________________
२८१
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
सिद्धिस्तात्त्विकधर्माप्तिः साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ।।१४।।
सिद्धिरिति । सिद्धिस्तात्त्विकस्य = अभ्यासशुद्धस्य न त्वाभ्या(?भा)सिकमात्रस्य धर्मस्य = अहिंसादेराप्तिः उपलब्धिः (=तात्त्विकधर्माप्तिः) । साक्षाद् = अनुपचारेणानुभवात्मिका = आत्मन आत्मनाऽऽत्मनि संवित्तिरूपा ज्ञान-दर्शन-चारित्रैकमूर्तिका ।
ગાથાર્થ સાક્ષાઅનુભવાત્મક તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. એ હિનવગેરે જીવો પર ક્રમશઃ કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત હોય છે.
ટીકાર્થ : તાત્ત્વિક–અભ્યાસશુદ્ધ અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ એ સિદ્ધિ છે, નહીં કે આભાસિકમાત્ર અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ. એ સાક્ષાત્ એટલે કે ઉપચારરહિતપણે અનુભવાત્મિકા હોય છે. એટલે કે આત્માના આત્મા વડે સંવેદનરૂપ હોય છે. એમાં એ જ્ઞાન-દર્શન-ચારિત્ર એકમૂર્તિકા હોય છે. વળી હીન વગેરે પર કૃપાઉપકાર-વિનયયુક્ત હોય છે, એટલે કે હીનજીવો પર કૃપાવાળી, મધ્યમજીવો પર ઉપકારવાળી અને અધિકજીવો પર વિનયવાળી હોય છે.
વિવેચનઃ અહિંસા-ક્ષમા વગેરેનો આત્મામાં સાક્ષાત્ અનુભવ એ સિદ્ધિ છે. “હિંસા-ગુસ્સો કરાય નહીં એમ નહીં, ‘હિંસા મારા સ્વભાવમાં જ નહીં,' “ગુસ્સો મારો સ્વભાવ જ નહીં' આવી સંવેદના એ સિદ્ધિ છે. વળી આ સંવેદના જ્ઞાન-દર્શન ચારિત્રકમૂર્તિકા હોય છે, આમાં, “ઉશ્કેરાટ એ મારો સ્વભાવ નહીં', “મારો તો શાંત સ્વભાવ છે. આવી જાણકારી એ જ્ઞાન છે. આવા સ્વભાવની પ્રાપ્તવ્ય તરીકેની સંવેદના=મારે આ સ્વભાવ આત્મસાત્ કરવો છે એવું દિલ સંવેદ્યા જ કરે એ શ્રદ્ધા છે, દર્શન છે. આત્માની આવી શાન્ત પરિણતિ.. એટલે કે આત્મા ક્ષમારૂપે પરિણમવો એ ચારિત્ર છે. તે તે ક્ષમાદિગુણનું જ્ઞાન શ્રદ્ધા અને પરિણતિરૂપ બને એટલે જ્ઞાનદર્શનચારિત્રકમૂર્તિકા કહેવાય.
અહિંસા-ક્ષમા વગેરે ધર્મોના બાધક કર્મોનો વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ એ સિદ્ધિનું આંતરિક સ્વરૂપ છે. પરપડાપરિહાર વગેરે બાહ્ય સ્વરૂપ છે. “સોએ સો ટકા ગુણ સિદ્ધ થાય, પછી જ સિદ્ધિ કહેવાય’ આવી ભ્રમણામાં ન પડવું. પહેલાં થોડો ગુણ સિદ્ધ થાય, અભ્યાસ તથા કૃપાદિ ત્રણના પ્રભાવે પછી વધારે ગુણ સિદ્ધ થાય... એમ ઉત્તરોત્તર જાણવું.
સ્વાપેક્ષયા હનગુણજીવો પ્રત્યે કરુણા જ ઉભરાયા કરે એ કૃપા છે. એ ત્રણ રૂપે જાણવી. હીન પ્રત્યે અંદર કરુણા જ જે અનુભવાયા કરે છે એ ‘દયા’ છે. આગળ વધવા મથતા હીનજીવોને એ માટેના સંયોગોસામગ્રી યથાશક્ય પૂરા પાડવા એ “દાન” છે. એ જીવો કંઈક સંકટમાં મૂકાઈ જાય, વિનયઆશય એમણે કેળવેલો ન હોવાથી સાધનામાં સ્કૂલના આવી જાય તો એ વખતે એનું એ સંકટ દૂર કરી પાછો એને અસ્મલિત સાધના માર્ગે ચઢાવવો એ વ્યસનપતિતદુઃખાપહાર છે.
પોતાને લગભગ સમાન ગુણસિદ્ધિ પામેલા જીવો એ “મધ્યમ છે. ક્યારેક એવી વિશેષ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ ગઈ હોય તો એમને માર્ગ પર ટકી રહેવા કે આગળ વધવા માટે સહાય આવશ્યક બની હોય છે. નિત્યસહાય એ “કરુણા' છે. ક્વચિત્ સહાય એ “ઉપકાર છે અને સ્વાપેક્ષયા અધિક ગુણવાળા હોય