________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२६७
થ યોક્ષિત્રિશિરા II૧૦ની कथानिरूपणानन्तरं तत्फलभूतस्य योगस्य लक्षणं निरूप्यते - मोक्षेण योजनादेव योगो ह्यत्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारताऽस्य तु ।। १।।
मोक्षेणेति । योगो हि-योगशब्दो ह्यत्र लोके प्रवचने वा मोक्षण योजनादेव निरुच्यते= व्युत्पाद्यते । तेनास्य योगस्य तु तन्मुख्यहेतुव्यापारता लक्षणं, निरुक्तार्थस्याप्यनतिप्रसक्तस्य लक्षणत्वानपायात् ।। १ ।।
અવતરણિકાW: નવમી બત્રીશીમાં કથાનું નિરૂપણ કર્યા પછી હવે આ દસમી બત્રીશીમાં તેના ફળભૂત યોગનું લક્ષણ કહેવાય છે.
(શંકા-ધર્મકથાનું ફળ ધર્મ કહેવો જોઈએ, યોગ નહીં, કારણ કે બધાનો ધર્મ કાંઈ યોગરૂપ બનતો નથી.
સમાધાન : અપુનર્બન્ધકાદિ જીવો જ ધર્મોપદેશને યોગ્ય હોય છે. તેઓ ધર્મકથાના શ્રવણથી જે ધર્મ આચરશે એ યોગરૂપ હોવાથી અહીં ફળ તરીકે યોગ કહ્યો છે.).
ગાથાર્થ અહીં “મોક્ષની સાથે યોજી આપતો હોવાથી યોગ” આવી વ્યુત્પત્તિ કરાય છે. તેથી તેનો મુખ્ય હેતુ બનતો વ્યાપાર એ યોગ” આવું લક્ષણ મળે છે.
ટીકાર્થ: “યોગ” શબ્દની લોકમાં અને પ્રવચનમાં “મોક્ષની સાથે યોજી (=જોડી) આપે તે યોગ” આ રીતે જ વ્યુત્પત્તિ કરાય છે. તેથી આ યોગનું, ‘તેના=મોક્ષના મુખ્ય હેતુભૂત વ્યાપાર' એ યોગ આવું લક્ષણ છે, નિરુક્તિથી =વ્યુત્પત્તિથી મળતો અર્થ પણ જો અતિપ્રસક્ત થતો ન હોય તો લક્ષણરૂપ બનવામાં કોઈ વાંધો હોતો નથી.
વિવેચન : કેવલજ્ઞાન, ક્ષાયિકસમ્યક્ત અને ક્ષાયિકચારિત્રરૂપ પ્રકૃષ્ટજ્ઞાનાદિ ત્રણ એ સ્વયં મોક્ષરૂપ છે. મતિજ્ઞાન વગેરે રૂપ અપકૃષ્ટજ્ઞાનાદિ ત્રણ નિર્જરાત્મક મોક્ષના જનક છે. માટે તેના આચારોનું પાલન કરવારૂપ ધર્મક્રિયા મુખ્ય હેતુભૂત હોવાથી “યોગ છે.
જો કોઈ પ્રતિબંધક ન હોય, તો ધર્મક્રિયારૂપ સદાચાર જીવને ક્રોધાદિ ઔદયિક ભાવોમાંથી ક્ષમાદિ ક્ષાયોપથમિક ભાવોમાં લઈ જાય છે. ને એમાં પણ ઉત્તરોત્તર આગળ વધતાં ક્ષાયોપશમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં લઈ જાય છે. બધા ક્ષાયિક ભાવોનો સરવાળો એ જ મોક્ષ છે. આમ ધર્મક્રિયા જીવને ગુણની સાથે ને પરંપરાએ મોક્ષની સાથે જોડી આપે છે. અસદાચાર જીવને ક્ષાયોપથમિકમાંથી ઔદયિકભાવમાં લઈ જાય છે એ જાણવું. અભવ્યત્વ-અચરમાવર્ત વગેરે પ્રતિબંધક હોય તો સદાચાર ગુણોત્પાદક બની શકતો નથી.
1. શબ્દશઃ વિવેચનકારના, સરળ પદાર્થોને પણ ફિલષ્ટ કરી નાખતા ક્ષયોપશમને ધન્યવાદ (!) “મોક્ષના મુખ્ય હેતુભૂતવ્યાપાર(=ધર્મક્રિયા) એ યોગ” આવી સરળ વાત છે. આ પંડિત, જીવના ચરમાવર્તવર્તી ભવ્યત્વને મોક્ષના મુખ્ય હેતુ તરીકે લે છે (ગ્રન્થના કયા શબ્દો પરથી આ અર્થ મળ્યો એ તો એમના જેવા પંડિત (!) જ જણાવી શકે.) અને પછી એના જનક વ્યાપારને વ્યવહારનયથી યોગ કહે છે. (સમાવિગ્રહ કઈ રીતે કરવાનો ? એ પણ તેઓ જ જણાવી શકે.) પણ આગળ બીજા શ્લોકમાં અમુખ તરીકે અભવ્ય-દૂરભવ્યની ક્રિયાનો વ્યવચ્છેદ કહ્યો છે, એમના અભવ્યત્વ-ભવ્યત્વનો નહીં, એ જ સૂચવે છે કે મુખ્ય હેતુ તરીકે પણ ક્રિયા જ અભિપ્રેત છે, ભવ્યત્વ નહીં.