________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२९१ भावपूर्वक्रियाकृतस्तु तद्भस्मसदृशः = मण्डूकभस्मसदृशः स्यात्, पुनरुत्पत्तिशक्त्यभावात् । एवं च क्लेशध्वंसविशेषजनकः शक्तिविशेष एव क्रियायां भाववृद्ध्यनुकूल इति फलितम् ।। २६ ।। तथा च
विचित्रभावद्वारा तत् क्रिया हेतुः शिवं प्रति ।
अस्या व्यञ्जकताऽप्येषा परा ज्ञाननयोचिता ।।२७।।
विचित्रेति (तत् = तस्मात्) विचित्रो भावोऽध्यात्मादिरूपः, तद्द्वारा (=विचित्रभावद्वारा) क्रिया शिवं प्रति हेतुः, दण्ड इव चक्रभ्रमिद्वारा घटे । कारणता च तस्याः शक्तिविशेषेण न तु भावपूर्वकत्वेनैव, भावस्यान्यथासिद्धिप्रसङ्गात् ।
अस्याः क्रियाया व्यञ्जकताऽप्येषा हेतुताविशेषरूपा परा । सत एव भावस्य ज्ञापकत्वरूपाभिव्यञ्जकता ज्ञाननयोचिता=ज्ञाननयप्राधान्योपयुक्ता, न तु व्यवहारतो वास्तवी, अन्यथा सत्कार्यवादप्रसङ्गादिति भावः Tીર૭ની
શુભક્રિયાથી પણ થાય છે. પણ માત્ર ક્રિયાથી થયેલો ક્લેશક્ષય મંડૂકપૂર્ણ સમાન હોય છે. જ્યારે ભાવપૂર્વકની ક્રિયાથી થયેલો ક્લેશલય મંડૂકભસ્મ સમાન હોય છે. મંડૂક એટલે દેડકો... એ મરી ગયા બાદ એના શરીરનો નાશ બે રીતે થાય છે. એનું મૃત શરીર સૂકાઈ સૂકાઈને. તથા અન્ય પદાર્થો સાથે અથડાઈ-કૂટાઈને ચૂર્ણ જેવું થઈ જાય છે. એ ચૂર્ણ= એની રજકણો ધૂળમાં મળી જાય છે. પછી જ્યારે વરસાદ પડે છે, ખાબોચિયાં ભરાય છે, ને એ મંડૂકચૂર્ણમાંથી નવા સંભૂમિ દેડકાં ઉત્પન્ન થાય છે. એમ માત્ર ક્રિયાથી નાશ પામેલા રાગાદિ ક્લેશો, એવા પ્રકારની સામગ્રી મળતાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે. પણ જો દેડકાંના શરીરનો નાશ એની ભસ્મ કરી દેવા દ્વારા થયો હોય તો પછી ગમે એટલું પાણી વરસવા કે ભરાવા છતાં એ ભસ્મમાંથી ફરીથી ક્યારેય દેડકો ઉત્પન્ન થતો નથી. એમ ભાવપૂર્વકની ક્રિયાથી નાશ પામેલા રાગાદિ ક્લેશો ફરીથી અસ્તિત્વમાં આવી શકતા નથી, કારણ કે એમાં ફરીથી ઉત્પન્ન થવાની યોગ્યતા જ રહી હોતી નથી. આમ ફ્લેશધ્વસવિશેષ યોગ્યતા પણ નાશ પામી જાય એ રીતે થતો ક્લેશધ્વસ, એને કરી આપનાર શક્તિવિશેષ=એક ચોક્કસ પ્રકારની શક્તિ, એ જ ક્રિયામાં રહેલ ભાવવર્ધક પરિબળ છે એમ નિશ્ચિત થાય છે. || ૨૦ || અને એટલે -
ગાથાર્થ : તેથી ક્રિયા વિચિત્રભાવ દ્વારા મોક્ષ પ્રત્યે કારણ છે. એની આ અન્ય વ્યંજકતા પણ જ્ઞાનનયઉચિત છે.
ટીકાર્થ : (તેથી) ક્રિયા અધ્યાત્મ વગેરે રૂપ વિચિત્ર ભાવ દ્વારા મોક્ષ પ્રત્યે કારણ છે. જેમ દંડ ચક્રભ્રમણદ્વારા ઘટપ્રત્યે કારણ છે. તે ક્રિયાની આ કારણતા શક્તિવિશેષરૂપે છે, નહીં કે ભાવપૂર્વકત્વરૂપે, કારણ કે એ રૂપે માનવામાં ભાવ અન્યથાસિદ્ધ થઈ જાય. આ ક્રિયામાં આ હેતુતાવિશેષરૂપે અન્ય વ્યંજકતા પણ છે, વિદ્યમાન એવા જ ભાવની જ્ઞાપકત્વરૂપ અભિવ્યંજકતા જ્ઞાનનયને ઉચિત છે=જ્ઞાનનયના પ્રાધાન્ય માટે ઉપયુક્ત છે, નહીં કે વ્યવહારથી વાસ્તવિક છે, નહીંતર સત્કાર્યવાદ આવી પડવાની આપત્તિ છે, એમ ભાવ છે.
વિવેચનઃ (૧) જેમ દંડ, દંડરૂપે ઘટપ્રત્યે કારણ છે, એમ ક્રિયાને ક્રિયારૂપે જ મોક્ષ પ્રત્યે કારણ માની