________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२९७ *ષોડશકજીમાં પણ પાંચ આશયોનું નિરૂપણ છે. એમાં એના વિવેચનકાર વિદ્વાને વિનિયોગઆશયના વિવેચનમાં જે સમજફેર કરી છે એ અંગે નીચેના શંકા-સમાધાન જાણવા.
શંકા ઃ જેમ વિનિયોજક જીવ માટે વિનિયોગની અવધ્યતા કહી છે એમ વિનિયોજ્ય જીવ માટે પણ એ કહી શકાય છે ને ? આશય એ છે કે જંગલમાં સિદ્ધ યોગીપુરુષની આસપાસ રહેલા વાઘ-સિંહ-સાપ-નોળિયા વગેરે દૂર કે પરસ્પર વૈરી પ્રાણીઓનો હિંસકભાવ કે વૈરભાવ દૂર થઈ જાય છે. અહિંસાસિદ્ધિના આ કાર્યને જ વિનિયોગ કેમ ન કહેવાય ? કારણ કે તે હિંસક પશુઓ સિદ્ધયોગી પુરુષથી દૂર ગયા પછી કદાચ કષાયાદિના ઉદયે ફરીથી હિંસા કરે તો વિનયોજિત અહિંસાધર્મ વ્યવહારથી નાશ પામ્યો હોવા છતાં વાસ્તવમાં નાશ પામ્યો હોતો નથી. અહિંસાના સંસ્કાર તે પ્રાણીઓમાં પડેલા હોય છે જે અનેક ભવની પરંપરા પછી પણ અભિવ્યંજક મળતાં ઝડપથી જાગ્રત થાય છે, જીવ અહિંસાદિ ધર્મમાં આગળ વધે છે, એટલે વિનિયોગ સુવર્ણઘટન્યાયે નિષ્ફળ પણ નથી.
સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે વાઘ વગેરેનું આવું જોડાણ તો માત્ર યોગ રૂપ છે. એ સિદ્ધયોગીપુરુષના પુણ્યોદયથી થયેલો માત્ર બાહ્ય મહિમા છે. સિદ્ધયોગીથી દૂર થવા પર ફરીથી હિંસા આચરનાર પશુને વસ્તુતઃ ક્ષયોપશમ (સંસ્કાર) પેદા થયો જ નથી, ને તેથી ભાવધર્મ પ્રાપ્ત થયો જ નથી. જે જોડાણ એ જ ભવમાં પણ, યોગીથી દૂર થવા માત્રથી અહિંસાધર્મને પેદા કરી શકતું નથી, એ અનેકભવ પછી ભવાંતરમાં એ ધર્મને લાવી આપે એવું માનવામાં શું સુજ્ઞતા છે ? વળી આવા જોડાણ માત્રથી જ જો પ્રકૃષ્ટધર્મસ્થાન સુધીની અવધ્યતા આવી જતી હોય, તો તો પ્રણિધાનાદિ આશય બિનજરૂરી જ થઈ જાય ! તથા સુવર્ણઘટમાં નેવું ટકા મૂલ્ય તો સોનાનું જ હોય છે, મજુરી તો વધી વધીને પણ દસ ટકા. એટલે જ સુવર્ણઘટ ભાંગ્યા પછી પણ એના માલિકને કાંઈ ભીખ માગવાના દિવસો ન આવે.. એમ પ્રસ્તુતમાં બાહ્યસંયમાદિસાધના ન હોવા છતાં આંતરિક તો પ્રબળ ક્ષયોપશમ-સંસ્કાર વિદ્યમાન હોય એ પરિસ્થિતિને જણાવવા માટે સુવર્ણઘટ ન્યાય છે. ઓછામાં ઓછો નેવું ટકા આરાધક ભાવ તો એવો જ ઊભો હોય... માત્ર બાહ્યઆરાધના ન હોય. ને એટલે જ એ જીવોને દુર્ગતિભ્રમણરૂપ ભીખ માગવાના દહાડા તો ન જ આવે. શું દૂર થયા પછી ક્રૂરતાપૂર્વક હિંસા આચરનારા વાઘ-સિંહ વગેરે માટે આ બધું કહી શકાય છે ? વળી, સુવર્ણઘટ ન્યાય જ્યાં લાગુ પાડવામાં આવે છે, ત્યાં અન્યત્ર ગ્રન્થમાં, રાત્રીવિશ્રામ તુલ્યતા કહી છે, પ્રયાણભંગ નહીં. શું આ કૂરપશુઓની હિંસા આ કક્ષાની હોય છે ? તેથી આવું જોડાણ એ માત્ર યોગ છે, નિયોગ કે વિનિયોગ નહીં જ. વિનિયોજ્ય જીવની અપેક્ષાએ વિનિયોગની અવધ્યતા કહેવી હોય તો આવી કહી શકાય કે એ, યોગ્યજીવમાં ભાવધર્મ ઉત્પન્ન કરી આપવામાં અવધ્ય ઠરે છે. બાકી પ્રકૃષ્ટધર્મસ્થાન પ્રાપ્તિ સુધીની અવધ્યતા તો ભાવધર્મના જનક દ્રવ્યધર્મમાં જોડાયા પછી એ જીવ પ્રણિધાનાદિને ઉત્તરોત્તર કેવા કેળવે છે એના પર આધાર રાખે છે.
વળી, ષોડશક (૩.૧૧) માં જે કહ્યું છે કે સિદ્ધિનું ઉત્તરકાળભાવી કાર્ય એ વિનિયોગઆશય છે. એ અવંધ્ય હોય છે. એ થયે છતે, અખંડ પરંપરા ચાલતી હોવાના કારણે શૈલેશીરૂપ ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવી આપવા સુધી એ સુંદર ઠરે છે. એના પરથી એ સ્પષ્ટ છે કે આ અવધ્યતા વગેરેની વાતો વિનિયોજક મહાત્માની અપેક્ષાએ છે, વિનિયોજ્ય જીવની અપેક્ષાએ નહીં.
*આ બત્રીશીની ચોથી ગાથાના અધિકારમાં નયેલતામાં રૂશ્વત્રવધેય” કહીને નયલતાકારે એક વિચારણા રજુ કરી છે, આપણે એને પૂર્વપક્ષ તરીકે લઈને ચકાસીએ.