________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२७५ हि = यतो धनार्थं क्लेशोऽपीष्टा, धनार्थिनां राजसेवादी प्रवृत्तिदर्शनात् । क्लेशार्थं जातु = कदाचिद् धनं न इष्टम् । न हि “धनान्मे क्लेशो भवतु" इति कोऽपीच्छति प्रेक्षावान् । तदिदमुक्तं
"धर्मार्थं लोकपङ्क्तिः स्यात् कल्याणाङ्गं महामतेः । तदर्थं तु पुनर्धर्मः पापायाल्पधियामलम् ।।” (योगबिन्दु-९०) तथा 'युक्तं जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलदमलं । सद्धर्मप्रशंसनादेर्बीजाधानादिभावेन ।।” (षोडशक-४/७) इति ।। ८ ।। अनाभोगवतः साऽपि धर्माऽहानिकृतो वरम । शुभा तत्त्वेन नैकाऽपि प्रणिधानाद्यभावतः ।।९।।
अनाभोगवत इति । अनाभोगवतः = सम्मूर्च्छनजप्रायस्य स्वभावत एव वैनयिकप्रकृतेः साऽपि = પુરુષની ધર્મ માટે થતી લોકપંક્તિ કલ્યાણનું કારણ બને છે. પણ અલ્પબુદ્ધિ જીવ લોકપંક્તિ માટે જે ધર્મ કરે છે, તે પાપ માટે થાય છે. તથા ષોડશક (૪૭) માં કહ્યું છે કે- શુદ્ધ એવું લોકપ્રિયત્વ સદ્ધર્મની સિદ્ધિસ્વરૂપ ફળને આપનારું છે, કારણ કે લોકપ્રિય જીવના સદ્ધર્મની લોકો પ્રશંસા કરે છે જેથી એ પ્રશંસક જીવોમાં બોધિબીજની વાવણી થાય છે.
વિવેચન : ધર્માત્મા જો લોકપ્રિય ન હોય, ઉપરથી લોકમાં અપ્રિય હોય તો એ લોકોને સમ્યક્તાદિરૂપ મોક્ષબીજાત્મક ધર્મ પમાડી શકતો નથી. એની અપ્રિયતા જ લોકોને એનાથી દૂર રાખે છે. ક્યારેક સામે ચાલીને એ લોકની વચમાં જાય ને ધર્મ સમજાવવાનો પ્રયાસ કરે તો પણ, અપ્રિયતાના કારણે લોકદિલમાં એના માટે પેદા થયેલી સૂગ-વિરોધની લાગણી નથી એની વાત ધ્યાનથી સાંભળવા દેતી કે નથી એના પર વિચાર કરવા દેતી. પછી ધર્મપ્રાપ્તિ શી રીતે થાય ? વળી મોટે ભાગે લોકની આ અપ્રિયતા લોકનિન્ય કાર્યોના કારણે કે લોકવિરોધના કારણે કે ક્રોધ-ભારે કૃપણતા વગેરે દોષના કારણે થયેલી હોય છે. એટલે સામાન્યથી લોકો એના આ નિન્દ કાર્યો વગેરેને વખોડવાની સાથે એને અને એના ધર્મને પણ વખોડે છે. આ ધર્મનિન્દાના કારણે લોક બોધિદુર્લભ બને છે. પછી સાંભળવા-સમજવા છતાં બોધિ પ્રાપ્તિ થવી શક્યા રહેતી નથી. આના બદલે ધર્માત્મા જો લોકપ્રિય હોય તો લોકોના દિલમાં એના પ્રત્યે પ્રીતિ-આદર હોવાથી એની વાતો પ્રેમથી સાંભળે છે, સમજવાનો પ્રયાસ કરે છે અને એની વાત સ્વીકારવામાં ગૌરવ માને છે. તેથી તેઓને ધર્મપ્રાપ્તિ સંભવિત બને છે. એટલે ધર્માત્માએ લોકચિત્તને આરાધવું પણ જરૂરી બને છે. અને તેથી એ અવસરે લોકચિત્તની આરાધના માટે પણ દાનાદિ ધર્મ કરે છે. આ પણ લોકપંક્તિ જ છે. તેમ છતાં એ શુભાનુબંધ પાડનારી હોવાથી શુભ છે. || ૮ |
ગાથાર્થ : ધર્મની હાનિ નહીં કરનારા એવા અનાભોગવાળા જીવની તે લોકપંક્તિથી કરેલી ધર્મક્રિયા પણ સારી છે. તાત્ત્વિકરીતે, પ્રણિધાનાદિનો અભાવ હોવાથી એકે શુભ નથી.
ટીકાર્થ : અનાભોગવાળો–સંમૂર્છાિમ જેવો અને સ્વભાવથી જ વિનયશીલ પ્રકૃતિવાળો જીવ ધર્મમાં રહેલા મહત્ત્વને યથાર્થ જાણતો જ ન હોવાથી ભવોત્કટેચ્છાનો અભાવ હોવાથી મોટામાં અલ્પતાની બુદ્ધિ ન હોવાના કારણે ધર્મની હાનિ કરનારો નીવડતો નથી. આવા જીવની લોકપંક્તિથી કરેલી ધર્મક્રિયા પણ બીજાની