________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२७१ क्षुद्र इति । क्षुद्रः = कृपणः । लोभरति: याञ्चाशीलः । दीन: सदैवादृष्टकल्याणः। मत्सरी = परकल्याणदुःस्थितः । भयवान् = नित्यभीतः । शठो = मायावी । अज्ञो = मूर्खः । भवाभिनन्दी = "असारोऽप्येष
વિવેચન : ભવ એટલે સંસાર. તેથી ભવાભિનંદી એટલે સંસારને અભિનંદનશીલ. જે સુખાનુભવ કરાવે એને જીવ અભિનંદતો હોય છે. સંસારમાં પુગલ સુખાનુભવ કરાવે છે. તેથી એ જીવો પુદ્ગલને અભિનંદે છે. સંસારમાં જીવને જેમ પૌલિક સુખ મળે છે, એમ એના પરિણામે દારુણ દુ:ખો પણ આવી જ પડે છે. આમ સુખ દુઃખ બંને હોવા છતાં આ જીવો સુખની જ મહત્તા માનનારા હોય છે, દુઃખને ગૌણ કરનારા હોય છે. ગમે એવી ભયંકર યાતનાઓ વેઠવી પડે તો પણ “ભાઈ ! સુખ જોઈતું હોય તો થોડું દુઃખ વેઠવું પણ પડે”. આમ એક કણ જેટલા સુખની સામે એક મણ જેટલા દુઃખને પણ એ ગૌણ કરનારો હોય છે, આટલી બધી પૌદ્ગલિક સુખની મહત્તા એના દિલમાં અંકાયેલી હોય છે. એટલે ગમે તેવા દુઃખો વેઠવાનો અવસર આવે તો પણ એને સંસાર પર કંટાળો ક્યારેય સંવેદાતો નથી. જેમ મોક્ષાર્થી જીવને મોક્ષનું આત્મિકસુખ મળતું હોય તો ગમે તેવા ઘોર ઉપસર્ગો પણ કાંઈ વિસાતમાં લાગતા નથી એમ આ જીવને પદ્ગલિક સુખ સામે ગમે તેવા કષ્ટો / દુઃખો કાંઈ વિસાતમાં લાગતા નથી. એટલે જેમ મોક્ષાર્થી જીવ આત્માનંદી હોય છે એમ ભવાભિનંદી જીવ પુદ્ગલાનંદી હોય છે.
(૧) શુદ્ર ઃ એટલે કૃપણ=દિલની ઉદારતા - વિશાળતા વિનાનો. પૌદ્ગલિક સુખની કેટલીક ખાસિયતો છે. બીજાનું ખાલી થઈને પોતાને મળે છે, બીજાનું ઓછું હોય તો જ પોતાનું સુખરૂપે અનુભવાય છે (નહીંતર ઈર્ષા કોરી ખાય), તૃપ્તિ નહીં-અતૃપ્તિ વધારનારું હોવાથી ઓછું થાય એ તો કોઈપણ હાલતમાં પોષાય નહીં. આ વાસ્તવિકતાના કારણે ભવાભિનંદીમાં ક્ષુદ્રતાવગેરે દોષો આવે છે. આ જ કારણે એ માત્ર સ્વાર્થને જ જોનારો હોય છે. પોતાની પાછળ પ્રાણ આપી દે એવી વ્યક્તિનો પણ એ તો માત્ર પોતાનો સ્વાર્થ સાધી લેવા માટે જ ઉપયોગ કરનારા હોય છે અને તેથી જ ઘવાતા સ્વાર્થને રોકવા કે વધારે સ્વાર્થને સાધવા આવી પ્રેમાળવ્યક્તિનો પણ એ ભયંકર દ્રોહ કરવા તૈયાર થઈ જાય છે. આમ એ સ્વાર્થપ્રધાન હોવાથી દિલનો પ્રેમ કોઈને આપી શકતો નથી. ગુણ કોઈના ગાઈ શકતો નથી. | દિલમાં પદ્ગલિક સ્વાર્થને અતિઅતિમહત્ત્વ આપેલું હોવાના કારણે દયા, પરોપકાર, કૃતજ્ઞતા, લોકલાજ વગેરેને કોઈ અવકાશ જ રહેતો નથી. વળી શુદ્ર એટલે બિચારો એવો પણ અર્થ કરી શકાય છે. શક્તિ હોવા છતાં સન્માર્ગે ખર્ચી શકતો નથી, બુદ્ધિ હોવા છતાં સન્માર્ગને વિચારી શકતો નથી, માટે એ “બિચારો' છે.
સુદ્રતાના કારણે દિલની તુચ્છતા છે. નાની-મામુલી વાતમાં પણ રતિ-અરતિ-ભયભીતતા થાય, અન્યની નાની ભૂલ - દોષ વગેરે પર તિરસ્કાર-જુગુપ્સા જાગે.. આવી બધી પરિસ્થિતિવાળો હોય છે. આવી પરિસ્થિતિ હાસ્યાદિ છ નોકષાયોના ઉદયથી થાય છે એ જાણવું.
(૨) લોભરતિ : લોભપૂર્વકની રતિ. આના કારણે એ જીવ યાંચાશીલ=માગણિયો બને છે. પૌદ્ગલિક વિષયોને મેળવવા, સંઘરવા અને રક્ષવા એ જ લક્ષ્ય. એમાં કોઈ શરમ નહીં, પોતાના માન-સ્થાન-ગૌરવનો કશો વિચાર નહીં, દીનતા કરવામાં કોઈ અફસોસ નહીં. મળે તો અપૂર્વ રતિ... ન મળે તો ભારે અરતિ. માટે આ દોષ રતિ-અરતિના ઉદયે થાય છે.
(૩) દીનઃ દીન એટલે સદૈવ અષ્ટકલ્યાણ... એટલે કે ક્યારેય કલ્યાણને જોનારો-અનુભવનારો નહીં.