________________
२९४
योगलक्षणद्वात्रिंशिका १० - २९, ३०
जीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः । परिणामा विवर्तन्ते जीवस्तु न कदाचन ।। २९ ।।
जीवस्थानानीति । सर्वाणि = चतुर्दशापि जीवस्थानानि, गुणस्थानानि तावन्त्येव, मार्गणाः = गतीन्द्रियाद्याः परिणामा विवर्तन्ते = दशाविशेषं भजन्ते । जीवस्तु कदाचन न विवर्तते, तस्य शुद्धज्ञायकभावस्यैकस्वभावत्वात्
उपाधिः कर्मणैव स्यादाचारादौ श्रुतं ह्यदः । विभावानित्यभावेऽपि ततो नित्यः स्वभाववान् ।। ३०।।
उपाधिरिति । आचारादौ ह्यदः श्रुतं-यदुतोपाधिः कर्मणैव स्यात् “कम्मुणा उवाही जायइ त्ति” (आचा.१/ રૂ/9/.99૦) વવનાત્ |
ततो विभावानां = मिथ्यात्वगुणस्थानादारभ्यायोगिगुणस्थानं यावत् प्रवर्तमानानामौपाधिकभावानामनित्यभावेऽपि (=विभावानित्यभावेऽपि) स्वभाववान् = आत्मा नित्यः, तस्योपाध्यजनितत्वात् । હું પણ આ પાળું' વગેરે ભાવના એ વર્ષોલ્લાસ. આમ યોગને વ્યાપારરૂપ કહ્યો એટલે યોગ, વ્યાપારના આશ્રયભૂત આત્મદ્રવ્યાદિરૂપ નથી એમ દ્રવ્યાદિનો વ્યવચ્છેદ થયો.
શંકા વ્યાપાર, પોતાનાં આશ્રયથી કથંચિઅભિન્ન હોય છે. એટલે એ રીતે એ આત્મદ્રવ્યાદિ રૂપ બનશે ને !
સમાધાનઃ અહીં ભેદનયથી વિચારણા છે. આ નયમુજબ આત્માના વિવિધ પરિણામો પરસ્પર પણ ભિન્ન હોય છે ને પોતાના આશ્રયભૂત આત્માથી પણ ભિન્ન હોય છે. એટલે વ્યાપાર યોગ છે, પણ વ્યાપારના આશ્રયભૂત આત્મા એ વ્યાપારાત્મક યોગથી ભિન્ન હોવાથી યોગરૂપ નથી. / ૨૮ ! (આ જ ભેદનયની વાત કહે છે-).
ગાથાર્થ બધા જીવસ્થાન, ગુણસ્થાન, માર્ગણા પરિણામો બદલાય છે. પણ જીવ ક્યારેય બદલાતો નથી.
ટીકાર્થ ઃ બધા=ચૌદે જીવસ્થાનો, એટલા જ ગુણસ્થાનો, ગતિ-ઇન્દ્રિય વગેરે માર્ગણા પરિણામો વિવર્તી પામે છે=જુદી જુદી દશાઓ પામે છે, પણ જીવ તો ક્યારેય વિવર્ત પામતો નથી=જુદી જુદી દશાઓ પામતો નથી, કારણ કે શુદ્ધ જ્ઞાયકભાવને ધરતો એ હમેશા એક જ સ્વભાવવાળો હોય છે. તે ૨૯ // (આ જ વાતમાં યુક્તિ જણાવે છે-)
ગાથાર્થ : ઉપાધિ કર્મથી જ થાય છે. આ વાત આચારાદિમાં સાંભળવા મળે છે. તેથી વિભાવો અનિત્ય હોવા છતાં આત્મા નિત્યસ્વભાવવાળો છે.
ટીકાર્થ: શ્રી આચારાંગજી વગેરેમાં કર્મથી ઉપાધિ થાય છે (આચા) ૧-૩-૧-૧૧૦) આવા વચનથી એ સાંભળ્યું છે કે ઉપાધિ કર્મથી જ થાય છે. એટલે મિથ્યાત્વગુણસ્થાનથી લઈને અયોગી ગુણસ્થાન સુધીના પ્રવર્તતા ઔપાધિકભાવો૩૫ વિભાવો અનિત્ય હોવા છતાં (એ વિભાવાત્મક) સ્વભાવવાળો આત્મા નિત્ય છે. કારણ કે એ ઉપાધિજનિત ન હોવાથી પાધિકભાવરૂપ નથી.