________________
२८०
योगलक्षणद्वात्रिंशिका १० - १३
कण्टक - ज्वर - मोहानां जयैः समो विघ्नजयः । इत्थं च हीनमध्यमोत्कृष्टत्वेनास्य त्रिविधत्वं प्रागुक्तं व्यक्तीकृतम् । यथाहि-(१) कस्यचित्पुंसः कण्टकाकीर्णमार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुः । तद्रहिते तु पथि प्रवृत्तस्य निराकुलं गमनं सञ्जायते । एवं कण्टकविघ्नजयसमः प्रथमो विघ्नयः ।
(२) तथा तस्यैव ज्वरवेदनाऽभिभूतशरीरस्य विह्वलपादन्यासस्य निराकुलं गमनं चिकीर्षोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादभ्यधिको ज्वरविघ्नः । तज्जयस्तु निराकुलप्रवृत्तिहेतुः । एवं ज्वरविघ्नजयसमो द्वितीयो विघ्नयः ।
(३) तस्यैव चाध्वनि जिगमिषोर्दिङ्मोहकल्पो मोहविघ्नः, तेनाभिभूतस्य प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः कथञ्चित्प्रादुर्भवति । तज्जयस्तु स्वरसतो मार्गगमनप्रवृत्तिहेतु:, एवमिह मोहविघ्नजयसमस्तृतीयो विघ्नजयः કૃતિ । ત્ત્તોનૈયાઃ શ્વેતે ||૧રૂ||
જાતને એવી ઘડી કાઢે કે જેથી ઠંડી-ગરમી-આક્રોશ વગેરે ચિત્તનું વૈક્લવ્ય થવા જ ન દે ને પ્રવૃત્તિ અસ્ખલિતપણે ચાલુ રહે. આ જઘન્ય વિઘ્નજય છે. આમાં વિઘ્ન દૂર નથી થયા પણ એમાંનું વિઘ્નત્વ દૂર થઈ ગયું છે. અત્રેયસિ પ્રવૃત્તાનાં વાપિ યાન્તિ વિનાયાઃ માં પણ વિનાયક=વિઘ્નસમૂહો જ આવતા નથી એમ નહીં, પણ સાંસારિક ક્રિયાઓ માટે જીવોએ જાતની એવી કેળવણી કરેલી હોય છે કે જેથી એ વિઘ્ન વિઘ્નરૂપ રહેતા નથી. અર્થાત્ એનું વિઘ્નત્વ દૂર થઈ ગયું હોય છે.
(૨) જ્વરવિઘ્ન-મધ્યમવિઘ્ન : જ્વરાદિ રોગો જેમ પથિકની ગતિમાં સ્ખલના કરે છે એમ સાધકની સાધનામાં પણ સ્ખલના કરે છે. માટે શારીરિક રોગો (વ્યાધિ) એ વિઘ્ન છે. વળી સામાન્યથી એ ચિત્તને વધુ જલ્દી ચિન્તાતુર-હતાશ બનાવી દે છે. માટે ઉપાધિ કરતાં વ્યાધિ મોટું વિઘ્ન કહેવાય છે ને તેથી એ મધ્યમવિઘ્ન છે. એના પ૨ જય ત્રણ રીતે મેળવી શકાય છે-રોગ થાય જ નહીં એ રીતે હિત આહાર-પરિમિત આહાર વગેરે રૂપે ખોરાકનું આયોજન કરવું, ચિકિત્સા દ્વારા રોગને દૂ૨ ક૨વો અને રોગ-વેદનાની હયાતિમાં પણ આ રોગાદિ મારા સ્વરૂપના બાધક નથી, માત્ર શરીરને જ અસર કરનારા છે. રોગને સમતાથી સહેવામાં વિપુલ નિર્જરા થશે ને સાથે સાથે આરાધના પણ ચાલુ રાખવામાં અતિવિપુલ નિર્જરા થશે' વગેરે ભાવનાથી આત્માને ભાવિત કરતાં રહેવું. જેથી રોગની પીડા વચ્ચે પણ સાધના અસ્ખલિત ચાલુ રહી શકે છે.
(૩) દિગ્મોહ-ઉત્કૃષ્ટ વિઘ્ન : પથિકને પૂર્વદિશાને પશ્ચિમ સમજી લેવી.. વગેરે ભ્રાન્તિ એ દિગ્મોહ છે. આ થવાથી, અન્યની ચાલવા માટે પ્રેરણા મળવા છતાં ઉત્સાહ પ્રવર્તતો નથી. આ જ રીતે સાધકને મિથ્યાત્વાદિજનિત મનોવિભ્રમ એ દિગ્મોહસમાન વિઘ્ન છે. આ સીધો જ ચિત્તને સ્પર્શનારો હોવાથી શીઘ્ર ચિત્ત વૈક્લવ્ય કરનાર બને છે. માટે ઉત્કૃષ્ટ વિઘ્ન છે. મુસાફરને સ્વયં કે અન્ય મુસાફરોના વચન પરની શ્રદ્ધાના કારણે ભ્રમ દૂર થવા પર પાછી અસ્ખલિત ગતિ થાય છે એમ સાધકને થયેલી ભ્રાન્તિઓ ગુરુપરતંત્રતાથી કે મિથ્યાત્વાદિની પ્રતિપક્ષ ભાવનાથી દૂર થાય છે.
આ ત્રણે વિઘ્નો પરનો જય આ જ ક્રમમાં થાય એવો નિયમ નથી. પણ ત્રણે જય થયા પછી જ અસ્ખલિત પ્રવૃત્તિ વિશિષ્ટ બને છે. પ્રવૃત્તિ-વિઘ્નજય-વિશિષ્ટ પ્રવૃત્તિ-વિશિષ્ટ વિઘ્નજય.. આ ક્રમ પ્રસ્તુતમાં જાણવો. ॥ ૧૩ ॥ (ક્રમપ્રાપ્ત સિદ્ધિઆશયને કહે છે -)