________________
२७६
योगलक्षणद्वात्रिंशिका १० - १० लोकपङ्क्त्या धर्मक्रियाऽपि धर्माहानिकृतो = धर्मे महत्त्वस्यैव यथास्थितस्याज्ञानाद् भवोत्कटेच्छाया अभावेन महत्यल्पत्वाप्रतिपत्तेधर्महान्यकारिणो वरं = अन्यापेक्षया मनाक् सुन्दरा । तत्त्वेन = तत्त्वतः पुन:कापि प्रणिधानाधभावतो नैकापि (शुभा) वरं, प्रणिधानादीनां क्रियाशुद्धिहेतुत्वात् ।।९।। तानेवाह
प्रणिधानं प्रवृत्तिश्च तथा विघ्नजयस्त्रिधा । सिद्धिश्च विनियोगश्च एते कर्मशुभाशयाः ।।१०।। प्रणिधानमिति । कर्मणि = क्रियायां शुभाशयाः = स्वपुष्टि-शुद्ध्यनुबन्धहेतवः शुभपरिणामाः
અપેક્ષાએ કંઇક સુંદર છે. વળી, તત્ત્વથી તો એક પણ ક્રિયા પ્રણિધાનાદિનો અભાવ હોવાથી સુંદર નથી, કારણ કે પ્રણિધાન વગેરે ક્રિયાશુદ્ધિના કારણો છે.
વિવેચનઃ અનાભોગવાળા જીવો સંમૂર્શિમ જેવા હોય છે. એમને આત્મિક કલ્યાણ-અકલ્યાણનો કશો જ ખ્યાલ હોતો નથી. આવા જીવો જો વિનમ્ર સ્વભાવવાળા હોય, તો એની આ પ્રકૃતિ જ એને લોકથી અલગ પડવા દેતી નથી, લોકની સાથે જ રહેવાની પ્રેરણા કરે છે. તેથી લોક જે ધર્મ કરતું હોય, એ ધર્મ, આવા જીવ પણ, લોકથી અલગ ન પડી જવાય એવા ઇરાદાથી કરતા રહે છે. આ લોકપંક્તિ જ છે. આ જીવ ધર્મનું મહત્ત્વ જેવું છે એવું જાણતો નથી.. વળી એને સંસારની=સાંસારિક ભોગવિલાસાદિની ઉત્કટ ઇચ્છા છે નહીં. એટલે મહાન એવા ધર્મમાં એ લઘુતા માનતો ન હોવાથી ધર્મની હાનિ થતી નથી. તેથી, ભવાભિનંદી જીવ લોકપંક્તિથી જે ધર્મક્રિયા કરે છે એના કરતાં આવા જીવની ધર્મક્રિયા કંઇક સારી હોય છે. તેમ છતાં આ તાત્ત્વિક ધર્મ તો નથી જ, તત્ત્વથી શુભ તો એ જ ધર્મક્રિયા બની રહે છે જે પ્રણિધાનાદિ આશયોથી સંકળાયેલી હોય. કારણ કે આ આશયો જ ધર્મક્રિયાને શુદ્ધ કરનાર છે.
અહીં વિશેષ નોંધવાનું એ છે કે ધર્મમાં રહેલા મહત્ત્વની યથાર્થ જાણકારીનો અભાવ હેતુ તરીકે કહ્યા પછી પણ અલ્પત્વની અપ્રતિપત્તિમાં ભવની ઉત્કટઇચ્છાના અભાવનો હેતુરૂપે અલગ ઉલ્લેખ કર્યો છે. આ સૂચવે છે કે જે જીવને ભવની ઉત્કટ ઇચ્છા હોય એને જ લઘુત્વનું અનુસંધાન ને આપાદન ગ્રન્થકારને ઇષ્ટ છે, એવી ઇચ્છાવગરના જીવને નહીં. એટલે, ચરમાવર્તમાં ભવોત્કટઇચ્છા ન હોવાથી, લઘુત્વ વગેરે સંભવતા નથી. ભલે ભૌતિક ઇચ્છા પડેલી હોય, ને એ સંભવતા નથી માટે વિષ-ગરઅનુષ્ઠાન પણ સંભવતા નથી. સાતમી ગાથામાં, ભવાભિનંદી જીવનો જે ઉલ્લેખ કરેલો છે એ પણ આ વાતનું સૂચન કરે છે કે એની જ ધર્મક્રિયા અલ્પતાના બોધના કારણે વિપરીત ફળાવહ બને છે, તદન્યની નહીં. | ૯ || |
અવતરણિકાર્થ ? હવે તે પ્રણિધાનાદિને જ કહે છે –
ગાથાર્થ પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારે વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ.. આ પાંચ કર્મમાં શુભ આશયો છે.
2. શબ્દશઃ વિવેચનકારે છતાં ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ છે આથી તુચ્છ એવા કીર્તિ આદિ અર્થે ધર્મ કરતા નથી વગેરે જે કહ્યું છે તે ગલત જાણવું. કારણ કે ચરમાવર્તમાં રહેલી અનુત્કટ ઇચ્છા પણ કીર્તિ વગેરે માટે ધર્મ કરાવી શકે છે.