________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
तदन्वयसम्पत्त्या = अविच्छेदसिद्ध्याऽवन्ध्यफलं = अव्यभिचारिफलं मतम्, स्वपरोपकारबुद्धिलक्षणस्यानेकजन्मान्तरसन्ततोद्बोधेन प्रकृष्टधर्मस्थानावाप्तिहेतुत्वात् ।।१५।। एतैराशययोगैस्तु विना धर्माय न क्रिया ।
२८३
प्रत्युत प्रत्यपायाय लोभ - क्रोधक्रिया यथा ।।१६।।
एतैरिति । एतैः प्रणिधानादिभिराशययोगैस्तु विना धर्माय न क्रिया बाह्यकायव्यापाररूपा प्रत्युतान्तर्मालिन्यसद्भावात् प्रत्यपायाय = इष्यमाणप्रतिपक्षविघ्नाय यथा लोभ-क्रोधक्रिया कूटतुलादिसङ्ग्रामादिलक्षणा । तदुक्तं
જે જીવમાં આવો વિનિયોગ થાય છે એ વિનિયોજ્ય જીવ છે. વિનિયોગ આશય ધરાવનાર જે સાધક મહાત્મા આવો વિનિયોગ કરે છે તે વિનિયોજક છે. વિનિયોજક મહાત્માનો ઉપદેશદાનાદિરૂપ બાહ્ય વ્યાપાર નવાજીવનું (વિનિયોજ્યજીવનું) બાહ્ય ધર્મમાં વિશિષ્ટ જોડાણ કરે છે. અને એ વિનિયોજક મહાત્માએ સાધેલો વિનિયોગઆશય (કે જે વિનિયોજ્યજીવમાં થનાર આ વિશિષ્ટ જોડાણને ભાવોત્પત્તિનું અવન્ત્યકારણ રૂપ બનાવે છે તે) અને વિનિયોજ્યજીવની યોગ્યતા, આ બેના સુમેળથી એ જોડાણ વિશિષ્ટક્ષયોપશમને પેદા કરી આપનારું બને છે. માટે એ જોડાણ વિનિયોગ કહેવાય છે.
સિદ્ધિઆશય પામી ગયેલા મહાત્માની, વિનિયોજ્યમાં વિનિયોગ કરાવનારી આવી ચિત્તવૃત્તિ (એક અત્યંત વિશિષ્ટકક્ષાનો ક્ષયોપશમ) એ વિનિયોગઆશય છે.
બાહ્ય આચાર એ દ્રવ્યધર્મ છે. આંતરિક ક્ષયોપશમ એ ભાવધર્મ છે. વિનિયોજક આત્મામાં મુખ્યતયા આ બંને ધર્મ વિદ્યમાન હોય છે. એના પ્રભાવે એ વિનિયોજ્યને દ્રવ્યધર્મમાં જોડે જે દ્રવ્યધર્મ ભવિષ્યમાં વિનિયોજ્યમાં પણ ભાવધર્મ પેદા કરે છે) એને વિનિયોગ કહે છે. વિનિયોજ્યમાં આ વિનિયોગ થવાના પ્રભાવે વિનિયોજકને ક્ષયોપશમ વધે છે, સત્ત્વ વધે છે અને ઉત્તરોત્તર પ્રબળ સામગ્રી મેળવી આપનાર પુણ્ય વધે છે. તથા અંતરાય કરનારા કર્મોનો હ્રાસ થાય છે. આ બધા પ્રકૃષ્ટધર્મસ્થાનની પ્રાપ્તિમાં આભ્યન્તર કારણો છે.
વિનિયોગના કારણે થયેલો ક્ષયોપશમ એ સંસ્કારરૂપ છે. વળી વિનિયોગના કારણે બંધાયેલું વિશિષ્ટપુણ્ય આ સંસ્કારને જાગ્રત કરી પુનઃ સાધનામાં જોડી દે એવા ઉદ્બોધકની સહજ પ્રાપ્તિ કરાવે છે. તેમજ એ જ પુણ્ય, વિશિષ્ટ સાધનાના કારણભૂત પ્રથમસંઘયણ વગેરે સામગ્રી પણ મેળવી આપે છે. આ ઉદ્દબોધક, પ્રથમસંઘયણ, સદ્ગુરુ વગેરેનો યોગ... આ બધું પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું બાહ્યકારણ છે. એના કારણે સાધક વધારે પ્રબળ રીતે બાહ્ય સાધનામાં જોડાય છે જે વધારે પ્રબળ ક્ષયોપશમને તથા પુણ્યને પેદા કરે છે. આવું ઉત્તરોત્તર આગળ વધતાં છેવટે પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્ત થાય છે.
આમ વિનિયોગ આ અભ્યન્તર અને બાહ્ય બન્ને કારણો દ્વારા પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું અવન્ધ્ય કારણ બને છે. ॥ ૧૫ ॥ (આ આશયવિનાની ક્રિયાના દુષ્પરિણામ જણાવે છે -)
ગાથાર્થ : આ આશયયોગો વિના કરેલી ક્રિયા ધર્મ માટે થતી નથી, પણ ઉપરથી લોભક્રિયા-ક્રોધક્રિયાની જેમ પ્રત્યપાય માટે થાય છે.
ટીકાર્થ : આ પ્રણિધાનાદિ આશયયોગ વિના બાહ્યકાયવ્યાપારરૂપ ક્રિયા ધર્મ માટે થતી નથી, પણ