________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२९३
व्यापारश्चिद्विवर्तत्वाद्वीर्योल्लासाच्च स स्मृतः ।
विविच्यमाना भिद्यन्ते परिणामा हि वस्तुनः ।। २८ ।।
व्यापार इति । स योगः चिद्विवर्तत्वात् = ज्ञानपरिणामाद् वीर्योल्लासाद् = आत्मशक्तिस्फोरणाच्च व्यापारः स्मृतः, क्रमवतः प्रवृत्तिविषयस्य व्यापारत्वात् । एतेन द्रव्यादेर्व्यवच्छेदः । हि = यतः विविच्यमानाः भेदनयेन गृह्यमाणा वस्तुनः परिणामा भिद्यन्ते । तथा च न व्यापाराश्रयस्यापि व्यापारत्वमिति भावः ।।૨૮।। તવેવાઇ
=
અલબત્ જ્ઞાનનય એમ કહે છે કે ઘડો પહેલેથી માટીમાં હતો જ, કુંભારની ક્રિયાએ એને વ્યક્ત કર્યો. એમ ઉત્તરભાવ પણ આત્મામાં હતો જ, ક્રિયાએ એને વ્યક્ત કર્યો. ક્રિયા જો કારકહેતુ હોય તો અભવ્યમાં ભાવને પેદા કેમ કરતી નથી ? માટે એ જ્ઞાપકહેતુ છે. આ જ્ઞાનનયની વાત છે. ક્રિયાનય એને માત્ર કારકહેતુ માને છે. પ્રમાણ એને બંને હેતુ તરીકે માને છે.
(૩) નહીંતર=જો કા૨કહેતુતા માનવાની ન હોય તો માત્ર જ્ઞાપકહેતુતા જ માનવાની રહે. એટલે કે કાર્ય પહેલેથી વિદ્યમાન હતું જ, કારણ એને માત્ર વ્યક્ત કરે છે-જણાવે છે. આવું માનવાનું રહે.. આ જ તો સત્કાર્યવાદ છે. અહીં એક મહત્ત્વની વાત એ છે કે ક્રિયાના પ્રાધાન્યની વિવક્ષા ચાલે છે, માટે અહીં ક્રિયાને ભાવ દ્વારા મોક્ષનું કારણ કહી છે. અન્યથા ભાવને પણ ક્રિયા દ્વારા મોક્ષનું કારણ કહી શકાય. પૂર્વનો ભાવ ક્રિયાને પેદા કરે, એનાથી ભાવ વધારે પ્રબળ બને. પછી એ પ્રબળભાવ વળી વધારે પ્રબળ ક્રિયાને પેદા કરે.. એમ ઉત્તરોત્તર કહી શકાય છે. ॥ ૨૭ II (યોગનું સ્વરૂપ દર્શાવે છે-)
ગાથાર્થ : ચિવિવર્તરૂપ હોવાથી તથા વીર્યોલ્લાસ હોવાથી તે યોગ ‘વ્યાપાર' કહેવાયો છે. વિવેક કરાતા પરિણામો વસ્તુ કરતાં ભિન્ન હોય છે.
ટીકાર્થ : તે યોગ ચિદ્વિવર્ત=જ્ઞાનપરિણામરૂપ હોવાથી અને વીર્યોલ્લાસ=આત્મશક્તિનું સ્ફોરણ હોવાથી વ્યાપાર કહેવાયો છે, કારણ કે ક્રમિક પ્રવૃત્તિવિષય વ્યાપારરૂપ હોય છે. આમ કહેવાથી દ્રવ્યાદિનો વ્યવચ્છેદ થયો. કારણ કે વિવેક કરાતાભેદનયે ગૃહીત થતા પરિણામો વસ્તુથી ભિન્ન હોય છે. એટલે વ્યાપારનો આશ્રય ‘વ્યાપાર’ રૂપ નથી.
વિવેચન : યોગ એ મોક્ષહેતુભૂત હોવાથી મોક્ષમાર્ગરૂપ હોવાના કારણે જ્ઞાન-ક્રિયા ઉભયાત્મક છે. એટલે એ જ્ઞાનપરિણામ-વીર્યસ્ફુરણ ઉભયસંવલિત હોય છે. તેથી ક્રમિક પ્રવૃત્તિવિષય બનવાથી એ વ્યાપાર કહેવાય છે. એટલે કે યોગ વ્યાપારરૂપ છે. આશય એ છે કે મૃત્કિંડથી ઘટ સુધી પહોંચવામાં વચલા સ્થાસ-કોશ વગેરે વ્યાપાર કહેવાય. એમ ચ૨માવર્તપ્રવિષ્ટ જીવ મૃત્કિંડ છે. મોક્ષ એ ઘટ છે. અપુનર્બન્ધક વગેરે અવસ્થાભાવી અનુષ્ઠાનો એ વ્યાપાર છે, કારણ કે એમાં જ્ઞાનપરિણામ અને વીર્યોલ્લાસ ભળેલા હોય છે. આમ પ્રકૃષ્ટ અવસ્થાના કારણભૂત વચગાળાના પરિણામો-વ્યાપાર એ યોગ છે. આમાં વીર્યોલ્લાસ કહ્યો એટલે ક્યારેક બાહ્ય ક્રિયા ન હોવા છતાં આંતરિક ઉલ્લાસ-ભાવના હોય તો એ માનસયોગરૂપ બની જાય છે. હેયોપાદેયનો વિવેક એ શ્રદ્ધાપરિણામ છે. એના પાલનનું પ્રણિધાન આવે એ વીર્યોલ્લાસ. સાધુને જોઈને સાધુતાનું જ્ઞાન થાય. ને