________________
योगलक्षणद्वात्रिंशिका १०- २३, २४
भावस्येति । तेन भावस्य= अन्तःपरिणामस्य मोक्षे मुख्यहेतुत्वं व्यवस्थितम् । तेन स एव योग इत्युक्तं भवति । तस्यैव योगतश्चरमावर्ते क्रियाया अपि मोक्षे मुख्यहेतुत्वं, अतस्तस्या अपि योगत्वमिति भावः ૫૫૨૨૦૦
२८८
रसानुवेधात्ताम्रस्य हेमत्वं जायते यथा ।
क्रियाया अपि सम्यक्त्वं तथा भावानुवेधतः ।। २३ ।।
रसानुवेधादिति । ताम्रस्य रसानुवेधात् = सिद्धरससम्पर्काद् यथा हेमत्वं जायते । तथा क्रियाया अपि भावानुवेधतः सम्यक्त्वं = मोक्षसम्पादनशक्तिरूपम् ।। २३ ।।
भावसात्म्येऽत एवास्या भङ्गेऽपि व्यक्तमन्वयः । सुवर्णघटतुल्यां तां ब्रुवते सौगता अपि ।। २४ ।।
ટીકાર્થ : તેથી ભાવ=આંતરિક પરિણામ મોક્ષ પ્રત્યે મુખ્ય હેતુ છે. આ વાત નિશ્ચિત થઈ. એટલે એ જ ‘યોગ’ છે એમ કહેવાય છે. વળી તેનો સંબંધ થવાથી જ ચરમાવર્તમાં ક્રિયા પણ મોક્ષનો મુખ્ય હેતુ બને છે. એટલે તે પણ યોગરૂપ છે. ॥ ૨૨ || (ભાવનો પ્રભાવ સમજાવે છે-)
ગાથાર્થ : ૨સનો અનુવેધ થવાથી તાંબુ જેમ સોનું બની જાય છે એમ ભાવનો અનુવેધ થવાથી ક્રિયા પણ સમ્યક્ બની જાય છે.
ટીકાર્થ : રસનો અનુવેધ થવાથી—સિદ્ધ૨સનો સંપર્ક થવાથી તાંબુ જેમ સોનું બની જાય છે, એમ ક્રિયા પણ પ્રણિધાનાદિ આશયરૂપ ભાવનો અનુવેધ થવાથી સમ્યક્ બની જાય છે, એટલે કે મોક્ષસંપાદક શક્તિવાળી બની જાય છે. ।। ૨૩ ॥ (આ જ વાતની પુષ્ટિ કરે છે-)
ગાથાર્થ : એટલે જ ભાવસાત્મ્ય જો છે, તો આનો—ક્રિયાનો ભંગ થવા છતાં ભાવનો અન્વય અક્ષત રહે
5. ગ્રન્થકારે ‘ભાવ મોક્ષનો મુખ્ય હેતુ છે માટે યોગ છે', આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે. છતાં શબ્દશઃ વિવેચનકાર જણાવે છે કે મોક્ષને અનુકૂળભાવ પણ જો ઉત્તરોત્તર ભાવને પ્રગટ કરતો હોય તો જ યોગ રૂપ છે, ન કરતો હોય (=વ્યાપારવાળો ન હોય) તો યોગરૂપ નથી. વિનિયોગપૂર્વના આશયો અવશ્ય સાનુબંધ હોવાનો નિયમ નથી. એટલે પ્રણિધાન-પ્રવૃત્તિ હોય, પણ વિઘ્નજય ન હોય.. ને વિઘ્ન આવે તો પ્રવૃત્તિ અટકી પણ જાય. ઉત્તરોત્તર આશયને પેદા ન પણ કરે.. શું એટલા માત્રથી અત્યાર સુધી આ બે આશયપૂર્વક કરેલી ધર્મક્રિયા યોગ ન બને ? પોતે જ પૂર્વે જણાવી ગયા છે કે પ્રણિધાનાદિમાંના એકાદ આશય પૂર્વકની ક્રિયા પણ યોગ છે.
તથા ગ્રન્થકારે ખુદ ક્રિયાને પણ મુખ્ય હેતુ જણાવી છે. સ્વયં પણ ‘ક્રિયાને અવલંબીને ભાવ પ્રગટ થાય છે’, એમ જણાવ્યું છે. છતાં પૃ. ૫૯ પર ‘ક્રિયા મુખ્ય હેતુ નથી' એમ આ પંડિત જણાવે છે. શું ક્રિયા પ્રત્યેના દ્વેષથી જ પંડિતાઈ આવતી હશે ? આ સિવાય પણ એટલી બધી ગરબડ કરી છે, કેટલું લખવું ? મૂળ પોતે ક્યાં ભૂલો કરે છે એ પકડવાની ક્ષમતા નથી એની બધી ગરબડ છે. અહીં ‘મોક્ષનો મુખ્યહેતુ એ ‘યોગ’ આટલું જ લક્ષણ ગ્રન્થકારને અભિપ્રેત છે. ને ભાવ એવો હોવાથી ‘યોગ’ તરીકે માન્ય છે. છતાં આ પંડિત પૂર્વે આપેલા, ‘મોક્ષહેતુ વ્યાપાર એ યોગ' એ લક્ષણને અહીં લઇ આવ્યા. આમાં મોક્ષના મુખ્ય હેતુ તરીકે ભાવ લેવાનો હોવાથી ભાવવ્યાપાર એ યોગ બને...ભાવ નહીં... એટલે પાછી ગુલાંટ મારી...‘વ્યાપારવાળો ભાવ એ યોગ' એય મારી મચડીને અર્થ લીધો.