધિકારી કહેવો એ યોગ્ય જ છે. જેની પાસે માત્ર એક જ રૂપિયો છે અને લોક પણ નિર્વિવાદપણે ધનવાન કહેતો જ નથી. એટલે જ ગ્રન્થકાર (ઉપાધ્યાયજી મહારાજે) પણ વૈરાગ્યકલ્પલતામાં “અચરમાવર્તકાળમાં બીજની પ્રાપ્તિ પણ થતી નથી, કારણ કે આ પણ એક અત્યંત સુંદર પરિણતિરૂપ હોવાથી ભવાભિનંદીપણું ટળ્યા પછી જ મળતી હોય છે.” (૧-૫૬). આવું જ કહ્યું છે એમાં પણ “પ્રધાનપણે ઉલ્લેખ થતા હોય છે... આ ન્યાય યાદ કરવા જેવો છે. ગ્રન્થિદેશે આવેલા પણ અભવ્યની, નિરતિચારપણે ચારિત્રાચાર પાળવા છતાં ભવાભિનંદિતા ટળતી નથી એ ધ્યાનમાં રાખવું.
એ મહાત્માના આ નિરૂપણ (=પૂર્વપક્ષ) અંગે આપણે વિચાર કરવો છે. એમના નિરૂપણનો સાર એ છે કે “આત્માને આત્મદષ્ટિએ લાભ કરી-મોક્ષમાર્ગ માટે કંઈક પણ ઉપકાર કરી શકે એવો શુભભાવ અચરમાવર્તમાં સંભવે જ નહીં આવો એકાન્ત નથી, કોઈક આત્માને એવો લાભકર્તા શુભપરિણામ અચરમાવર્તમાં પણ સંભવી શકે છે.
શું પૂર્વપક્ષની આ વાત સાચી માની શકાય એવી છે ? જો એ સાચી હોય તો, અચરમાવર્ત કાળ અને ચરમાવર્તકાળના ભેદને પૂર્વાચાર્યોએ જે મહત્ત્વ આપ્યું છે તે ઊભું જ નહીં રહી શકે, કારણ કે દેશોનપૂર્વક્રોડા સુધી સતત સાવધાનીપૂર્વક-અપ્રમત્તપણે બિલકુલ નિરતિચાર સંયમ પાળવા છતાં આત્માને આત્મિકદષ્ટિએ એક