________________
२६५
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
प्रपञ्चितज्ञशिष्यस्यानुरोधे सोऽप्यदोषकृत् । सूत्रार्थादिक्रमेणातोऽनुयोगस्त्रिविधः स्मृतः ।। २८ ।। विध्युद्यमभयोत्सर्गापवादोभयवर्णकैः । . कथयन्न पटुः सूत्रमपरिच्छिद्य केवलम् ।। २९ ।। एवं ह्येकान्तबुद्धिः स्यात्सा च सम्यक्त्वघातिनी ।
विभज्यवादिनो युक्ता कथायामधिकारिता ।। ३०।। શિષ્ય ભણનારો હોય તો ગુરુ પહેલાં માત્ર સૂત્રનો અર્થ કહે, પછી વ્યુત્પત્તિઓ સહિત સૂત્રાર્થ કહે અને પછી ત્રીજીવારમાં નય-નિક્ષેપ વગેરે વિસ્તારપૂર્વક બધો અર્થ કહે.
વિવેચન : (૧) એટલે એકની એક વાત જણાવનાર પાંચ-સાત સાક્ષીપાઠ-ઉદ્ધરણ આપવાન્ડગલે ને પગલે આપવા એ પણ કથનીયના તાત્પર્યાર્થને હણી નાખે છે, માટે દોષરૂપ છે.
શંકા : કિર્વ સુદ્ધ મતિ-એકના બદલે બે ગાંઠ મારો તો સારી રીતે-દઢ બંધાયેલું થાય.. એ ન્યાય મુજબ એકના બદલે અનેક સાક્ષીપાઠ કથનીય અર્થને વધારે સ્પષ્ટ કરે ને !
માધાન: આ ન્યાયમાં બે જ ગાંઠની વાત છે. એ જરૂર ગુણરૂપ છે. પણ પાંચ-સાત ગાંઠ મારવી એ મારનારને પણ પલોજણરૂપ બને છે ને ખોલનારને પણ વ્યર્થ વ્યાયામથી અધિક કશું નથી. એમ પાંચ-સાત સાક્ષીપાઠ. એ પણ વ્યર્થ વ્યાયામ સિવાય કશું નથી. એટલું જ નહીં, એમાં નાહકનો ગ્રન્થવિસ્તાર થવારૂપ મોટો દોષ રહેલો છે. એટલે જ અનેક સ્થળે શાસ્ત્રોમાં, જરૂરી વાતોનો પણ “બીજા ગ્રન્થમાંથી જોઈ લેવું, ગ્રન્થનો વિસ્તાર થઈ જવાના ભયથી અહીં કહી નથી' વગેરરૂપે અતિદેશ જોવા મળતો હોય છે. તથા ઢગલાબંધ સાક્ષીપાઠો આપવામાં દૂરન્વય દોષ થાય છે. પૂર્વે આવેલી વાત પછી એને સંલગ્ન પાછળની વાત આવતા પૂર્વે સાક્ષીપાઠોની ભરમાર આવી ગઈ હોવાથી, એ પાછળની વાત આવે ત્યારે અતીવ્ર ક્ષયોપશમવાળાને પૂર્વની વાતનું અનુસંધાન દુઃશક્ય થઈ જાય છે. ને તેથી અધ્યેતા વાસ્તવિક રહસ્યાર્થથી વંચિત રહે છે. વળી, એ પાંચસાત સાક્ષી પાઠ આપનારાનો ક્ષયોપશમ (બુદ્ધિ) એ ઉદ્ધરણમાં જ રોકાઈ જવાથી ઊંડા તાત્પર્યાર્થ શોધી કાઢવા માટે ફાજલ રહેતો નથી. અસ્તુ. તે ૨૭-૨૮ |
ગાથાર્થ શાસ્ત્રોમાં સૂત્રો સાત પ્રકારના હોય છે. કોઈ વિધિ દેખાડનારાં હોય તો કોઈ ઉદ્યમપ્રેરક હોય, કોઈ ભયદર્શક હોય તો, કોઈ ઉત્સર્ગને જણાવનાર હોય, કોઈ અપવાદને જણાવનાર હોય તો કોઈ ઉત્સર્ગ-અપવાદ બંનેને જણાવનાર હોય.. કોઈ માત્ર વર્ણનપ્રધાન હોય. જો વક્તા અધિકૃત સૂત્ર કેવા પ્રકારનું છે ? એ જાણી ન શકે, તો એ કુશળ ધર્મદેશક નથી. કારણ કે વિભાગ ર્યા વગર બધાનું એકસરખી રીતે નિરૂપણ કરવામાં શ્રોતાને એકાન્તબુદ્ધિ થાય છે જે સમ્યક્તનો ઘાત કરનારી છે. તેથી યોગ્ય વિભાગ કરીને બોલનારા ધર્મકથી જ ધર્મકથા કરવાના અધિકારી છે. ૨૯ ||
ગાથાર્થ વિભાગ કર્યા વગર બધું સમાન રીતે કહેવામાં શ્રોતાને એકાન્ત બુદ્ધિ થાય. એ સમ્યક્તવાતિની છે. તેથી કથા કરવા માટે વિભજ્યવાદીઓ અધિકારી છે.