________________
२९०
___योगलक्षणद्वात्रिंशिका १० - २६ शिरेति । शिरोदकसमः = तथाविधकूपे सहजप्रवृत्तशिराजलतुल्यो भावः । क्रिया च खननोपमा शिराऽऽश्रयकूपादिखननसदृशी । अतो भावपूर्वादनुष्ठानाद् भाववृद्धिर्बुवा, जलवृद्धौ कूपखननस्येव भाववृद्धौ क्रियाया हेतुत्वात् । भावस्य दलत्वेऽपि बहुदलमेलनरूपाया वृद्धस्तदन्वयव्यतिरेकानुविधानात् ।। २५ ।।
मण्डूकचूर्णसदृशः क्लेशध्वंसः क्रियाकृतः । तद्भस्मसदृशस्तु स्याद् भावपूर्वक्रियाकृतः ।। २६।।
मण्डूकेति । क्रियाकृतः = केवलक्रियाजनितः क्लेशध्वंसो = रागादिपरिक्षयो मण्डूकचूर्णसदृशः, पुनरुत्पत्तिशक्त्यन्वितत्वात् ।
ભાવ, તેવા પ્રકારના કૂવામાં સહજ પ્રવૃત્ત શિરાજળ જેવો છે. અને ક્રિયા શિરાના આશ્રયભૂત કૂવાને ખોદવા સમાન છે. તેથી ભાવપૂર્વકના અનુષ્ઠાનથી ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે, કારણ કે કૂવો ખોદવો એ જેમ જળવૃદ્ધિનો હેતુ છે એમ ક્રિયા એ ભાવવૃદ્ધિનો હેતુ છે. તે પણ એટલા માટે કે ભાવ દલરૂપ હોવા છતાં બહુદલ ભેગું કરવારૂપ વૃદ્ધિ તેના અન્વય- વ્યતિરેકને અનુસરે છે.
વિવેચન : અહીં ભાવ-ક્રિયાને અન્ય ઉપમા દ્વારા સમજાવવામાં આવ્યા છે. ક્રિયા ભૂમિ ખોદવા સમાન છે ને ભાવ શિરા સમાન છે. અમુક જમીનમાં નીચે પાણીની પાતાલ સેરો વહેતી હોય છે. ઉપર એ જ ભાગ પર કૂવો ખોદવામાં આવે તો સહજ રીતે પાણીની પ્રાપ્તિ થઈ જાય છે, ને આ પ્રાપ્તિ ચાલુ જ રહે છે. એમ જો શિરોદકતુલ્ય ભાવ વિદ્યમાન હોય તો, કૂવો ખોદવારૂપ ક્રિયા ભાવપૂર્વકની થવાથી એનાથી ભાવવૃદ્ધિ ચોક્કસ થાય જ છે, કારણ કે જળવૃદ્ધિમાં જેમ કૂપખનન એ કારણ છે એમ ભાવવૃદ્ધિમાં ક્રિયા એ કારણ છે.
શંકા : ભાવનું ઉપાદાનકારણ ભાવ જ બની શકે. તો ભાવવૃદ્ધિમાં તમે ક્રિયાને કેમ કારણ કહો છો ?
સમાધાન : તમારી વાત સાચી છે. છતાં વિવલિત શુભભાવ અને એને અનુરૂપ અન્ય પણ વિવિધ શુભભાવો.. આ બધાને ક્રિયા ભેગા કરી આપે છે. જેમકે પ્રભુપૂજાની ક્રિયા.. દિલમાં પ્રભુભક્તિનો ભાવ તો છે જ. પણ જો ક્રિયા (પ્રભુપૂજા) કરવાની હોય તો સ્નાનાદિમાં જયણા, પૂજામાં ક્રમજાળવણી, વિધિપાલન, આશાતના પરિહાર.. વગેરે પણ ભાવો સંકળાય છે. જો પૂજા કરવાની જ ન હોય તો ભક્તિના ભાવમાં આ બધા ભાવો શી રીતે મળી શકે ? ને આ બધા ભાવો ન ભળે તો ભક્તિભાવ પણ વધારે પુષ્ટ શી રીતે બને? એટલે ક્રિયાથી ભાવવૃદ્ધિ થાય છે, ક્રિયા ન હોય તો થતી નથી. આમ અન્વય-વ્યતિરેક મળતા હોવાથી ક્રિયાને ભાવવૃદ્ધિનું કારણ કહી છે. || ૨૫ . (અન્ય દૃષ્ટાંત આપે છે-).
ગાથાર્થ : ક્રિયા દ્વારા કરાયેલો ક્લેશધ્વંસ દેડકાના ચૂર્ણ જેવો છે. જ્યારે ભાવપૂર્વકની ક્રિયા દ્વારા કરાયેલો તે તેની ભસ્મ જેવો છે.
ટીકાર્થઃ માત્ર ક્રિયાજન્ય રાગાદિ ક્લેશનો પરિક્ષય મંડૂકચૂર્ણ જેવો છે, કારણ કે ફરીથી ઉત્પન્ન થવાની યોગ્યતાવાળો છે. જ્યારે ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલો ક્લેશધ્વસ મંડૂકભસ્મ જેવો છે, કારણ કે ફરીથી ઉત્પન થવાની યોગ્યતા વિનાનો છે. આમ ક્લેશધ્વંસવિશેષનો જનક શક્તિવિશેષ એ જ ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ છે એમ ફલિતાર્થ મળે છે.
વિવેચનઃ આત્માને વળગેલા રાગાદિદોષોરૂપ ક્લેશોનો ક્ષય માત્ર શુભક્રિયાથી પણ થાય છે ને ભાવપૂર્વકની