________________
२६८
योगलक्षणद्वात्रिंशिका १० - २ मुख्यत्वं चान्तरङ्गत्वात् फलाक्षेपाच्च दर्शितम् । चरमे पुद्गलावर्ते यत एतस्य सम्भवः ।।२।।
मुख्यत्वं चेति । मुख्यत्वं चान्तरङ्गत्वात् = मोक्षं प्रत्युपादानत्वात् फलाक्षेपात् = फलजननं प्रत्यविलम्बात् च दर्शितं प्रवचने, यतो = यस्माच्चरमे पुद्गलावर्त एतस्य योगस्य सम्भवः । इत्थं ह्यभव्य-दूरभव्यक्रियाव्यवच्छेदः
શંકા : Tચ્છતીતિ : આ રીતે “ગો' શબ્દ બન્યો છે. અર્થાત્ ગમનક્રિયા એ ગાયનું વ્યુત્પત્તિનિમિત્ત છે. પણ એ જેમ ગાયના લક્ષણ તરીકે કહી શકાતું નથી એમ યોગ” શબ્દના વ્યુત્પત્તિનિમિત્તને પણ યોગના લક્ષણ તરીકે શી રીતે કહી શકાશે ?
સમાધાન : ગમનક્રિયા તો અશ્વાદિમાં અતિવ્યાપ્ત છે, માટે લક્ષણ તરીકે ન લઈ શકાય એ વાત બરાબર છે. મોક્ષમુખ્ય હેતુવ્યાપારત્વ. કાંઈ એ રીતે અતિપ્રસક્ત થતું નથી, કે જેથી એને લક્ષણ બનવામાં કોઈ દોષ આવે. / ૧ / (હેતુમાં મુખ્યત્વ શા કારણે આવે છે ? ને ક્યારે આવે છે ? એ જણાવે છે-)
ગાથાર્થ : અંતરંગ– અને ફળાક્ષેપ.. આ બે કારણે મુખ્યત્વ કહેવાયેલું છે, કારણ કે ચરમપુદ્ગલાવર્તમાં જ આનો સંભવ છે.
ટીકાર્ય અને મુખ્યત્વ અંતરંગત્વના કારણે=મોક્ષપ્રત્યે ઉપાદાનત્વના કારણે, તથા ફળાક્ષેપના કારણે= ફળજનન પ્રત્યે અવિલંબના કારણે, પ્રવચનમાં કહેલ છે, કારણ કે ચરમપુદ્ગલાવર્તમાં આ યોગનો સંભવ હોય છે. આ રીતે અભવ્ય અને દૂરભવ્યની ક્રિયાનો વ્યવચ્છેદ થાય છે. કારણ કે એકની (=અભવ્યની) ક્રિયા ઉપાદાનરૂપ નથી અને બીજાની (=દૂરભવ્યની) ક્રિયામાં ફળનો વિલંબ છે. આ વાત ધ્યાનમાં રાખવી.
વિવેચન : ક્રિયા ક્રિયાવાન દ્રવ્યથી કથંચિદ અભિન્ન હોય છે. એટલે ધર્મક્રિયા પણ ધર્મક્રિયા કરનારા જીવથી કથંચિત્ અભિન્ન હોય છે. વળી ભવ્યજીવ સ્વયં સર્વગુણમયમોક્ષરૂપે પરિણમે છે. એટલે કે એ મોક્ષનું ઉપાદાનકારણ છે. માટે એનાથી અભિન્ન એવી એની ધર્મક્રિયા પણ મોક્ષનું ઉપાદાન બને છે, ને તેથી એ મોક્ષનું અંતરંગ કારણ છે. અભવ્યજીવ ક્યારેય મોક્ષરૂપે પરિણમતો નથી. એટલે એ મોક્ષપર્યાયનું ઉપાદાન ન હોવાથી એની ધર્મક્રિયા પણ ઉપાદાન બનતી નથી, ને તેથી અંતરંગ હેતુ ન હોવાથી મુખ્ય હેતુ બનતી નથી.
વળી ભવ્યજીવ પણ જો અચરમાવર્તમાં રહ્યો હોય તો એના ધર્મઆચારને યોગરૂપે કહેવો નથી. તેથી ક્રિયામાં ફળ પ્રત્યે અવિલંબરૂપે પણ મુખ્યત્વે કહ્યું છે. અચરમાવર્તવર્તી જીવની ધર્મક્રિયા મોક્ષાત્મક ફળજનન પ્રત્યે વિલંબ ધરાવે છે, માટે મુખ્ય ન હોવાથી યોગ” નથી. જો કે આગળ ૧૩મી બત્રીશીમાં અચરમાવર્તવર્તી જીવની ધર્મક્રિયાને મોક્ષોપાયનું મલન કરનારી કહી છે. એટલે એ પરિપ્રેક્ષ્યમાં તો એ વિલંબે પણ મોક્ષજનિકા નથી એ જાણવું.
જે આંતરિકભાવોત્પાદક હોય કે એવા ભાવથી સહકૃત હોય તે મુખ્ય હેતુ કહેવાય છે. જ્યાં આંતરિકભાવ ઉપેક્ષિત હોય, અથવા એ ભાવથી વિપરીતભાવ હોય તો એ ધર્મક્રિયા અહેતુ કહેવાય છે. તે તે ધર્મક્રિયાકાળે આંતરિકભાવ કેવા જોઈએ એ અજ્ઞાત હોય તો એ પ્રવૃત્તિ ગૌણહેતુ કહેવાય છે એ જાણવું.
અચરમાવર્તમાં બાહ્ય ધર્મ હોય, અંતરંગ ધર્મ ન હોય. અચરમાવર્તમાં થતી ધર્મક્રિયા પુણ્ય હેતુ બને જ છે, પણ ગુણહેતુ ન બનતી હોવાથી મોક્ષનું કારણ પણ નથી બનતી. અંતરંગ ધર્મ હોય તે ગુણહેતુ બનવા દ્વારા મોક્ષહેતુ બને છે, વળી એ પણ પુણ્ય હેતુ તો હોય છે જ.