________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२७७ (=कर्मशुभाशयाः) । पुष्टिरुपचयः, शुद्धिश्च ज्ञानादिगुणविघातिघातिकर्महासोत्थनिर्मलतेत्यवधेयम् ।।१०।।
प्रणिधानं क्रियानिष्ठमधोवृत्तिकृपाऽनुगम् । परोपकारसारं च चित्तं पापविवर्जितम् ।।११।।
प्रणिधानमिति । प्रणिधानं क्रियानिष्ठं = अधिकृतधर्मस्थानादविचलितस्वभावम् । अधोवृत्तिषु = स्वप्रतिपन्नधर्मस्थानादधस्ताद्वर्तमानेषु प्राणेषु कृपाऽनुगं = करुणाऽन्वितं (=अधोवृत्तिकृपानुगम्), न तु हीनगुणत्वेन
ટીકાર્થ : ધર્મક્રિયામાં પોતાની પુષ્ટિ અને શુદ્ધિનો અનુબંધ ચલાવનારા શુભપરિણામરૂપ શુભાશયો પ્રણિધાનાદિ પાંચ છે. આમાં પુષ્ટિ એટલે ઉપચય અને શુદ્ધિ એટલે જ્ઞાનાદિગુણનો વિઘાત કરનાર ઘાતકર્મનો હાસ થવાથી થયેલી નિર્મળતા.
વિવેચન : અહીં, પુષ્ટિ એટલે પ્રવર્ધમાન પુણ્ય દ્વારા થનારો ઉપચય. શુદ્ધિ એટલે ઘાતકર્મનાશજન્ય આત્મનિર્મળતા. આ પુષ્ટિ-શુદ્ધિથી શુભાશય ઊભો થાય છે. અને એ શુભાશયથી પુષ્ટિ-શુદ્ધિ શુભ અનુબંધવાળી થાય છે. એ શુભાનુબન્ધના પ્રભાવે પુષ્ટિ-શુદ્ધિ જીવને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે. અભવ્યારિજીવોને ધર્મક્રિયા હોવા છતાં, પ્રણિધાનાદિ ન હોવાથી મોક્ષ તરફ પ્રગતિ થઈ શકતી નથી. // ૧૦ II (પ્રણિધાનઆશયને જણાવે
ગાથાર્થઃ ક્રિયામાં નિષ્ઠા પામેલું, અધોવૃત્તિકૃપાથી યુક્ત, પરોપકારના સારવાળું અને પાપવિવર્જિત એવું ચિત્ત એ પ્રણિધાન છે.
ટીકાર્ચ : ક્રિયાનિષ્ઠ અધિકૃતધર્મસ્થાનમાંથી વિચલિત નહીં થઈ જવાના સ્વભાવવાળું. અધોવૃત્તિ પોતે સ્વીકારેલ ધર્મસ્થાનથી નીચે રહેલા જીવો, એમના પર કરુણાવાળું, પણ તેઓ હનગુણવાળા હોવાના કારણે દ્રષવાળું નહીં. પરોપકારની પ્રધાનતાવાળું. પાપવિવર્જિત=સાવદ્યનો પરિહાર કરીને નિરવદ્યવસ્તુ વિષયવાળું. આવું ચિત્ત એ પ્રણિધાન છે.
વિવેચન : પ્રણિધાન શબ્દના બે અર્થો પ્રચલિત છે. દઢ સંકલ્પ અને ચિત્તની એકાગ્રતા. અહીં પ્રથમ અર્થ લેવાનો છે. બીજો અર્થ પ્રવૃત્તિઆશયમાં આવશે. મોક્ષ, મોક્ષના કારણભૂત ક્ષાયિક ભાવો, એ ક્ષાયિક ભાવોના કારણભૂત લાયોપથમિક ભાવો, આ લાયોપથમિક ભાવોના કારણભૂત શુભભાવનાઓ અને સઆચારો.. આ બધું મેળવવા-કેળવવાનો દ્રઢ સંકલ્પ એ પ્રણિધાન છે. એમ આ બધાને રુંધનારા ઔદયિક ભાવોનો, તથા એ ભાવોના કારણભૂત અસદ્ભાવના-અસઆચારનો ત્યાગ કરવાનો દઢ સંકલ્પ પણ પ્રણિધાન છે. આ દઢસંકલ્પને વારંવાર દોહરાવવાથી એના સંસ્કાર ઊભા થાય છે. એટલે આ સંકલ્પ ઉપયોગરૂપે કે સંસ્કારરૂપે મનમાં રમ્યા કરવો એ અવિચલિતસ્વભાવતા છે. આ સંકલ્પમાં સાક્ષાત્ કે પરંપરાએ કોઈ ભૌતિક ઉપાધિ (ભૌતિક અપેક્ષા) ભળેલી ન હોવી જોઈએ. અર્થાત્ એ નિરુપાધિક હોય તો જ પ્રણિધાનઆશયરૂપ બને છે.આ અવિચલિતસ્વભાવતાના કારણે ત્રણ લાભ થાય છે-(૧) ધર્મક્રિયા વખતે એના ઉદ્દેશ્ય તરીકે વિવણિત ધર્મસ્થાન આવી જ જાય છે. જેમ કે દાનના અવસરે ઉદ્દેશ્ય તરીકે ધનમૂચ્છત્યાગ-સુપાત્ર ભક્તિ વગેરે જ સ્ફરવા માંડે, એમાં નામના કીર્તિ વગેરે ન જ ઘુસે. (૨) એ વિવક્ષિત ગુણને સાધવાનો અચાનક અવસર ઊભો થઈ જાય તો પણ એને ઝીલી લેવાનું જ મન થાય અને (૩) પ્રતિપક્ષી પ્રવૃત્તિ કાળે પ્રતિપક્ષના આકર્ષણને એવું પ્રબળ ન બનવા દે કે જેથી વિવક્ષિત