________________
२८६
योगलक्षणद्वात्रिंशिका १० - २० अनिवृत्तेति । अनिवृत्तः प्रतिलोमशक्त्याऽन्तरलीनोऽधिकारः पुरुषाभिभवनरूपो यस्यास्तस्यां (=अनिवृत्ताधिकारायां) प्रकृतौ सर्वथैव हि = सर्वैरेव प्रकारेः, अपुनर्बन्धस्थानस्याप्यप्राप्तावित्यर्थः, न = नैव पुंसस्तत्त्वमार्गेऽस्मिन् वक्तुमुपक्रान्ते जिज्ञासाऽपि = ज्ञातुमिच्छाऽपि, किं पुनस्तदभ्यास इत्यपिशब्दार्थः, प्रवर्तते = સક્ઝાયતે 1987
साधिकारप्रकृतिमत्यावर्ते हि नियोगतः ।। पथ्येच्छेव न जिज्ञासा क्षेत्ररोगोदये भवेत् ।।२०।।
साधिकारेति । साधिकारा पुरुषाभिभवप्रवृत्ता या प्रकृतिस्तद्वति(=साधिकारप्रकृतिमति) आवर्ते हि नियोगतः = निश्चयतो जिज्ञासा = तत्त्वमार्गपरिज्ञानेच्छा न भवेत्, क्षेत्ररोगोदय इव पथ्येच्छा । क्षेत्ररोगो नाम
ગાથાર્થ પ્રકૃતિ જ્યાં સુધી સર્વથા અનિવૃત્ત અધિકારવાળી છે ત્યાં સુધી જીવને આ તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ જાગતી નથી.
ટીકાર્થ : પ્રકૃતિનો પુરુષનો અભિભવ કરવારૂપ અધિકાર પ્રતિલોમશક્તિથી અન્તર્લીન થતો હોય છે. પણ જ્યાં સુધી એ સર્વપ્રકારોએ અન્તર્લીન થયો નથી ત્યાં સુધી પ્રકૃતિ સર્વથા અનિવૃત્તઅધિકારવાળી કહેવાય છે. જૈનદર્શન મુજબ અપુનર્બન્ધાસ્થાનની પણ હજુ અપ્રાપ્તિ છે એવો અર્થ મળે છે. ત્યાં સુધી જીવને જેને કહેવાનો અધિકાર ચાલી રહ્યો છે એ આ તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ જાગતી નથી તો તેના અભ્યાસની તો શું વાત ? (આ છે શબ્દથી મળતો અર્થ છે.)
વિવેચનઃ અહીં આવો આશય છે. પુરુષ=આત્મા. પ્રકૃતિ કર્મ. આ પ્રકૃતિની બે પ્રકારે શક્તિ હોય છે. અનુલોમશક્તિ=પ્રકૃતિનું પ્રવર્તન... એટલે કે પુરુષનો અભિભવ કરવાની પ્રવૃત્તિ. પુરુષને “હું કર્તા છું” “ ભોક્તા છું' આવો બધો ભ્રમ થવો એ એનો અભિભવ છે. આવા અભિભવ કરવાના પોતાના અધિકારને પ્રકૃતિ પ્રવર્તાવ્યા કરે એ એની અનુલોમશક્તિ છે. પોતાના આ અધિકારને પાછો ઊઠાવી લેવાની પ્રકૃતિની શક્તિ એ પ્રતિલોમશક્તિ છે. પ્રકૃતિના અધિકારની આ નિવૃત્તિને આપણી પરિભાષા મુજબ કહેવી હોય તો અપુનર્બન્ધદશાની પ્રાપ્તિરૂપે કહી શકાય. પ્રતિલોમશક્તિથી પ્રકૃતિનો અધિકાર જ્યાં સુધી નિવૃત્ત થયો નથી. એટલે કે જીવ હજુ પ્રકૃતિના અધિકાર હેઠળ જ છે. ત્યાં સુધી જીવને યોગમાર્ગની જિજ્ઞાસા પણ જાગતી નથી, તો પ્રવૃત્તિની તો વાત જ શી ? આપણી પરિભાષામાં કહેવું હોય તો, મોહનીયકર્મપ્રકૃતિનો જીવ પર, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરાવવારૂપ અધિકાર જ્યાં સુધી નિવૃત્ત થતો નથી, એટલે કે અપુનબંધકદશા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવને યોગમાર્ગની વાસ્તવિક જિજ્ઞાસા પણ પેદા થતી નથી. / ૧૯ // (આ વાતને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે.)
ગાથાર્થ : ક્ષેત્રરોગનો ઉદય હોય તો જેમ પથ્યની ઇચ્છા થતી નથી એમ અધિકારયુક્ત પ્રકૃતિવાળા આવર્તમાં નિશ્ચયથી જિજ્ઞાસા જાગતી જ નથી.
ટીકાર્થ : સાધિકાર એટલે પુરુષનો અભિભવ કરવામાં પ્રવૃત્ત એવી જે પ્રકૃતિ. આવી પ્રકૃતિવાળા આવર્તમાં નિયોગતઃ=નિશ્ચયથી જિજ્ઞાસા–તત્ત્વમાર્ગના પરિજ્ઞાનની ઇચ્છા થતી નથી, જેમ કે ક્ષેત્રરોગના ઉદયમાં પથ્યની ઇચ્છા થતી નથી. અન્ય અનેક રોગના આધારભૂત કુષ્ઠાદિરોગ એ ક્ષેત્રરોગ છે. એના કારણે જેમ પથ્થ-અપથ્યની બુદ્ધિનો વિપર્યાસ થાય છે એમ પ્રસ્તુતમાં પણ જાણવું.