________________
२९६
योगलक्षणद्वात्रिंशिका १० - ३२ ___ द्रव्यादेरिति । द्रव्यादेः परिणामेभ्यः स्यात् कथञ्चिदभेदेऽपि शुद्धः सः केवलो यो भेदनयस्तदादिना (=शुद्धभेदनयादिना) । इत्थं उक्तरीत्या व्युत्पादनं युक्तम् । नयसारा=नयप्रधाना हि देशना शास्त्रे प्रवर्तते । अन्यथा तु योगपरिणत आत्माऽपि योग इतीष्यत एव, चरणात्मनोऽपि भगवत्यां प्रतिपादनादिति भावः Tીરૂ9TI
योगलक्षणमित्येवं जानानो जिनशासने । परोक्तानि परीक्षेत परमानन्दबद्धधीः ।। ३२ ।। યોગાસમિતિ | સ્પષ્ટ: સારૂ II
// રૂતિ યોનિક્ષMદ્વત્રિશા ! ૭૦. ટકાર્થ ? આત્મદ્રવ્ય વગેરેનો જીવસ્થાનાદિપરિણામોથી કથંચિત્ અભેદ હોવા છતાં શુદ્ધ-માત્ર જે ભેદનાય.. તે નયની દૃષ્ટિએ આ રીતે નિરૂપણ કરવું યોગ્ય જ છે, કારણ કે શાસ્ત્રોમાં નયપ્રધાનદેશના જણાવેલી છે. બાકી=અભેદનયને અનુસરીએ તો અભેદનયને આગળ કરીએ તો યોગ રૂપે પરિણમેલો આત્માપણ યોગ મનાયેલો જ છે. કારણ કે શ્રી ભગવતીજીમાં ચારિત્રાત્માનું પણ પ્રતિપાદન છે.
વિવેચનઃ જીવસ્થાનાદિ પરિણામો જેવદ્રવ્યાદિથી કથંચિત્ અભિન્ન પણ છે જ, નહીંતર તો “એ જીવના છે એમ કહી જ ન શકાય એટલે જીવ પણ તે તે અવસ્થારૂપ બનતો હોવાથી અશુદ્ધ થાય જ છે. તેમ છતાં માત્ર ભેદનય વગેરેની દૃષ્ટિએ આત્માને શુદ્ધ જ કહેવો અને પરિણામોને મિથ્યા કહેવા એ પણ યોગ્ય જ છે. કારણ કે દેશના નયપ્રધાન હોય છે. બાકી અભેદનયવગેરેની દ્રષ્ટિએ યોગરૂપે પરિણમેલો આત્મા યોગ તરીકે ઇષ્ટ છે જ. એટલે શ્રી ભગવતી સૂત્રમાં ચારિત્રાત્મા, યોગાત્મા, કષાયાત્મા વગેરે આઠ પ્રકારોના નિરૂપણ દ્વારા આત્માને જ તે તે ચારિત્ર, યોગ વગેરે પરિણામરૂપે કહ્યા છે. / ૩૧ / (છેલ્વે માર્ગદર્શન આપે છે.)
ગાથાર્થ : શ્રી જૈનશાસનમાં આ પ્રમાણે બતાવેલા યોગના લક્ષણને જાણતા મોક્ષમાં સ્થિર દૃષ્ટિવાળા સાધકે અન્ય ધર્મોમાં કહેલા યોગના લક્ષણની પરીક્ષા કરવી જોઈએ.
ટીકાર્થ: ગાથાર્થ સ્પષ્ટ છે.
વિવેચનઃ અહીં પરીક્ષેત કહ્યું. એ સૂચવે છે કે જે પરોક્ત હોય એનો નિષેધ જ કરવાનો એમ નહીં, એ શી રીતે ઘટી શકે એ પણ વિચારવું, તથા પરીક્ષક પરમાનન્દબદ્ધધી જોઈએ, ઈર્ષ્યા-દ્વેષબદ્ધધી નહીં. આ વાત અને સ્વસિદ્ધાન્ત સમજ્યા પછી પરોક્તની પરીક્ષા કરવી એ વાત અહીં સૂચવી છે. આમલી ખાધા પછી આંબાની મહત્તા સમજાય. અન્ય વર દરિદરતિય ઇવ ટુ.. આ ભક્તામરની ગાથા પણ આ જ સૂચવે છે. અન્યદર્શન જાણ્યા પછી સ્વદર્શનની દ્રઢતા થાય. તેથી સમ્મતિતકદિને દર્શનશાસ્ત્ર કહ્યા છે. જિનશાસનમાં કહેલ યોગલક્ષણની દ્રઢતા માટે અહીં અન્ય દર્શનોક્ત યોગલક્ષણની પરીક્ષા કરવાનું ગ્રન્થકારે કહ્યું છે. ll૩રા.
આ બત્રીશી અંગે કંઈક -
આ બત્રીશીમાં આવેલા પાંચ આશયોનું તથા અન્ય પણ વિષયના વધારે ઊંડાણવાળા સૂક્ષ્મ વિસ્તૃત વિવેચન માટે મારાં સિદ્ધિનાં સોપાન, બત્રીશીના સથવારે કલ્યાણની પગથારે ભાગ-૪ તથા યોગવિંશિકાવિવેચનને અવગાહવાની ખાસ વિનંતી છે.