________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२९५ “उपाधिनिमित्तका अप्यात्मनो भावास्तद्रूपा एव युज्यन्ते” इति चेत् ? सत्यम्, शुद्धनयदृष्ट्याऽऽत्मपुद्गलयोः स्वस्वशुद्धभावजननचरितार्थत्वे संयोगजभावस्य भित्तौ खटिकाश्चेतिम्न इव विविच्यमानस्यैकत्राप्यनन्तर्भावेन मिथ्यात्वात् ।।३०।।
द्रव्यादेः स्यादभेदेऽपि शुद्धभेदनयादिना । इत्थं व्युत्पादनं युक्तं नयसारा हि देशना ।।३१।। શંકાઃ ઉપાધિનિમિત્તક એવા પણ આત્માના ભાવો તદ્રુપ હોવા જ યુક્ત છે.
સમાધાનઃ સાચી વાત છે, શુદ્ધનયદૃષ્ટિથી આત્મા અને પુગલ પોતપોતાના શુદ્ધ ભાવોને પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે. એટલે સંયોગજન્ય ભાવ ભીંત પર ચૂનાની ધોળાશની જેમ વિવેક કરીને વિચારતા ક્યાંય સમાવિષ્ટ થઈ શકતો ન હોવાથી મિથ્યા હોય છે.
વિવેચન : સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય, સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય. વગેરે ૧૪ જીવસ્થાનો, મિથ્યાત્વ, સાસ્વાદન વગેરે ૧૪ ગુણસ્થાનો, ગતિ-ઇન્દ્રિય વગેરે ૧૪ મૂળ માર્ગણા-૯૨ પેટા માર્ગણાઓ . આ બધું જ જીવના પરિણામરૂપ છે. આ પરિણામો બદલાયા કરે છે. પણ ભેદનયાનુસારે, આ બદલાતા પરિણામો કરતાં પરિણામી જીવ સર્વથા ભિન્ન હોવાથી જરા પણ બદલાતો નથી. એ તો વસ્તુનો બોધ કરવો એવો પોતાનો જે શુદ્ધ જ્ઞાયકભાવ છે. એ જ એક સ્વભાવને જાળવી રાખે છે. આત્મા કાંઈ કર્મરૂપ ઉપાધિથી પેદા થયો નથી કે જેથી આ જીવસ્થાનાદિ વૈભાવિક અવસ્થાઓ રૂ૫ ઔપાધિક ભાવો અનિત્ય હોવામાત્રથી આત્મા અનિત્ય બની જાય.
શંકા જીવસ્થાનાદિ ભલે ઉપાધિનિમિત્તક છે, પણ છે આત્માની જ અવસ્થાઓ. એટલે એને આત્મસ્વરૂપ જ માનવી પડે.
સમાધાન : તમારી વાત અશુદ્ધનયે સાચી જ છે. પણ શુદ્ધનયની દૃષ્ટિએ આત્મા પોતાના શુદ્ધ સ્વભાવરૂપ શુદ્ધ ઉપયોગને પેદા કરે છે જે આત્મસ્વરૂપ જ છે. એમ પુગલદ્રવ્ય પોતાના વર્ણાદિપરિણામોને કરે છે જે પુદ્ગલરૂપ જ છે. પણ આત્મા અને પુદ્ગલ.. આ બેના સંયોગથી જે જીવસ્થાનાદિ પરિણામો થાય છે એ તો મિથ્યા જ જાણવા, કારણ કે ભીંત પર ખડીથી થયેલ સફેદાઈની જેમ એનો બેમાંથી એકેમાં સમાવેશ થઈ શકતો નથી. સફેદાઇને ભીંતની માનવી કે ચૂનાની ? એ ભીંતની નથી એ સ્પષ્ટ છે. નહીંતર તો ચૂનો લગાડવાની જરૂર જ ન રહે. વળી એ ચૂનાની પણ નથી, કારણ કે ચૂનાની કાંઈ એટલી લંબાઈ-પહોળાઈ છે નહીં. આમ બેમાંથી એકેમાં સમાવેશ ન પામતી એ જેમ મિથ્યા છે. એમ જીવસ્થાનાદિ આત્મામાં અન્તર્ભાવ થઈ શકતા નથી, કારણ કે શરીરની અવગાહના વગેરે આત્મપરિણામ નથી. એમ એનો અન્તર્ભાવ પુદ્ગલમાં પણ અશક્ય છે, કારણ કે તે તે અવસ્થામાં અનુભવાતા જ્ઞાન-સુખ-દુઃખાદિ પરિણામ પુદ્ગલના નથી. વળી ધર્માસ્તિકાયાદિના એ નથી એ તો બધા જ માને છે. આમ છએ દ્રવ્યોમાં એનો સમાવેશ ન હોવાથી શુદ્ધ નયષ્ટિએ એ મિથ્યા છે. તે ૩૦ ||
ગાથાર્થ : દ્રવ્યાદિનો કથંચિત્ અભેદ હોવા છતાં શુદ્ધ ભેદનયાદિથી આ રીતે નિરૂપણ કરવું એ યોગ્ય જ છે, કારણ કે દેશના નયપ્રધાન હોય છે.