________________
२७९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ बाह्यान्ताधिमिथ्यात्वजयव्यङ्ग्याशयात्मकः ।
-શ્વર-મોહાનાં નર્વિનનયઃ સમઃ Tરૂ बाह्येति । बाह्यव्याधयः शीतोष्णादयः, अन्तर्व्याधयश्च ज्वरादयः, मिथ्यात्वं= भगवद्वचनाश्रद्धानम्, तेषां जया तत्कृतवैक्लव्यनिराकरणं तद्व्यङ्ग्याशयात्मकः (=बाह्यान्तर्व्याधिमिथ्यात्वजयव्यङ्ग्याशयात्मकः)
અન્ય કાર્યની અભિલાષા જાગે તો અધિકૃત કાર્યમાં યત્નાતિશય જળવાઈ શકતો નથી. યત્નાતિશયથી પ્રવૃત્તિ થાય છે અને એ જ પ્રવૃત્તિ આગળ ઉપર વધારે યત્નાતિશયને પેદા કરે છે. આમ ઉત્તરોત્તર જાણવું. | ૧૨ || (ત્રીજા વિનજયઆશયને વર્ણવે છે-).
ગાથાર્થ: બાહ્ય વ્યાધિ, આંતર્થાધિ તથા મિથ્યાત્વ. આ બધા પરના જયથી વ્યક્ત થનાર આશયાત્મક વિધ્વજય છે, એ કંટક-વર-મોહના જયને સમાન છે.
ટીકાર્થ શીત-ઉષ્ણ વગેરે પરીષહો એ બાહ્ય વ્યાધિ, જ્વરાદિ રોગો એ અન્તર્વાધિ, અને ભગવચનની અશ્રદ્ધા એ મિથ્યાત્વ. તેઓનો જય એટલે તેઓ દ્વારા થયેલ વક્તવ્યને દૂર કરવું. આવા જયથી વ્યક્ત થતો અને કંટક-જ્વર-મોહના જયને તુલ્ય એ વિધ્વજય હોય છે અને આ રીતે હીનત્વ, મધ્યમત્વ, ઉત્કૃષ્ટત્વ દ્વારા આ વિધ્વજયનું પૂર્વે કહેલ ત્રિવિધપણું વ્યક્ત કર્યું. તે આ રીતે-કાંટા ભરેલા માર્ગે ચઢી ગયેલા મુસાફરને કંટકવિઘ્ન વિશિષ્ટ ગમનનો વિઘાત કરવામાં હેત બને છે. કાંટાવગરના માર્ગે પ્રવૃત્ત થયેલ મુસાફરનું ગમન વ્યાકુલતારહિત થાય છે. આમ કંટકવિધ્વજયસમાન પ્રથમ વિધ્વજય છે. વળી તે જ મુસાફરને જ્યારે શરીર જ્વરવેદનાથી અભિભૂત હોય ને તેથી વિહ્વળતાપૂર્વક કદમ ઉપડે છે તો નિરાકુલ ગમન કરવાને ઇચ્છતો હોવા છતાં તે કરવાને અસમર્થ એવા તેને કંટકવિન કરતાં પણ અધિક વરવિઘ્ન આવે છે. એના પરનો વિજય એ નિરાકુલ પ્રવૃત્તિનો હેતુ છે. આમ જ્વરવિધ્વજયસમાન બીજો વિધ્વજય છે. વળી માર્ગે જવાને ઇચ્છતા તેને જ દિગ્બોહસમાન મોહવિષ્મ છે, તેનાથી ઘેરાયેલા તેને અન્ય મુસાફરો પ્રેરણા કરે તો પણ ગમનનો ઉત્સાહ પ્રવર્તતો નથી. તેના પર જય મળે તો સ્વરુચિથી ગમન થવા માંડે છે. આમ અહીં મોહવિષ્મજયને સમાન ત્રીજો વિધ્વજય છે. એટલે આ ત્રણે વિધ્વજય ફળ પરથી જ કલ્પના કરી શકાય એવા છે.
વિવેચન : પ્રણિધાન અને પ્રવૃત્તિ આશયના પ્રભાવે અધિકૃત ધર્મસ્થાનના ઉપાય-અપાયની પ્રવૃત્તિનિવૃત્તિનો ચિત્તોત્સાહ બન્યો રહેતો હોય છે. જો એ મંદ પડી જાય ને “એ પ્રવૃત્તિ-નિવૃત્તિ ન કરું' આવો નિષેધ ભાવ કે “કરું કે ન કરું એવો દ્વિધાભાવ આવે, એ ચિત્તનો અનુત્સાહ છે, એ ચિત્તનું વક્તવ્ય છે. એ જેના કારણે આવે છે તેને વિબ કહે છે. વિજ્ઞભૂત પરિસ્થિતિ ઉપસ્થિત થવા છતાં ચિત્તનું વૈક્લવ્ય ન થવા દે એવો ચિત્તનો પરિણામ એ વિધ્વજય આશય છે.
(૧) કંટકવિઘ્ન-જળ વિન ... મુસાફરને કાંટાની જેમ સાધકને આસપાસનું વાતાવરણ (ઉપાધિ) પ્રવૃત્તિને અલિત કરી શકે છે. તેથી શીત-ઉષ્ણાદિપરિષહ વગેરેરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવભેદે આ ઉપાધિઓ વિનભૂત બને છે. કાંટા થોડા હોય તો વીણીને દૂર કરી શકાય. પણ ઠેર ઠેર પુષ્કળ કાંટા પડેલા હોય તો એને વિણવા બેસવું એ જ પ્રવૃત્તિમાં અલનારૂપ બની જાય. એવા અવસરે પથિક પગમાં જોડા પહેરીને પોતાની જાતને એવી બનાવી દે છે કે જેથી કાંટાની પોતાને કે પોતાની ગતિને કશી અસર ન થાય. એમ સાધક પોતાની