________________
योगलक्षणद्वात्रिंशिका १० - ५
आहारादिसञ्ज्ञोदयवञ्चनलक्षणं विना कश्चिदेव धर्मकृत् = लौकिक - लोकोत्तर - प्रव्रज्यादिधर्मकारी । लोकपङ्क्तौ=लोकसदृशभावसम्पादनरूपायां कृतादरः = कृतयत्नः स्यात् ।। ४।। क्षुद्रो लोभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसङ्गतः ।।५।।
२७०
=
વિવેચન : આમાં સંજ્ઞાઓનું વિખુંભણ એટલે આહારાદિ સંજ્ઞાના ઉદયની વંચના કરવી એ. એ ત્રણ રીતે થાય છે. અનુદય, ઉદયપ્રાપ્તનું નિષ્ફળીકરણ અને પશ્ચાત્તાપ. સંજ્ઞાઓનું આવું વિખુંભણ અચરમાવર્તમાં હોતું નથી, કારણ કે ભવાભિનંદી જીવને સંજ્ઞાની પરવશતા જ ઇષ્ટ હોય છે, પછી એનું વિષ્લેભણ શી રીતે કરે ? પ્રશ્ન : જો સંજ્ઞાનું વિષ્લેભણ નથી, તો ધર્મ થાય જ શી રીતે ? પરિગ્રહસંજ્ઞાના નિગ્રહ વિના દાનધર્મ શું થઈ શકે ? આહારસંજ્ઞાના નિગ્રહ વિના તપધર્મ શું થઈ શકે ?
ઉત્તર : સાચી વાત છે. પણ ભવાભિનંદી જીવ આ રીતે આહારાદિ સંજ્ઞાનો નિગ્રહ જે કરતો હોય છે, તે એને ‘આહારાદિસંજ્ઞાઓ આત્માને નુકશાનકર્તા છે, માટે ત્યાજ્ય છે' આવું સંવેદાયું છે, માટે નહીં, પણ લોકપંક્તિનો આદર કરનારો બન્યો હોવાથી એ લૌકિક દાનાદિધર્મ કે લોકોત્તર પ્રવ્રજ્યાદિ ધર્મ પણ આચરે છે. લોકપંક્તિનો આદર કરવો એટલે લોકોથી જુદા ન પડી જવાય એ માટે બધા કરતાં હોય એમ સ્વયં પણ કરવું. આ લોકપંક્તિ કહેવાય છે. એટલે બધા દાન આપતા હોય ને પોતે ન આપે તો સારું ન લાગે. માટે પોતે પણ આપે. આવું જ અન્યધર્મપ્રવૃત્તિઓ માટે પણ જાણવું. જેના દિલમાં અધિકૃત ધર્મઆચારની મહત્તા નહીં, પણ લોકની મહત્તા હોય તે લોકપંક્તિકૃતાદર કહેવાય.(=લોકપંક્તિનો આદર કરનારો કહેવાય). મહત્તા પ્રતિક્રમણની નથી, પણ લોકની છે. એટલે લોકો બેઠા બેઠા પ્રતિક્રમણ કરતા હોય તો પોતે પણ બેઠા બેઠા કરે. જેના દિલમાં અધિકૃત આચારની મહત્તા હોય, લોકોની નહીં, તે લોકપંક્તિકૃતાદર બનતો નથી, પણ લોકથી જુદો પડે. બધા બેઠા બેઠા પ્રતિક્રમણ કરતા હોય તો પણ પોતે ઊભા ઊભા કરે. એમાં શરમ સંકોચ ન અનુભવે.
અચ૨માવર્તવર્તી જીવોને જો કોઈ શરાબપાન-માંસભક્ષણ વગેરે પાપની મહત્તા અંકાઈ જાય, તો લોકથી અલગ પડીને પણ એ શરાબપાન વગેરે કરે છે. એટલે એ પાપ આચરણમાં લોકપંક્તિકૃતાદર ન પણ હોય. પણ ધર્મ આચરણમાં તો એ એવો હોય જ છે. ચરમાવર્તવર્તી ધર્માત્મા પાપાચરણમાં લોકપંક્તિકૃતાદર હોઈ શકે, પણ ધર્મમાં નહીં, એટલે કે પાપની ઇચ્છા ન હોવા છતાં પણ સેવે. તે પણ લોકને આવર્જિત ક૨વા નહીં, પણ લોક ચિત્તના અવિરોધ માટે, એ જાણવું. ॥ ૪॥ (ભવાભિનંદી જીવના લક્ષણ જણાવે છે-)
ગાથાર્થ : ભવાભિનંદી જીવ શુદ્ર, લોભરતિ, દીન, મત્સરી, ભયવાન્, શઠ, અન્ન અને નિષ્ફળારંભસંગત
હોય છે.
ટીકાર્થ : ભવાભિનંદી=‘અસાર એવો પણ આ સંસાર દહીં-દૂધ-પાણી-તાંબુલ-પણ્ય-વેશ્યા વગેરેના કા૨ણે જાણે કે સા૨વાળો જણાય છે' વગેરે વચનો દ્વારા સંસારને અભિનંદવાના સ્વભાવવાળો જીવ. ક્ષુદ્ર=કૃપણ. લોભરતિ=યાંચાશીલ. દીન=સદૈવઅદૃષ્ટકલ્યાણ. મત્સરી=૫૨ના કલ્યાણમાં દુ:ખી. ભયવા=હંમેશા ભયભીત. શઠ=માયાવી, અન્ન=મૂર્ખ અને નિષ્ફળારંભસંગત=બધે જ અતત્ત્વનો અભિનિવેશ હોવાના કારણે નિષ્ફળ ક્રિયાવાળો હોય છે.