________________
२८२
योगलक्षणद्वात्रिंशिका १० - १५ हीनादिषु क्रमात् कृपोपकारविनयान्विता = हीने कृपान्विता, मध्यम उपकारान्विता, अधिके च विनययुता T19૪||
अन्यस्य योजनं धर्मे विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसम्पत्त्या तदवन्ध्यफलं मतम् ।।१५।। अन्यस्येति । अन्यस्य स्वव्यतिरिक्तस्य योजनं धर्मेऽहिंसादौ विनियोगः । तदुत्तरं = सिद्ध्युत्तरं कार्य
એના પ્રત્યે “વિનય જોઈએ, ક્યાંય અહંકાર આવી ન જાય.
બાહ્ય બધાં લક્ષણો હોવા છતાં જો ઉદ્દેશીનતા-વિધિહીનતા વગેરે હોય તો સિદ્ધિ તાત્ત્વિક નથી હોતી. પણ આભાસિકી હોય છે, જે સ્વકાર્યકરણમાં અસમર્થ હોય છે.
આવારકકર્મનો ક્ષયોપશમ થયો હોય તો ધર્મ પરિણામકૃત હોય છે. છતાં જો એ અભ્યાસ દ્વારા શુદ્ધ ન હોય તો ક્ષયોપશમ દ્રઢ થયો ન હોવાના કારણે, પરિસ્થિતિમાં થોડો પણ ફેરફાર એને આવરી શકે છે. માટે એ તાત્ત્વિક નથી. જ્યારે અભ્યાસશુદ્ધ ધર્મ, અભ્યાસશુદ્ધિથી થયેલી ક્ષયોપશમની દઢતાના કારણે વિષમ સ્થિતિમાં પણ આવરાતો ન હોવાથી તાત્ત્વિક હોય છે.
આમાં અભ્યાસથી શુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ શુદ્ધિ દ્વારા પછીનો અભ્યાસ પણ શુદ્ધ થાય છે. આ શુદ્ધ અભ્યાસથી વળી વધારે શુદ્ધિ થાય છે. આમ ઉત્તરોત્તર જાણવું. (ટીકામાં ન વાગ્યfસવમાત્ર) આવો પાઠ છપાયો છે એની જગ્યાએ ન ત્વામમિત્રશ્ય એવો પાઠ હોવો જોઈએ.) I ૧૪ . (છેલ્લા વિનિયોગઆશયને જણાવે છે )
ગાથાર્થ : અન્યને ધર્મમાં યોજન =જોડવો) એ તેના ઉત્તરકાર્યરૂપ વિનિયોગ છે. તે અન્વયસંપત્તિથી અવંધ્યફળવાળું મનાયેલ છે.
ટીકાર્થ : સ્વભિન્ન અન્યનું અહિંસાદિ ધર્મમાં યોજન એ સિદ્ધિનું ઉત્તરકાર્ય વિનિયોગ છે.
આ યોજના (=જોડવું તે) અન્વયસંપત્તિથી=અવિચ્છેદ સિદ્ધ થવાથી અવ્યભિચારિફળવાળું મનાયેલું છે, કારણ કે સ્વ અને પાર પર ઉપકાર કરવાની બુદ્ધિસ્વરૂપ આ વિનિયોગ અનેકજન્માન્તરમાં સતત ઉબોધ દ્વારા પ્રકૃષ્ટધર્મસ્થાનની પ્રાપ્તિનું કારણ છે.
વિવેચનઃ યોગ એટલે સામાન્ય જોડાણ. . એવા પ્રભાવવાળા દ્રવ્યાદિને પામીને કામચલાઉ જે અહિંસાદિ આવે તે યોગ. જેમ કે સમવસરણમાં હોય ત્યાં સુધી સાપ વગેરે વેરભાવ ભૂલી જાય છે. આ માત્ર માહાત્મપ્રભાવ છે, વિનિયોગ નથી.
નિયોગ એટલે અત્યંત જોડાણ... પ્રભાવવાળા દ્રવ્યાદિનું સાન્નિધ્ય ગયા પછી પણ અહિંસાદિનું જે જોડાણ આગળ ચાલે તે નિયોગ.
વિશિષ્ટ પ્રકારનું અત્યંત જોડાણ એ વિનિયોગ છે. અહિંસા-તપ વગેરે બાહ્યધર્મમાં થયેલું અત્યંત જોડાણ જો વિશિષ્ટ ક્ષયોપશમરૂપ ભાવધર્મને ઉત્પન્ન કરનારું બને તો એ જોડાણ વિનિયોગ કહેવાય છે.
3. શબ્દશઃ વિવેચનકાર પંડિતે પાંચઆશયના નિરૂપણવેળા યોગવિંશિકા વિવેચનમાં જે ભૂલો કરી છે તે એ ગ્રન્થના મારા વિવેચનની ટીપ્પણમાં જોવાથી ખ્યાલ આવશે.