________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२७३
संसाराभिनन्दनशीलः स्याद् = भवेत्, निष्फलारम्भसङ्गतः सर्वत्रातत्त्वाभिनिवेशाद्वन्ध्यक्रियासम्पन्नः । । ५ ।।
–
लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना ।
क्रियते सत्क्रिया सा च लोकपङ्क्तिरुदाहृता ।। ६॥
लोकेति । लोकाराधनहेतोः = लोकचित्तावर्जननिमित्तं या मलिनेन कीर्तिस्पृहादिमालिन्यवताऽन्तरात्मना
લાભ વિના લોટે નહીં' આ કહેવત બરાબર લાગુ પડતી હોય. એટલે અક્ષુદ્રતા વગેરે જોવા મળે ત્યાં પણ ભવાભિનંદીજીવનું પ્રણિધાન તો સ્વાર્થનું જ હોય છે. અચરમાવર્તમાં આવા દોષોની સાહજિક યોગ્યતા હોય છે. અર્થાત્ દોષો સ્વાભાવિક હોય છે. એમાં કર્મોદયનો પ્રભાવ ગૌણ હોય છે. વળી, દોષો સ્વાભાવિક છે, એટલે પુરુષાર્થની પણ કોઈ અસર હોતી નથી. કોરડું મગ.. ગમે એટલું બાફો તો પણ સીઝે નહીં-આવી હાલત હોય છે. માટે વચનૌષધના પ્રયોગ માટે એને અયોગ્યકાળ કહ્યો છે. તેથી અચરમાવર્તમાં ભવિતવ્યતા મુખ્ય હોય છે.
ચરમાવર્તમાં આ દોષોની સ્વાભાવિક તીવ્રતા હોતી નથી. કર્મવિશેષકૃત (=અમુક પ્રકારના કર્મોથી કરાયેલી) આગંતુક-તત્કાલીન તીવ્રતા હોઈ શકે છે. કર્મવિશેષકૃત આવી તીવ્રતાને ધર્મક્રિયારૂપ ઔષધ દૂર કરી શકે છે. તેથી વચનૌષધ માટે આ યોગ્યકાળ છે. તથા આ કા૨ણે જ ચ૨માવર્તમાં કર્મ અને પુરુષાર્થ મુખ્ય હોય છે. (કર્મોદયથી દોષ તીવ્ર બને તો કર્મની મુખ્યતા.. અને એ વખતે જીવ સત્પુરુષાર્થ દ્વારા કર્મોને મોળા પાડે અને દોષને અતીવ્ર બનાવે તો પુરુષાર્થની મુખ્યતા.) ભવાભિનંદીજીવોના આ દોષો સ્વાભાવિક સંસ્કારરૂપ અને પ્રણિધાનરૂપ હોય છે. | ૫ || (લોકપંક્તિ શું છે ? એ જણાવે છે -)
ગાથાર્થ : લોકને આરાધવા માટે મલિનઅંતરાત્માથી જે સન્ક્રિયા કરાય છે તે લોકપંક્તિ કહેવાયેલી છે. ટીકાર્થ : લોકના ચિત્તને આવર્જિત કરવા માટે કીર્તિની સ્પૃહા વગેરેરૂપ મલિનતાવાળા ચિત્તરૂપ અંતરાત્માથી જે શિષ્ટસમાચરણરૂપ સન્ક્રિયા કરાય છે, તે યોગશાસ્ત્રના જાણકારો વડે યોગનિરૂપણના અવસરે લોકપંક્તિ કહેવાયેલી છે.
વિવેચન : ભવાભિનંદી જીવને ક્ષુદ્રતા વગેરે દોષોના અશુભ સંસ્કારો જ હોય છે, તથા એનું જ પ્રણિધાન હોય છે. માટે એનો અંતરાત્મા મલિન હોય છે. અંતરાત્મા જ મલિન છે સન્ક્રિયાની રુચિ થઈ જ શી રીતે શકે ? તેમ છતાં લોકથી અલગ ન પડી જવાય.. એવા ઇરાદાથી એ સન્ક્રિયા કરે છે. આમ લોકની આરાધના માટે કરાતી સન્ક્રિયા લોકપંક્તિ કહેવાય છે.
શંકા : ભવાભિનંદીજીવને કીર્તિની સ્પૃહા, દેવલોકાદિની સ્પૃહા સંભવે છે... આ ઇહ-પરલોકસંબંધી સ્પૃહા પણ અંતરાત્માની મલિનતા છે. એટલે લોકઆરાધન માટે ન હોય, પણ આ ભૌતિક સુખઆરાધન માટે પણ સન્ક્રિયા હોય ને ?
સમાધાન : હા હોય, લોકઆરાધન જે કહ્યું છે એના ઉપલક્ષણથી આ ભૌતિકસુખઆરાધન પણ સમજી લેવું. છતાં ઘણું ખરું લોકારાધન દૃષ્ટિ હોય છે, માટે એનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો છે.
શંકા : તદ્વેતુઅનુષ્ઠાનવાળાને મોક્ષની ઇચ્છા છે નહીં.. એટલે અન્ય ઇચ્છા તરીકે ક્યારેક લોકારાધનદૃષ્ટિ પણ હોઈ શકે. તો એ પણ લોકપંક્તિ કહેવાય ને ?