________________
२७८
योगलक्षणद्वात्रिंशिका १० - १२ तेषु द्वेषसमन्वितम् । परोपकारसारं च = परार्थनिष्पत्तिप्रधानं च चित्तं पापविवर्जितं = सावद्यपरिहारेण નિવવસ્તુવિષયમ્ II99IT
प्रवृत्तिः प्रकृतस्थाने यत्नातिशयसम्भवा । अन्याभिलाषरहिता चेतःपरिणतिः स्थिरा ।।१२।।
प्रवृत्तिरिति । प्रवृत्तिः प्रकृतस्थाने = अधिकृतधर्मविषये यत्नातिशयसम्भवा = पूर्वप्रयत्नाधिकोत्तरप्रयत्नजनिता अन्याभिलाषेण = अधिकृतेतरकार्याभिलाषेण रहिता (=अन्याभिलाषरहिता) चेतसः अन्तरात्मनः परिणतिः (=વેત પરિતિ:) સ્થિર = પછાત્રા, વિષય વ પત્નતિશયજ્ઞાતા તન્નેવ ૨ તબ્બનનીત્યર્થ: I9૨T
પ્રવૃત્તિનો રસ મોળો પડી જાય.
પ્રણિધાનઆશય માટે જરૂરી અન્ય શરતોને પણ વિચારીએ
અધોવૃત્તિકૃપાનુગ ઃ તે તે ધર્મસ્થાન અંગે પોતે સાધેલી પ્રગતિ કરતાં ઓછી પ્રગતિવાળા જીવો એ હિનગુણજીવો છે, ને હજુ બિલકુલ પ્રગતિ સાધેલી ન હોય એ ગુણહીનજીવો છે. આ બધા અધોવૃત્તિજીવો કહેવાય. એમના પ્રત્યે ચિત્ત દ્રષવાળું-તિરસ્કારવાળું ન જોઈએ, પણ કૃપા-કરુણાવાળું હોવું જોઈએ. અર્થાત્ જેટલું કરતા હોય એની ઉપબૃહણા અને ન કરતા હોય એ માટેની રુણામયુક્ત પ્રેરણા જોઈએ.
પરોપકારસાર : પરોપકારની તક ઝડપી લેવા માટે તત્પર ચિત્ત જોઈએ. આમાં વિવણિત ધર્મસ્થાનનો પરોપકાર મુખ્ય સમજવાનો. એ સિવાયનો પણ સામાન્ય તો હોય જ.
પાપવિવર્જિત : એટલે કે સંકલ્પ નિરવદ્યવસ્તુવિષયક જોઈએ.
પ્રણિધાનનો પ્રભાવ: પ્રણિધાન એ ક્ષયોપશમનું બીજ છે. આ ક્ષયોપશમ અનુપયોગદશામાં પણ વિપરીત પ્રવૃત્તિના અવસરે લાલબત્તી ધરે છે. તથા એક જ સાધનાકાળમાં અહિંસા વગેરેની તથા ક્ષમા વગેરેની અનેકવિધ સાધનાઓ એક સાથે ચાલી શકે એવી શક્યતા ઊભી કરે છે. વળી પ્રણિધાન વિવણિત ધર્મસ્થાનના ઉપાયઅપાયની જાણકારી તથા પ્રવૃત્તિ-નિવૃત્તિની વિશેષ પ્રકારે તત્પરતા પેદા કરે છે. અને તેથી જ ઉપાયની પ્રવૃત્તિ અને અપાયની નિવૃત્તિમાં દ્રઢતા-ચોકસાઈ લાવી આપે છે. || ૧૧ || (બીજા પ્રવૃત્તિઆશયને જણાવે છે-)
ગાથાર્થ પ્રકૃતસ્થાનમાં યત્નાતિશયથી ઉત્પન્ન થનાર, અન્યાભિલાષ રહિત એવી ચિત્તની સ્થિરપરિણતિ એ પ્રવૃત્તિઆશય છે.
ટીકાર્થ : પ્રકૃતિ સ્થાનમાં અધિકૃતધર્મ અંગે યત્નાતિશયસંભવા=પૂર્વે જે પ્રયત્ન કરેલો એના કરતાં અધિક પ્રયત્ન કરવાથી ઉત્પન્ન થયેલી, અન્ય અભિલાષથી અધિકૃતકાર્ય કરતાં ભિન્ન કાર્યના અભિલાષથી રહિત આવી ચિત્તની=અત્તરાત્માની સ્થિર-એકાગ્ર પરિણતિ એ પ્રવૃત્તિ આશય છે. સ્વવિષયમાં જ યત્નાતિશયથી પેદા થયેલી અને એમાં જ તેને યત્નાતિશયને ઉત્પન્ન કરનારી પ્રવૃત્તિ હોય છે. એમ અર્થ જાણવો.
વિવેચનઃ અધિકૃતધર્મસ્થાનને સાધી આપનાર ઉપાયને પૂર્વે જેવા પ્રયત્નથી અજમાવ્યો હોય એના કરતાં અધિક પ્રયત્નથી અજમાવવો એ યત્નાતિશય છે. વધુ વયસ્કુરણ, વધુ ચોકસાઈ, વધુ એકાગ્રતા.. વગેરે બધું જ અધિક પ્રયત્નરૂપ છે. વિક્ષેપ ટાળવો અને સાતત્ય જાળવવું. એ યત્નાતિશયને લાવનાર છે.