________________
२८४
योगलक्षणद्वात्रिंशिका १० - १७ 'तत्त्वेन तु पुन:काऽप्यत्र धर्मक्रिया मता । તત્રવૃાાતિવૈકુખ્યામ-જોધાયા થથા //” (યોજાવિન્યુ-૨૨) Iઉદ્દા तस्मादचरमावर्तेष्वयोगो योगवर्त्मनः । योग्यत्वेऽपि तृणादीनां घृतत्वादेस्तदा यथा ।।१७।।
तस्मादिति । तस्मात् = प्रणिधानाधभावादचरमावर्तेषु योगवर्त्मनो = योगमार्गस्य अयोगः = असम्भवः, योग्यत्वेऽपि = योगस्वरूपयोग्यत्वेऽपि तृणादीनां तदा = तृणादिकाले यथा घृतत्वादेरयोगः । तृणादिपरिणामकाले तृणादेघृतादिपरिणामतथास्वरूपयोग्यत्वेऽपि घृतादिपरिणामसहकारियोग्यताऽभावाद्यथा न घृतादिपरिणामस्तथा प्रकृतेऽपि भावनीयम् ।
ઉપરથી મલિનતા હોવાથી પ્રત્યપાય માટેeઇચ્છિતના પ્રતિપક્ષભૂત વિપ્ન માટે થાય છે. જેમકે કૂટતુલાદિલોભક્રિયા કે સંગ્રામાદિરૂપ લોભક્રિયા. યોગબિંદુ (૯૨)માં કહ્યું છે કે મલિનઅંતરાત્માથી અને અનાભોગથી કરાતી ઘર્મક્રિયામાં તત્ત્વથી એકે ધર્મક્રિયારૂપે મનાયેલી નથી, કારણ કે પ્રવૃત્તિ-વિબજય વગેરે આશયોનો અભાવ છે, જેમ કે લોભક્રિયા-ક્રોધક્રિયા. / ૧૬ Il (નિગમન કરે છે )
ગાથાર્થ : તેથી અચરમાવર્તમાં, યોગ્યતા હોવા છતાં યોગમાર્ગનો યોગ થતો નથી. જેમકે ઘાસ વગેરેમાં એ તૃણાદિકાળે વૃતત્વનો યોગ હોતો નથી.
ટીકાર્થ યોગની સ્વરૂ૫યોગ્યતા હોવા છતાં અચરમાવર્તામાં પ્રણિધાનાદિનો અભાવ હોવાથી યોગમાર્ગનો સંભવ હોતો નથી. જેમ કે તૃણાદિમાં ત્યારે-તૃણાદિકાળમાં ઘીપણાનો યોગ હોતો નથી. આશય એ છે કે તૃણાદિમાં ધૃતાદિ પરિણામની સ્વરૂપ યોગ્યતા પડી હોવા છતાં જ્યારે તૃણાદિપરિણામ છે ત્યારે વૃતાદિપરિણામના જનક સહકારી કારણોની યોગ્યતા ન હોવાથી જેમ વૃતાદિપરિણામ સંભવતો નથી, એ રીતે પ્રસ્તુતમાં પણ વિચારવું. એટલે જ સહકારીની યોગ્યતાના અભાવવાળા તે કાળમાં કાર્યની અનુત્પત્તિને તે સહકારીયોગ્યતાના અભાવ દ્વારા જ સાધવાના અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિ મહારાજે (યોગબિંદુ ૯૩-૯૪માં) કહ્યું છે કે તેથી અચરમાવર્તામાં અધ્યાત્મ સંભવતું નથી. જેમ અનંતકાળચક્રની કાયસ્થિતિ વીતાવનાર વનસ્પતિજીવને એ કાળ દરમ્યાન દિવ્ય સુખ સંભવતું નથી. (અર્થાત્ દેવલોકમાં જવાની યોગ્યતા હોવા છતાં અણુવ્રત-મહાવ્રતાદિની યોગ્યતા એ કાળે ન હોવાથી દિવ્યસુખાત્મક કાર્ય સંપન્ન થતું નથી) અથવા જેમ તેઉકાય તથા વાઉકાય જીવોને તેઓ ભવ્ય હોય તો પણ ચારિત્ર સંભવતું નથી. તેમ અન્યદા અચરમાવર્તમાં યોગનો સંભવ નથી.
વિવેચન : ઘાસ ગાય દ્વારા ખવાય, વાગોળાય ને પછી ક્રમશઃ દૂધ-દહીં-છાશ-માખણ-ઘી ક્રમે ઘીરૂપે પરિણમે છે. ઘાસમાં ઘીરૂપે પરિણામવાની આ જે યોગ્યતા છે તે “સ્વરૂપયગ્યતા છે. પણ તુણકાળે એમાં
4. શબ્દશઃ વિવેચનકારની પંડિતાઈ જુઓ-વર્તમાનમાં સહકારી સામગ્રીની પ્રાપ્તિ થાય તો પણ જે કાર્યસન્મુખ થાય તેમ નથી, તે સ્વરૂપ યોગ્યતા. જો આ વ્યાખ્યાને સાચી માનીએ તો “ચરમાવર્તકાળે સ્વરૂપ યોગ્યતા હોતી નથી, અર્થાતુ ભવ્યજીવ ચરમાવર્તમાં અયોગ્ય બની જાય છે. આવું માનવું પડે, કારણ કે એ કાળે તો સહકારી સામગ્રી પ્રાપ્તિ થવા પર કાર્યસન્મુખતા થઈ જાય છે.