________________
२८७
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ रोगान्तराधारभूतः कुष्ठादिरोगः । ततो यथा पथ्यापथ्यधीविपर्यासस्तथा प्रकृतेऽपि ।।२०।।
पुरुषाभिभवः कश्चित्तस्यामपि हि हीयते । युक्तं तेनैतदधिकमुपरिष्टाद् भणिष्यते ।।२१।।
पुरुषेति । तस्यामपि हि = जिज्ञासायामपि हि सत्यां कश्चित् पुरुषाभिभवप्रकृतेहीयते निवर्तते । न ह्येकान्तेनाक्षीणपापस्य विमलो भावः सम्भवति । तेनैतद् गोपेन्द्रोक्तं युक्तम् । अधिकं = अपरिणाम्यात्मपक्षे तदभिभव-तन्निवृत्त्याद्यनुपपत्तिलक्षणमुपरिष्टा=अग्रिमद्वात्रिंशिकायां भणिष्यते ।।२१।।
भावस्य मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् । तस्यैव चरमावर्ते क्रियाया अपि योगतः ।।२२।।
વિવેચન : ક્ષેત્ર એટલે આધાર. નવા-નવા અનેક રોગોના આધાર જેવો જે કોઢ વગેરે રોગ હોય એ ક્ષેત્રરોગ કહેવાય છે. જ્યારે એનું જોર હોય છે ત્યારે દર્દીને વૈદ્ય દ્વારા ઉપદિષ્ટ પથ્ય આહાર લેવાની ઇચ્છા પણ થતી નથી. પણ અપથ્ય જ ખાયા કરવાની ઇચ્છા જાગે છે ને તેથી નવા નવા રોગો પેદા થયા જ કરે છે. એમ અચરમાવર્તકાળમાં જીવને પણ પથ્યાપથ્યનો વિપર્યાસ થાય છે. એ પથ્યને અપથ્ય સમજી ટાળતો રહે છે ને અપથ્યને પથ્ય સમજી સેવતો રહે છે. તે ૨૦ ||
ગાથાર્થ: તે જિજ્ઞાસા પણ હોય તો પુરુષનો અભિભવ કંઈક પણ ઘટે જ છે. તેથી ગોપેન્દ્રાચાર્યે કહેલી આ વાત યુક્ત જ છે. આ અંગે અધિક આગળ કહેવાશે.
ટીકાર્થ : તે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ જો હોય તો પ્રકૃતિનો પુરુષનો અભિભવ કરવા રૂપ અધિકાર કંઈક પણ દૂર થાય જ છે. કારણ કે જેના પાપ અંશમાત્ર પણ ઓછા થયા નથી અને નિર્મળ ભાવ સંભવતો નથી. તેથી ગોપેન્દ્રએ કહેલી આ વાત યુક્ત છે. આ અંગેની, “આત્માને જો અપરિણામી માનો તો પ્રકૃતિ દ્વારા એનો અભિભવ, અધિકારની નિવૃત્તિ વગેરે અસંગત રહે છે' ઇત્યાદિ અધિક વાતો આગળ અગ્યારમી બત્રીશીમાં કહેવાશે.
વિવેચનઃ અચરમાવર્તવર્તી જીવ મોક્ષને હમ્બગ માનતો હોય છે અને એટલે જ મોક્ષના માર્ગરૂપ યોગને પણ વ્યર્થકલ્પના તથા ભોગવંચનારૂપ માનતો હોય છે. તેથી એની જિજ્ઞાસા જાગવાનો કોઈ પ્રશ્ન જ હોતો નથી.
તત્ત્વમાર્ગની જિજ્ઞાસા એ પ્રકૃતિના અધિકારની આંશિક નિવૃત્તિનો કારક હેતુ નથી, પણ જ્ઞાપકહેતુ છે એ જાણવું. કારણ કે આ નિવૃત્તિ તો કાળક્રમે સ્વયં થાય છે. એ થાય એટલે કંઇક નિર્મળતા થવાથી પછી આ જિજ્ઞાસા પેદા થાય છે. ગ્રન્થકારે આ વાતનું સૂચન ન હૈવાજોનાલીપાપચ વિમો ભાવઃ સમ્પતિ આવા કથન દ્વારા
ર્યું છે. એટલે આ જિજ્ઞાસા જો પેદા થઈ છે, તો નિવૃત્તિ થયેલી જ હોય. એમ જિજ્ઞાસા જ્ઞાપકહેતુ છે. | ૨૧ | (આમ ભાવ નિર્મળ થાય તો જ જિજ્ઞાસાદિક્રમે મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય છે. તેથી ભાવની મુખ્યતા જણાવે છે-).
ગાથાર્થ આમ “મોક્ષ પ્રત્યે ભાવ મુખ્ય હેતુ છે એ વાત નિશ્ચિત થઈ. અને ચરમાવર્તમાં તેનો યોગ થવાથી જ ક્રિયા પણ મુખ્ય હેતુ બને છે.